શહેર ભાજપ મહિલા મોરચાની કારોબારી બેઠકમાં માર્ગદર્શન આપતા અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય અને નીમુબેન બાંભણીયા
પ્રદેશ ભાજપ મહીલા મોરચાની યોજના મુજબ શહેરની રાણીંગા વાડી ખાતે રાજકોટ શહેરની ભાજપ મહીલા મોરચાની કારોબારી બેઠક શહેર ભાજપ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, નીમુબેન બાંભણીયા, રૂપાબેન શીલુ, ડો. દર્શીતાબેન શાહ, રમાબેન હેરભા, પ્રમુખ કીરણબેન માકડીયા, મહામંત્રી કીરણબેન હરસોડા, લીનાબેન રાવલ, કાશ્મીરાબેન નથવાણી, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતી.આ કારોબારી બેઠકનો પ્રારંભ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટય થી કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, રક્ષાબેન બોળીયા, નીમુબેન બાંભણીયા, રૂપાબેન શીલુ, ડો. દર્શીતાબેન શાહ, રમાબેન હેરભાનું ખેસ અને બુકથી સ્વાગત કરવામાં આવેલ હતું.
ત્યારબાદ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીએ રાજકીય ઠરાવ અંતર્ગત વક્તવ્ય આપતા જણાવેલ કે, ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષ હોવાની સાથોસાથ વિશિષ્ટ વિચારધારા સાથે ભારતીય રાજનીતિમાં કામ કરી રહી છે. રાષ્ટ્ર સર્વોપરી, વિકાસની રાજનીતિ, સેવા હી સંગઠન અને લોક્તંત્રની જાળવણી સાથે કામ કરતા આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ત્યારે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્ર્વાસ છે, પેજ સમિતિના પ્રણેતા અને સંગઠનમાં નવી યોજનાઓનો અમલ કરનાર ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલજીને નેતૃત્વમાં પાર્ટીના સૌ કાર્યર્ક્તાઓને કામ કરવાનો અને પોતાજી જાતને પુરવાર કરવાનો અવસર મળે છે.
ત્યારે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વમાં કોરોના મહામારીના પડકારોનો સામનો કરવા માટે ઉઠાવેલા આવશ્યક પગલા માટે અભિનંદન પાઠવેલ હતા તેમજ ગુજરાતની પ્રજાએ સ્થાનીક સ્વરાજયની ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણીઓમાં ભાજપ પર ભરોસો મુકીને જે ઐતિહાસિક સફળતા અપાવી તે બદલ ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત ર્ક્યો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી મહિલા સશક્તિકરણ અને મહિલાઓના સન્માનમાં માને છે.
મહિલા સશક્તિકરણના નીતિ વિષયક નિર્ણયો લઈને મોદી સરકારમાં અમલ કરવામાં આવ્યા છે. ઉજજવલા યોજના થકી દેશની 9 કરોડ મહિલાઓ લાભાર્થી બની છે. એમના સ્વાસ્થયનું રક્ષણ થયુ છે. 10 કરોડથી વધુ મહિલાઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે તેમજ બેટી બચાવો- બેટી પઢાઓ અભિયાન એ ભારતીય જનતા પાર્ટીની વિશિષ્ટતા બતાવે છે.
ત્યારબાદ નીમુબેન બાંભણીયાએ માર્ગદર્શન આપતા જણાવેલ કે, કોરોના કાળમાં પણ ગુજરાતનો વિકાસ અટક્યો નથી. ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ અને લોકહિતના કામોને અગ્રતા આપી છે.ત્યારે સરકાર અને સંગઠનના અપ્રતિમ પ્રયાસોના પરીણામે કેન્દ્ર અને રાજય સરકારની અનેક મહિલા સશક્તિકરણની અનેક યોજનાઓને આપણે જરૂરીયાતમંદ મહિલાઓ સુધી પહોચાડી સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસના મંત્રને ચિરતાર્થ કરવાનો છે.
આ કારોબારી બેઠકનું સંચાલન શહેર ભાજપ મહીલા મોરચાના મહામંત્રી લીનાબેન રાવલ અને અને અંતમાં આભારદર્શન કીરણબેન હરસોડાએ ર્ક્યૂ હતું. આ કારોબારી બેઠકને સફળ બનાવવા કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા, ચેતન રાવલ અને રાજ ધામેલીયાએ જહેમત ઉઠાવી હતી.
વોર્ડ નં.10માં ડી.આઈ. પાઈપલાઈનના કામનું અંજલીબેનના હસ્તે ખાતમૂહુર્ત
વોર્ડ નં.10ના ભાજપના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસકાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. મહાનગરપાલિકા દ્વારા પુષ્કરધામ મેઈન રોડ પાસે આલાપ એવન્યુ સોસાયટી ખાતે ડી.આઈ. પાઈપલાઈનના કામનું ખાતમૂહૂર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયું હતુ.
વોર્ડ નં.10માં પુષ્કરધામ મેઈનરોડ પર આવેલ આલાપ એવન્યુ સોસાયટી ખાતે ડી.આઈ. પાઈપલાઈનના કામનું ખાતમૂહૂર્ત પ્રસંગે પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, વોર્ડ નં.10ના કોર્પોરેટરો ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, જયોત્સનાબેન ટીલાળા, રાજેશ્રીબેન ડોડીયા, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના, શહેર ભાજપ ઉપપ્રમુખ પરેશભાઈ હુંબલ, મહિલા મોરચાના પ્રમુખ વીણાબેન મહેતા, મહામંત્રી મેઘાબેન વૈષ્ણવ, રઘુભા વાઘેલા, વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.