રશિયામાં નોકરી અપાવવાની લાલચ આપી દેશના લગભગ ૧૯ જેટલા લોકોને છેતરતા શખ્સની ધરપકડ મંગળવારે બરોડાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરવામાં આવી.
ઉચ અભ્યાસ અને નોકરી કરવા માટે અથવા ભારતમાં ભણેલા અને વિદેશમાં નોકરી કરવા માટે ઉત્સુકો ઘણીવાર આવા ખોટા માણસોના ચક્કરમાં ફસાઈ અને અઢળક નાણું ખર્ચતા હોય છે. આવોજ એક બનાવ બરોડાથી પ્રકાશમાં આવ્યો છે. બરોડામાં આરુણોદય સર્કલ, અલકાપુરીમાં એજક્સ ક્ધસલ્ટન્સીના નામથી છ માસ પૂર્વે હિતેશ શેઠ અને જુબેદ મેમેણ નામના વ્યક્તિઓએ રશિયામાં જોબ અપાવવાના બેનર સાથે ક્ધસલ્ટન્ટ ઓફિસ ખોલી હતી. તેમના દ્વારા જાણીતા અખબારો અને વોટ્સએપ મેસેજ દ્વારા દેશમાંથી રશિયા જોબ કરવા જનાર વ્યક્તિઓને નોકરી અપાવવાની જાહેરાત કરી હતી.
સમાન્ય વાત છે એચએએલનો નવ યુવાન પોતાની જાતને હરહમેશ સારા રૂપિયા અને વિદેશ કલ્ચર સાથે પોતાને ઢાળવા તૈયાર હોયજ છે. આ જાહેરાત કરતાની સાથે જ દેશના ખૂણેખૂણાથી અરજીઓ અવવા લાગી, દેશના લગભગ ૧૯ લોકો આ જાળમાં ફસાયા અને કોઈ કાર્યવાહી ન થતાં અંતે પોલીસનો સહારો લીધો.
ગુજરાતના બરોડા સિટીમાંથી સયાજીગંજ પોલીસ દ્વારા બે આરોપી હિતેશ સેઠ અને જુબેડ મેમણની ધરપકડ કરી હતી. મળતી માહિતી પ્રમાણે તેઓ દ્વારા લગભગ ૧૯ જેટલા લોકો પાસેથી પાસપોર્ટ અને એક જાણ પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના ખર્ચ પેટે ૪૫૦૦૦/- લઈ તેમણે રશિયામાં નોકરી આપવાના ખોટા વાયદા આપી આ ગુનો આચરેલ. પોલીસ દ્વારા તેમની ધરપકડ બાદ પૂછતાછ કરવામાં આવી રહી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.