ફેસબુકમાંથી ડેટા ચોરવાને લઈને કેમ્બ્રિજ એનાલિટિકા ચર્ચામાં છે. ભારતના બે પ્રમુખ રાજકીય પક્ષો આ મામલે એક બીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યાં છે. કેમ્બ્રિજ એનાલિટિકાનો શિકાર ભારતીય પણ થઈ શકે છે અને તેના સંકેત ભાજપ કોંગ્રેસ દ્વારા એકબીજા પર લગાવવામાં આવેલા આરોપોથી મળી રહ્યાં છે. ભારતમાં ફેસબુકના 20 કરોડ યુઝર્સ છે એટલે કે દર છઠ્ઠો ભારતીય ફેસબુક યુઝ કરે છે. અમેરિકા પછી ભારતમાં ફેસબુક યુઝર્સ સૌથી વધારે છે.
કેમ્બ્રિજ એનાલિટિકાએ શું કર્યું?
કેમ્બ્રિજ યુનિવર્સિટીના લેક્ચરર અલેક્ઝેંડર કોગનને કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે મળીને એક એપ બનાવી, જેને નામ અપાયું હતું ‘ધિસ ઈઝ યોર ડિજિટલ લાઈફ.’
આ એપથી તેઓએ પોતાની ફર્મ ગ્લોબલ સાયન્સ રિસર્ચ અને કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે મળીને એક પર્સનાલિટી ક્વિઝ બનાવી, કે જેથી હજારો લોકો પાસેથી તેમની પસંદ અંગે જાણકારી મેળવી શકાય.
આ યુઝર્સને પેડ કરાયાં અને તેમને કહેવામાં આવ્યું કે આ ડેટાનો ઉપયોગ એકેડેમિક્સ માટે કરવામાં આવશે.
આ એપએ વોલેન્ટિયર્સના ફ્રેન્ડ્સ અંગે પણ જાણકારી મેળવી. ફેસબુકના જણાવ્યા મુજબ તેનો ઉપયોગ એપ એક્સપીરિયન્સને વધારવાનો હતો. આ માહિતી વેચવા માટે કે વિજ્ઞાપન માટે ન હતી.
ફેસબુકે માન્યું કે ઓછામાં ઓછા 2 લાખ 70 હજાર લોકોએ આ એપને ડાઉનલોડ કરી હતી અને પોતાની અંગત માહિતી શેર કરી હતી.
આર્ટીકલ ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે આમરું ફેસબુક પેજ નીચે આપેલી લિન્ક પરથી લાઈક કરો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com