સીસ્મોમીટર કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપ માપક યંત્ર દ્વારા ધરતીકંપ મપાય છે. જે તે ક્ષણની તીવ્રતા મપાય છે અથવા વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલમાં તેને મપાય છે. જયારે ભૂકંપ બિંદુ (એપી સેન્ટર) દરિયામાં કયાંય દૂર હોય ત્યારે ઘણી વખત દરિયાનું તળ એટલું ખસે છે કે તેનાથી સુનામી પેદા થાય છે
પૃથ્વીના પડોમાં અચાનક ઉર્જા મુકત થવાથી ધ્રુજારીનાં કંપનોને ધરતીકંપ કહેવાય છે, ૩ અથવા તેથી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપ મોટાભાગે અતિ સૂક્ષ્મ હોવાથી નોંધાતા નથી. જયારે ૭ ની તીવ્રતા વાળા ભૂકંપ ગંભીર નુકશાન પહોચાડે છે
પૃથ્વી પર ૭૦ ટકા પાણી ને બાકી જમીન હોવાથી દરિયા અને જમીન તળમાં થતાં ફેરફારને કારણે ભૂકંપ આવી શકે છે એ ફેરફારના ઉદગમ સ્થાનને ભૂકંપ બિંદુ કહેવાય છે. ભૂ-સ્તરોમાં ફેરફાર કે અથડામણને કારણે ભૂ-કંપ આવે છે
જવાળામુખી ધરાવતાં વિસ્તારોમાં વારંવાર ભૂકંપ આવે છે. મુખ્ય આંચકા બાદ આવતા નાના નાના આંચકાને કહેવાય છે ‘આફટર શોક’
ઘણી વાર તોફાનો, સુનામી, મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ જેવી તમામ ઘટનાઓ ધરતીના ઢોળાવને અસ્થિર બનાવે છે, અમુક જગ્યાએ તો હારબંધ ભૂકંપો થાય છે
કચ્છનો ભૂકંપ આપણને યાદ છે આપણા દેશ કે વિદેશોમાં ભૂકંપ આવતા રહે છે. લોકોમાં હવે તો જનજાગૃતિ આવી ગઇ છે તેથી પણ બચાવ કામગીરી ઝડપી બની છે. ધરતીકંપ, ભૂકંપ, આંચકા કે આફટર શોક જેવા શબ્દો આપણે બોલીયે છીએ. ભૂકંપ જયાંથી ઉત્પન થાય તે ભંગાણના બિંદુને તેનું કેન્દ્ર બિંદુ કહે છે. પૃથ્વીના પડોમાં અચાનક ઉર્જા મુકત થવાથી સર્જાતા ધ્રુજારીના કંપનોને ધરતી કંપ કહે છે.
સિઝમોમીટર કે સીઝમોગ્રામ નામે ઓળખાતા ભૂકંપ માપક યંત્ર દ્વારા ધરતી કંપ માપવામાં આવે છે સામાન્ય રીતે ધરતીકંપ જે તે ક્ષણની તીવ્રતા નોંધવામાં આવે છે. અથવા તો વધુ પ્રચલિત એવા રિકટર સ્કેલમાં તેને માપવામાં આવે છે. સામાન્ય રીતે ૩ કે તેથી ઓછી તીવ્રતા વાળા અતિ સુક્ષ્મ હોવાથી નોંધાતા નથી. જયારે ૭ની તીવ્રતા ધરાવતા ધરતીકંપ ઘણા મોટા વિસ્તારોમાં નુકશાન કરી શકે છે. ધ્રુજારીની તીવ્રતા સુધારેલ મેરકલ્લી સ્કેલ પર માપવામાં આવે છે.
