ઈઝરાયલી ટેકનોલોજીએ નપાણિયા તરીકે ઓળખાતા શુષ્ક પ્રદેશ કચ્છમાં સીમલા મરચાં ઊગાડયા !!
પ્રતિ એકરે ૪૦ ટન સીમલા મરચાંનો પાક !!
એક કિલો સીમલા મરચા રૂ. ર૦૦ ના ભાવે વેચાય છે
તુજે મીચરી લગે તો મેં કયા કરૂં … આજની અદ્યતન ટેકનોલોજીથી ભારતીય કૃષિ ક્ષેત્ર ‘આધુનિકરણ ’ તરફ તેજ ગતિથી આગળ ધપી રહ્યું છે. નવીનતમ ટેકનોલોજીની મદદથી ખેડુતો પોતાના પાકમાં કંઇક નવું કરી અલગ જાત ઉગાડતા હોવાના છેલ્લા થોડા સમયથી ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે. આવો જ એક નવતર પ્રયોગ કચ્છના એક ખેડુતે હાથ ધરી નવી મિશાલ કાયમ કરી છે. કચ્છ કે જે શુષ્ક અને નપાણિયા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં, પાણી અને ભેજની જરૂરિયાતવાળા પાકોનું વાવેતર અસંભવ છે. પરંતુ હરેશ ઠકકર નામના ખેડુતે શિયાળુ પાક ગણાતા સીમલા મરચાનું વાવેતર કરી બતાવ્યું છે. તીખી તમતમતી નહીં પણ રંગબેરંગી સીમલા મીર્ચ ધંધાને ચટાકેદાર બનાવી દેશે તે માટે એક મોટું ઉદાહરણ પુરુ પાડયું છે.
સ્વાદની સાથે નયનરમ્ય એવા લાલ, લીલા, પીળા, કેપ્સીકમનું વાવેતર કરી મબલખ આવક રળતા કચ્છી ખેડુ હરેશ ઠકકર
ખેડૂત હરેશ ઠકકરે જણાવ્યું કે, તેઓ એ ઉગાડેલા આ સીમલા મરચામાં (કેપ્શીકમ) જરાક પણ તીખાશ નથી. ઊલ્ટાનું તે ફ્રેન્ચી એટલે કે ચટાકેદાર છે.
ભારતમાં ઘણી જગ્યાએ સીમલા મીર્ચ્ચનું વાવેતર થાય છે જેમાં ટોચના ૧૦ દેશોમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઝાબખંડ, મઘ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉતરાખંડ, ઓરિસ્સા અને જમ્મુ-કાશ્મીરનો સમાવેશ છે. અને હવે, આમાં આગામી ટુંક સમયમાં ગુજરાતનો પણ સમાવેશ થાય તો નવાઇ નહીં, કારણ કે, હાલ સીમલા મરચાનું અને એ પણ અન્ય રાજયોના પાક કરતાં અલગ સ્વાદમાં ઉત્પાદન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ઘણાં સ્થળો પર થઇ રહ્યું છે. અને હવે આમાં કચ્છનો પણ સમાવેશ થઇ ગયો છે.
સ્વાદમાં તો ઠિક પરંતુ જોવામાં પણ આકર્ષક લાગતાં રમકડા જેવા રંગબેરંગી (લાલ, પીળા, લીલા) સીમલા મરચાં છે જે શિયાળુ પાક તરીકે લેવાય છે. નીચા તાપમાને ભેજવાળા વાતાવરણમાં આનું વાવેતર થાય છે. પરંતુ હરેશ ઠકકરે શિયાળા અને ઉનાળા વચ્ચેના સમયગાળામાં આ મરચાંનું ઉત્પાદન કર્યુ છે. અને એ પણ શુષ્ક પ્રદેશમાં તેમના જણાવ્યા મુજબ આ નવતર પ્રયોગમાં ઇઝરાયલની ટેકનોલોજીનો મહત્વનો ફાળો છે. પ્રતિ એકરે આ ટેકનોલોજીનો ખર્ચ પપ લાખ રૂપિયા છે અને પ્રતિ એકરે ૪૦ ટન મરચાનો પાક ઉતરે છે. જે ૧ કિલોના રૂ. ર૦૦ ના ભાવે વેચાય છે.
ઇઝરાયલી ટેકનોલોજી મરચાંના પાકને વધુ ઉષ્ણ તાપમાન સામે બચાવે છે અને એવી વ્યવસ્થા ઉભી કરાઇ છે કે પાક ઉપર સાત સ્તર મંડપની જેમ પથરાયા છે જે અંદરની બાજુ વાતાવરણ ઠંડુ રાખે છે અને આથી જે શુષ્ક પ્રદેશ કચ્છમાં મરચાંનું વાવેતર થયું.