૧૫ હજાર ૫૩૩ હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે: ૨૮૭ સેકટર મોબાઈલ અને ૧૩૬ ક્યુઆરટીની ટીમ પેટ્રોલિંગ કરશે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન સજ્જ થયું છે. ૨૫ હજાર પોલીસ અને ૧૫ હજાર ૫૩૩ હોમગાર્ડ જવાનો તૈનાત રહેશે. ૨૮૭ સેકટર મોબાઈલ અને ૧૩૬ ચછઝની ટીમ પેટ્રોલિંગ કરશે. ઊટખ સ્ટ્રોંગરૂમ પર જછઙના જવાનો તૈનાત રહેશે. રાજયની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગર મહાનગરપાલિકાની સાથે જુનાગઢ મહાનગરપાલિકાની બે બેઠકોની પેટા ચૂંટણી માટે ગઈકાલ સાંજની ચૂંટણી પ્રચાર બંધ થઈ ગયો છે અને આગામી આવતીકાલે ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સંદર્ભે ચૂંટણી સંબંધિત પોલીસની કામગીરી અંગે વિગતો આપતાં રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ૩૪૧૧ જેટલા મતદાન મથકો ઉપર ૧૧૧૫૪ મતદાન બુથ ઉભા કરવામાં આવ્યા છે.
જયાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે પોલીસ સંપૂર્ણ સજ્જ છે. સંવેદનશીલ મતદાન મથકો ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવનાર છે અને ત્યાં વધુ પોલીસ મુકવામાં આવશે. જયાં ચૂંટણી છે તે કોર્પોરેશન વિસ્તારમાં પોલીસના દસ એકમોનો સમાવેશ થાય છે.
મતદાન કેંદ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે. ઉૠઙએ દાવો કર્યો છે કે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે. રાજકીય રેલીઓમાં કોવિડ ગાઈડલાઈના ભંગને લઈ કાર્યવાહી થઈ હોવાનો ઉૠઙએ દાવો કર્યો છે.
કોવિડ ગાઈડલાઈન્સના ભંગ બદલ સાત કરોડનો દંડ વસૂલાયો છે. ચૂંટણી પ્રચાર સમયે ૩ હજાર ૩૬૪ કોવિડ ગાઈડલાઈનના ગુના નોંધાયા તો ૭૦ હજાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. લાયસન્સવાળા ૮૫ ટકા હથિયારો અત્યાર સુધી કબ્જે કરવામાં આવ્યા છે.