એકદમ સામાન્ય ભાષામાં કહીએ તો, જેનાથી ભૂ-કંપનો ઉભા થાય એવા ધરતીના પેટાળમાં થતાં કોઇપણ પ્રકારના હલનચલનને દર્શાવવા ધરતીકંપ શબ્દ ચલણમાં છે. પછી ભલે તે કુદરતી ધટના હોય કે માનવ સર્જીત ધટનાને કારણે સર્જાયા હોય, મોટા ભાગે ભૂસ્તરોમાં ભંગાણ થવાથી ભૂ-કંપ પેદા થાય છે. ધ્રુજારી આંચકા દ્વારા અને કોઇક વખત જમીન ખસેડીને ભૂકંપ ધરતીની સપાટી પર બહાર આવે છે. જયારે ભૂકંપ બિદુ (એપી સેન્ટર) દરિયામાં કયાંય બહુ દૂર હોય ત્યારે ઘણીવાર દરિયાનું તળ એટલું ખસે કે તેમાંથી સુનામી પેદા થાય છે. ભૂકંપથી ભૂસ્ખલન થઇ શકે છે. અને કયારેક જવાળા મુખી પણ જાગૃત થઇ શકે છે.
ખાણમાં બાદવિસ્ફોટો, અણુકેન્દ્ર સંબંધી પ્રયોગો જવાળામુખીને કારણે પણ ભૂકંપ આવી શકે છે. તે જયાંથી ઉત્પન્ન થાય છે તેને ફોકસ છે તેને ભૂકંપ બિંદુ (એપી સેન્ટર) કહેવાય છે.
ભંગાણના મુખ્ય ત્રણ પ્રકાર છે જે ધરતી કંપ સર્જી શકે છે. સામાન્ય વિરોધી (દબાણ) અને અથડામણ-સરવં સામાન્ય અને વિરોધી ભંગાણ એ ડુબવા, સરવાનાં ઉદાહરણ છે. જેમાં પોપડાની નીચેની દિશામાં ધસે છે. તેમના આ હલનચલનમાં ઉભી ગતિવિધિ થાય છે. જયાં પૃથ્વીનો પોપડો વિસ્તૃત થયેલો હોય છે. પૃથ્વીના પોપડાઓના ઉપર-નીચે અને આજુબાજુ થતા હલનચલન એમ બંને પ્રકારની ગતિવિધીઓ ઘણા ધરતી કંપોના મૂળમાં જોવા મળે છે. જેને ત્રાંસમાં સરવું કહેવાય છે. બાજુમાં રહેલી પ્લેટ સાથેના ધર્ષણ અને કચરો ભેગા થવાથી અથવા દૂર (દા.ત. બરફ ઓળગવો) થવાના કારણે તમામ ટેકટોનિક પ્લેટોમાં આંતરિક તણાવ હોય છે. આ તણાવ એટલો થઇ શકે છે કે જેના કારણે ભંગાણ પડે અને પરિણામે આંતર સ્તરીય ધરતીકંપ સર્જાય છે.
જવાળામુખી ધરાવતા વિસ્તારોમાં વારંવાર ધરતીકંપ થતાં હોય છે. મોટાભાગે ધરતીકંપ એકબીજા સાથે સ્થળ અને સમય સંદર્ભે સંબંધીત હોય છે. અને કોઇક શ્રેણીનો ભાગ હોય છે. ધરતી કંપના મુખ્ય આંચકા પછી આવતા આંચકાઓને અનુવર્તી આંચકા કે આફટર શોક કહેવાય છે. જે એક પ્રકારનો ધરતી કંપ જ છે. એટલે જ જયાં ભૂકંપ આવે ત્યાં આવા આંચકા આવતા જ રહે છે. જે મોટા ભાગે ઓછી તીવ્રતા વાળા હોય છે. ચોકકસ વિસ્તારમાં કોઇ ટુંકા સમયગાળા દરમ્યાન જો શ્રેણી બઘ્ધ ધરતી કંપો આવે તો તેને ધરતી કંપની ‘હારમાળા’ કહે છે. જેનું ઉદાહરણ ર૦૦૪ માં ય લોસ્ટોન રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા ભૂકંપને ગણાવી શકાય.
