- સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે જામસાહેબની વાત થયા બાદ, અનુસંધાને બુધવારે પણ એક પત્ર લખી પારસોતતમ રૂપાલાને માફ કારવાં અંગે જણાવ્યુ હતું.
Jamnagar News : જામનગરનાં પૂર્વ રાજવી જામ સાહેબ શત્રુશલયસિંહજી જાડેજાએ માગલવારે એક પત્ર દ્વારા પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાબતે લખ્યું હતું. આ પત્ર સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે જામસાહેબની વાત થયા બાદ, અનુસંધાને બુધવારે પણ એક પત્ર લખી પારસોતતમ રૂપાલાને માફ કારવાં અંગે જણાવ્યુ હતું.
આનુસંધાનિક પત્ર મારફતે પોતના મંતવ્યમાં જણાવ્યા મુજબ
“મારા ગઇકાલના રૂપાલાજીના નિવેદન બાબતેના પત્રના અનુસંધાનમાં” જામસાહેબ
“ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો ઘણા ધર્મગુરૂઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.” જામસાહેબ
“મારા ધ્યાન પર આવ્યું કે રૂપાલાએ પહેલા બે વાર માફી માંગી લીધી છે, પરંતુ આટલુ પૂરતુ નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરૂઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એકવાર રૂપાલા આ પ્રમાણે માફી માંગે તો “ ક્ષમા વિરસ્ય ભુષણમ્ “ના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.” જામસાહેબ
“આ ચુંટણી શ્રી નરેન્દ્ર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાની ચુંટણી છે. આપણા ગુજરાતના શ્રી નરેન્દ્ર મોદીજી દેશને ખૂબ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષિત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ.” જામસાહેબ