ઉત્તર પ્રદેશમાં વસતી નિયંત્રણ નીતિની કવાયતના સામાજીક પરિણામો અને અસર કેવી હશે ?
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતાં ભારતમાં આર્થિક વૃધ્ધિ દરની ઝડપ વધારવાની જેટલી જરૂરીયાત છે એટલી જ જરૂરીયાત વસ્તી વધારા દરને કાબૂમાં રાખવાની છે. અત્યાર સુધી વસ્તી વધારો અટકાવવા માટેના પ્રયાસોમાં સામાજીક જાગૃતિ અને વ્યક્તિગત મનસ્વી ધોરણે રાષ્ટ્રહિતની વાત સ્વીકારવાનું લોકોના માનસ પર રાખવામાં આવ્યું છે. જો કે પંચાયતી રાજમાં બે બાળકોથી વધુ બાળકો ધરાવનારને ચૂંટણી લડવાની પરવાનગી મળતી નથી. હવે વસ્તી નિયંત્રણ માટે કાયદા લાવવાની કવાયતમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારે પહેલ કરી છે.
ઉત્તર પ્રદેશની વધતી વસ્તી વિકાસ આડે અવરોધરૂપ જોવાનું સ્વીકારીને સરકારે બે બાળકો બસની નિતી ની અમલવારી માટે કવાયત હાથ ધરતા ગુજરાત અને કર્ણાટક સરકારે પણ આ દિશામાં વિચારણાં શરૂ કરી છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ કાયદો અને બે બાળકો બસની નિતી કેટલાં અંશે વ્યવહારું ગણાશેે. તે ચર્ચાનો વિષય બન્યો છે.
ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વસ્તી નિયંત્રણ માટેની અત્યારે કરેલી નિતિ બે વધુ બાળકો ધરાવતાં લોકો માટે કેવી પરિસ્થિતિ ઉભી કરશે ? તેની ચર્ચા શરૂ થઇ ચુકી છે. સરકારે તૈયાર કરેલાં મુસદ્ામાં બેથી વધુ બાળકો ધરાવનારને ચુંટણી, સરકારી નોકરીઓ, સરકારી સહાય, વિકાસ યોજના અને કોઇપણ જાતના સરકારી લાભો ન આપવાનું ઠેરવવામાં આવ્યું છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં જે પરિવાર બે વધુ બાળકો ધરાવે છે તેમનું શું ? ઉત્તર પ્રદેશમાં ધર્મ આધારિત વસ્તી વૃધ્ધિદરની પરિસ્થિતિ જોવા જઇએ તો હિન્દુ 2.7, મુસ્લિમ 3.1, શીખ 1.4 અને અન્ય 1.8નો વસ્તી વૃધ્ધિ દર ધરાવે છે.
જ્યારે જાતિ આધારિત વૃધ્ધિ દરમાં અનુસૂચિત જાતિ 3.1, અનુસૂચિત જનજાતિ 3.6, ઓબીસી 2.8 અને અન્ય વર્ગનો વૃધ્ધિ દર 2.3નીટૂકાવારી જણાવે છે. વસ્તી વૃધ્ધિ સંપૂર્ણ પણે સમજણ શક્તિ અને શિક્ષણ પર આધારિત છે. જે મહિલાઓમાં સાક્ષારતાનું પ્રમાણ વધુ હોય તેમાં વસ્તી વધારો નિયંત્રણમાં રહે છે. રાષ્ટ્રીય સર્વેમાં મળેલી વિગતોમાં 61.5 જેટલી વસ્તી વૃધ્ધિનો દર એવી મહિલાઓમાં જોવા મળ્યો છે કે જેણે ક્યારેય શાળા જોય જ નથી. જેમ જેમ શિક્ષણ વધતું જાય તેમ તેમ બાળકોની સંખ્યા ઘટતી જાય છે. જે મહિલાઓએ 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો હોય તેમનાં બાળકોની સંખ્યા ઓછી હોય છે.
જેમ-જેમ અભ્યાસ અને શિક્ષિત વાલીઓની સંખ્યા વધે તેમ વસ્તી વધારો નિયંત્રિત રહે છે. સૌથી વધુ વસ્તી વધારાનો દર આર્થિક પછાત અને અવિકસિત વર્ગ પછી તે ગમે તે ધર્મનો અને જાતિના હોય. આદિવાસીમાં 47%, જનજાતિમાં 46%, ઓબીસીમાં 41%, અન્યમાં 36.5% અને મુસ્લિમોમાં 39% વૃધ્ધિદર જોવા મળે છે. પરંતુ આ આંકડામાં પણ શિક્ષણ ઓછું તેટલી વસ્તી વધુનો એક સરખો માહોલ જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણના કાયદા અને પ્રતિબંધથી બે બાળકોથી વધુ સંતાનો ધરાવનારાઓની વિકાસની બસ ચુંકી જવાશે.
ઉત્તર પ્રદેશના પગલે ગુજરાત બાદ કર્ણાટક પણ વસતી નીતિ માટે વિચારાધીન
ઉત્તર પ્રદેશની યોગી સરકારે બે બસની વસ્તી નિયંત્રણ નીતીની જાહેરાત બાદ સમગ્ર દેશમાં આ કાયદાની ચર્ચા શરૂ થઇ છે. ગુજરાતમાં પણ વસ્તી નિયંત્રણ કાયદો હોવો જોઇએ એવી વાતો થવા લાગી છે. ગુજરાત બાદ કર્ણાટકએ પણ ઉત્તર પ્રદેશની નીતીની સમીક્ષા અને કાયદાનું રૂપ આપી શકાય કે કેમ ? વિચારણા શરૂ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી.ટી. રવિએ આ નીતીને રાષ્ટ્રવ્યાપી બનાવવાની હિમાયત કરી છે. જો કે, કર્ણાટકની જેમ આસામના ભાજપ શાસિત રાજ્યોમાં પણ બે બસની નીતી તૈયારીઓ શરૂ થઇ છે.