ધરતીકંપની જેમ ભૂસ્ખલન એવું ભૂરસ્તરીય સંકટ છે. જે વિશ્ર્વમાં ગમે ત્યાં થઇ શકે છે. ઘણી વાર તો તોફાનો ધરતીકંપ, જવાળામુખી કે મોજાઓનું તટવર્તી તોફાન અને દાવાનળ એ તમામ જમીનના ઢોળાવને અસ્થિર બનાવે છે. ૨૦૦૮ ના પ્રારંભે મેકસીકલી નજીક હારબંધ ભૂકંપો આવેલા હતા.
ર૦૦૧માં ર૬મી જાન્યુઆરીએ સવારે ૮.૪૬ મીનીટે કચ્છમાં આવેલો હતો. બે મિનીટ કરતા વધુ ચાલ્યો હતો. તેનું કેન્દ્ર બિંદુ કચ્છ જીલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામથી ૯ કી.મી. દક્ષીણે હતું. આ ભૂકંપનો રિકટર સ્કેલ ૭.૭ નો હતો. જેમાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા ને લાખો લોકોને ઇજા થઇ હતી. ૪૦ હજાર જેટલા ઘરો વિનાશ પામ્યા હતા.
આપણે એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી ધરતી ધ્રુજવા લાગે ત્યારે માણસો ગભરાય જાય છે. વિશ્ર્વ જ્ઞાન કોશમાં પણ કહ્યું છે કે ‘ધરતીકંપ સૌથી વધારે શકિતશાળી અને વિનાશક છે’ ધરતીકંપને માપવા ૧૯૩૦ ના દાયકામાં ચાર્લ્સ રીકટરે માપવાનો સ્કેલ શોઘ્યો હતો. તેથી તેને ‘રીકટર સ્કેલ’ કહેવાય છે.
૧૫૦૫માં થયેલ ભૂકંપની નોંધ રેકોર્ડમાં છે ત્યારે ભારતમાં ત્થા ચીનમાં ૧૯૪૭માં જુલાઇ ૨૯ તારીખે આવેલો હતો. ત્યારબાદ આસામ, તિબેટ- ૧૯૫૬માં, ગુજરાતમાં ૧૯૬૦માં ઉતર ભારત, ૧૯૬૩ માં કાશ્મીરમાં જેવા વિવિધ સ્થળોએ ભૂકંપો આવેલા હતા.
છેલ્લા દશકમાં વિશ્ર્વભરમાં વિનાશકારી ભૂકંપો આવેલા છે. જેની યાદી આ મુજબ છે
૧ર મે ૨૦૦૮, ચિન ૭.૮
૧૩ જાન્યુઆરી ૨૦૧૦, હેતી – ૭.૦
ર૭ ફેબ્રુઆરી ૨૦૧૦, ચિલી ૮.૮
રર ફેબ્રુઆરી ૨૦૧૧, ન્યુઝીલેન્ડ ૬.૩
૧૧ માર્ચ ૨૦૧૧, જાપાન ૯.૦૦
ર૩ ઓકટો. ૨૦૧૧, તુર્કી ૭.૨
૧૧ ઓગસ્ટ ૨૦૧૨, ઇરાન ૬.૪
ર૪ સપ્ટેમ્બર ૨૦૧૩, પાકિસ્તાન ૭.૭
૩ ઓગસ્ટ ૨૦૧૪, ચીન ૬.૩
રપ એપ્રિલ ૨૦૧૫, નેપાળ ૭.૮
૨૬ ઓકટો. ૨૦૧૫, અફધાનિસ્તાન ૭.૮
૧૬ એપ્રિલ ૨૦૧૬, ઇકવાડોર ૬.૨
ર૪ ઓગસ્ટ ૨૦૧૬, ઇટાલી ૬.૨
૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭, મેકસીકો ૭.૧