જ્યારે પૃથ્વી પર માનવજીવન ન હતું ત્યારે આદિકાળમાં પણ પક્ષીઓ જાનવરો સંદેશાની આપ-લે કરતાં હતા. જેમ જેમ માનવજીવનમ અસ્તિત્વમાં આવ્યું તેમ તેમ તે જંગલ વિસ્તારમાં અને જે સ્થળે હોય ત્યાંનાં વન્યજીવો પક્ષીઓ પાસેથી ઘણુ શિખ્યો છે. જેમાં બોલીએ મહત્વની ભૂમિકા ભજવવી જેના દ્વારા માનવી પોતાના વિચારો રજૂ કરી શક્યા છે. જ્યારે પક્ષીઓ અને પ્રાણીઓમાં પણ જ્યારે ચીંચીયારીઓ કરતા હોય ત્યારે આરોહ અવરોહ એટલે કે બોલતા સમયે હાઇસ્પીચ અને લોસ્પીચ જોવા મળી છે જે બાબત મનુષ્યમાં પણ જોવા મળી છે. જે પક્ષીઓનાં ગીતમાંથી શીખ્યો છે. માનવી.
આ બાબત કેનેડાની મોન્ટ્રિપલમાં આવેલી મેકગિલ યુનિવર્સિટી દ્વારા જંગલી ઝબ્રા અને પાલતુ પક્ષીઓ પર આ પ્રકારે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મ્યુઝીકએ અહમ ભૂમિકા ભજવી હતી. ઝીબ્રાના ગીતોની પસંદગી સમજવા અને તે કઇ રીતે ગીત શીખે છે. તેનો પણ અભ્યાસ કરવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. એવી જ રીતે પક્ષીઓને પણ કિલકિલાટ સંભળામાં આવ્યા હતા.
જેમાં પ્રયોગશાળાનાં પક્ષીઓને વિવિધ ગુંજારવ સંભળાવવામાં આવ્યા હતા જે દરમિયાન પક્ષીઓ પણ કુદરતી રીતે તેના જવાબમાં ધ્વનિગીતો સંભળાવતા હતા. જેમાં પક્ષીઓની પોતાની પસંદગી દર્શાઇ હતી.આમ બંને જંગલી ઝબ્રા અને પક્ષીઓ ધ્વનીના અંત ભાગમાં ખૂબ ધીમા સ્વરથી તેમજ શરુઆત અને મધ્ય ભાગમાં ઉંચા સ્વરથી ગુંજન કરતા દર્શાયા હતા. જ્યારે આ ટેકનીક માનવીમાં પણ છે. પરંતુ તે બાબત આ કુદરતી જીવો પાસેથી શીખ્યો છે.