જો તમે પણ રડવામાં સંકોચ અનુભવો છો અથવા તો એવું માનતા હોવ કે રડવું એ નબળાઈની નિશાની છે.આમ તો ખરેખર રડવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે.રડવું એ ખૂબ જ સરળ પ્રવૃત્તિ છે જે તમારી લાગણીઓ અથવા તો અન્ય પ્રસંગો કે પરીસ્થીતીઓના લીધે થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે આપણે અમુક લાગણીઓ અનુભવીએ છીએ ત્યારે આપણે શા માટે રડીએ છીએ? હકીકતમાં તો રડવું પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
રડવાથી થતાં ફાયદાઓ
વજન ઘટે છે
રડવાથી કેલરી બર્ન થાય છે, જેનાથી વજન ઘટે છે.જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમારું વજન ઓછું થાય છે. કારણ કે રડવાથી કેલરી બર્ન થાય છે. જો કે, તે હકીકત સાથે પણ કંઈક જોડાણ હોઈ શકે છે કે જ્યારે તમે ઉદાસ હોવ ત્યારે તમને ભૂખ પણ ઓછી લાગે છે.
તણાવ ઓછો થાય છે
જ્યારે તમે રડો ત્યારે તમારી આંખોમાંથી જે આંસુ નીકળે છે.તેમાં કોર્ટિસોલ હોય છે, જે સ્ટ્રેસ હોર્મોન છે. આ હોર્મોન્સ આંસુ દ્વારા બહાર આવે છે, જેના કારણે તણાવ ઓછો થાય છે. તેથી જો તમે જોયું હોય, તો તમે રડ્યા પછી તમારી ચિંતામાં ઘટાડો થાય છે.
આંખો સ્વચ્છ થશે
રડવાથી આંખો સાફ થઈ જાય છે.જયારે તમારી આંખોમાં કચરો, ધૂળ કે અન્ય કોઈ વસ્તુ આવી જાય તો તમારી આંખોમાંથી આંસુ નીકળવા લાગે છે અને રડતી વખતે તમારી આંખો સાફ થઈ જાય છે. ખરેખર તો આંસુમાં એક પ્રકારનું એન્ઝાઇમ હોય છે, જેને લાઇસોઝાઇમથી પણ ઓળખવામાં આવે છે.જે બેક્ટેરિયાનો નાશ કરે છે.જેનાથી આંખોના ચેપનું જોખમ ઘટાડે છે.
પીડામાંથી રાહત આપે છે.
તમે જોયું હશે કે જ્યારે પણ તમને કોઈ વાતનું દુઃખ લાગે છે કાં તો જયારે શરીરના કઈ ઈજા થઇ હોય અને ત્યાં ખૂબ દુખાવો થતો હોય ત્યારે તમે રડવા લાગો છો.તો ક્યારેક ઈચ્છા વગર પણ આંસુ નીકળવા લાગે છે. આવું એટલા માટે થાય છે કે રડવાથી તમારુ મન હળવું બની જાય છે.આંસુમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન્સ હોય છે, જે તમારા દુઃખને ઓછુ કરવામાં મદદરૂપ બને છે.જેના લીધે રડવાની પીડામાંથી છુટકારો મળે છે.
લાગણીઓને બેલેન્સ કરે છે.
તમે ઘણાં લોકોને એમ કહેતા સાંભળ્યું હશે કે આ તો ખુશીના આંસુ છે.હકીકતમાં તો એવું બને કે ક્યારેક તમે ખૂબ ખુશ અથવા તો બેચેન હોવ ત્યારે તમે રડો છો.આવા સમયે રડવું એ તમારી લાગણીઓને ફરીથી બેલેન્સ કરે છે. તેથી રડવાથી તમારું શરીર ખૂબ જ મજબૂત લાગણી એકથી કરવાનો પ્રયાસ કરે છે.
મૂડ સારુ બનાવે છે.
રડવાથી તમારો મૂડ બદલાય જાય છે એવું એટલા માટે થાય છે કારણ કે અંદરની બધી જ લાગણીઓ આંસુ સ્વરૂપે બહાર નીકળી જાય છે અને તમને હળવું ફિલ કરાવી તમારા ખરાબ મૂડને ખુશ બનાવે છે.આવું એટલા માટે થાય છે કે આંસુમાં ચેતા વૃદ્ધિના પરિબળો હોય છે, જે ચેતાને સ્વસ્થ બનાવે છે અને સાથોસાથ તમારા શરીરનું તાપમાન પણ બેલેન્સ કરે છે.જેનાથી તમને સારું લાગે છે.