શિયાળો આવતાની સાથે અલગ અલગ વેરાયટીના કપડા સ્વેટર બજારમાં આવતા હોઈ છે. પણ ઘણા બધા એવા કાપડ આવતા હોઈ છે જે આપણી ચામડી માટે નુકશાનકારક છે. અથવા ઘણા બધા એવું ઉન આવતા હોઈ છે તેને પહેરવા પછી ખંજવાળ આવવા લાગે અથવા સ્કીન ઇન્ફેકશન થઇ છે. ત્યારે એવા સમયે શું કરવું એ જાણવું સૌથી મહત્વનું છે કારણ કે શિયાળામાં સ્કીન કેર એ સૌથી મહત્વનું છે. ત્યારે એ તમામ બાબતોનું ધ્યાન રાખવું ખાસ જરૂરી બની રહે છે.
પહેલા ઊન વિષે વાત કરવામાં આવે તો ઊનમાંથી બનાવેલા કપડાં તેની જાડાઈ અને હૂંફને કારણે લોકપ્રિય છે. પણ ઘણી વાર માત્ર ઊન પહેરવા થી ચામડી પર ખંજવાળ કે તે ત્વચાને સૂકવી શકે છે ઘણી વાર બળતરા પણ કરી નાખતા હોઇ છે. તેનું એક નિરાકરણ છે “સુતરાઉ અંડરલેયર” .
જયારે પણ હેવી ઊન પહેરો અથવા તમારી ચામડી સેન્સીટીવ હોઈ ત્યારે સ્વેટર નીચે સુતરાઉ અંડરલેયર પહેરવાથી આ તમામ સમસ્યાથી નિરાકરણ થઇ જશે.
ઘણી વાર આપડે ઊનના વસ્ત્રો પહેરી લેતા હોઈ છે પરંતુ વાસ્તવિકતા માં આપડે કપડા ની પસંદગી બહારના વાતાવરણ મુજબ કરવી જોઈએ . કારણ કે ઘણી વાર વાતાવરણ ના કારણે વધુ પડતી ઠંડી કે વધુ પડતી ગરમી શ્વાસ લેવામાં તકલીફ ઉભી કરે છે તેને લઇ ને બહારના વાતાવરણ પ્રમાણે કપડા અથવા ઊન ના વસ્ત્રો પહેરવા જોઈએ
અથવા એક કાપડના લેયરને અલગ અલગ લેયરમાં એક સાથે પહેરી શકી કારણ કે ઉન કરતા ચામડી માટે તે ફાયદાકારક છે. અને સાથે ઠંડી સામે રક્ષણ પણ આપશે
ફ્લીસ મોજાં
સામાન્ય રીતે આપડે ગરમ મોજાતો પહેરિયા પરંતુ ફ્લીસ મોજા નરમ, કૃત્રિમ ફ્લીસ ત્વચાને બળતરા કર્યા વિના પગને ગરમ રાખશે. સાથે જ એક એક દમ સોફ્ટ હોવાથી પગમાં જરા પણ બળતરા કે ખંજવાળ કરતુ નથી.
પછી ઘણી વાર આપડે શિયાળા દરમિયાન પોલિએસ્ટર અથવા નાયલોન પહેરતા હોઈ છીએ પોલિએસ્ટર અથવા નાયલોન એક સિન્થેટીક ફેબ્રિક છે જે પથારી, કપડાં, પડદા અને કાર્પેટ જેવી વિવિધ પ્રકારની ફેબ્રિક વસ્તુઓમાં જોવા મળે છે. પોલિએસ્ટર અથવા નાયલોન જેવા ફેબ્રિકથી થતી એલર્જી ટેક્સટાઇલ અથવા કપડાંના ત્વચાકોપને કારણે હોઈ શકે છે, જ્યાં ફેબ્રિક ત્વચાને ઉત્તેજિત કરે છે અને બળતરામાં પરિણમે છે. આ ઉપરાંત, તે પોલિએસ્ટર અથવા નાયલોન ઉત્પાદન અને રંગોની પ્રક્રિયામાં સંકળાયેલા રસાયણોને કારણે પણ થઈ શકે છે. ફોર્માલ્ડિહાઇડ રેઝિન જેનો ઉપયોગ ફેબ્રિકને કરચલી-મુક્ત અથવા ગંદકી-જીવડાં બનાવવા માટે થાય છે તે પણ એલર્જીક સમસ્યાઓ તરફ દોરી શકે છે. તો આ પ્રકારના કાપડ પેહ્રવાનું ટાળવું જોઈએ.
ત્વચામાં બળતરા • ચામડી અથવા હાથમાં લાલાશ • શુષ્કતા • ખંજવાળ • સોજો • ફોલ્લીઓ • શ્વાસ લેવામાં તકલીફ • અસાધારણ ગરમી અનુભવવી વગેરે જેવા રાશનો શિયાળા દરમિયાન કાપડના લીધે થતા હોઈ છે.
તો કાપડ બાબતે ખાસએ બાબતે ધ્યાન રાખવું જરૂરી બને છે.