સરકાર, ઉઘોગકાર, નાણાં સંસ્થાના વહીવટકારો સમન્વય સાધી ઉઘોગ જગતને ફરી પાટે ચડાવી શકે

લોકડાઉન બાદ નાના ઉઘોગોને ફરીથી ધમધમતા કરવા માટે શું કરી શકાય તે માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ.ના પ્રમુખ ધનસુખભાઇ વોરા દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સુચનો આપવામાં આવ્યા છે.

ગ્રેટર રાજકોટ ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા સુચવે છે વિવિધ ઉપાયો
રાજકોટ શહેરની વસતી વિકાસ તથા આર્થિક વિકાસ
રાજકોટનો વિકાસ આબાદીની દ્રષ્ટિએ તથા આર્થિક દ્રષ્ટીએ છેલ્લા પ૦ વર્ષ દરમ્યાન થયો છે. જે પૈકી ૧૯૭૦ થી ૧૯૯૦ સુધી સ્થિરતાપૂર્વક વિકાસ થતો રહ્યો શહેરની આબાદી પણ ૧૯૭૦થી ૧૯૯૦ ના દાયકા વચ્ચે સૌરાષ્ટ્રના મઘ્યભાગ તરીકે ખુબ જ વિકાસ છે. સાથે સાથે આ શહેરના આર્થિક વિકાસનો પણ મજબુત પાયો આ સમયમાં દ્રઢ થયો છે. આપણા વેપાર ઉઘોગનો વિકાસ થાય અને તે દ્વારા આપણી વ્યકિતગત આવકમાં પણ વધારા સાથે વિકાસ થાય તેમ આપણા જીવન ધોરણમાં પણ ઉઘ્વગામી પ્રગતિ થતી હોય છે. આપણા જીવનમાં પણ વિકાસની ગતિ વધી છે અને આપણી જ‚રીયાત પણ ઝડપથી વધતી રહી છે.
શહેરના આર્થિક વિકાસમાં જોઇએ તો આ વિસ્તારમાં લધુ અને મઘ્યમ વર્ગના ઉઘોગોનો વિકાસ પાયોમાં રહ્યો છે. નાના પાયાના લધુ અને મઘ્યમ કક્ષાના ઉઘોગો દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં સ્વરોજગારી તથા રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવી રહી છે. અને આ દ્વારા આપણા શહેરના અર્થતંત્રમાં પણ ખુબ જ વિકાસ થયો છે.

નાના ઉઘોગકારો સાથે શુક્રવારે નીતીન ગડકરી યોજશે પ્રશ્ર્નોતરી
ગ્રેટર રાજકોટ ચેમ્બર દ્વારા પાંચમીએ વેબીનાર
ચેમ્બર દ્વારા એમએસએમઇ વિભાગના મંત્રી નીતીન ગડકરી સાથે તા.પને શુક્રવારે બપોરે ૧૨.૩૦ થી ૧.૦૦ દરમિયાન વેબીનારનું આયોજન કર્યુ છે.
હાલના સંજોગોમાં લોકડાઉન સમયમાં વેપાર ધંધાને ખુબ જ ગંભીર અસર પહોંચી છે ત્યારે ગ્રેટર રાજકોટ ચેમ્બર જેવી સંસ્થાની નૈતિક ફરજ મુજબ આ ગંભીર પરિસ્થિતિનો ચિતાર સરકાર સમક્ષ યોગ્ય સ્તરે પહોચાડવાનું કાર્ય કરવાનું બની રહે છે. તે અનુસંધાને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જુદા જુદા વિષયે અવાર નવાર માર્ગદર્શક સેમીનારનું આયોજન કરી જે તે વિષયના નિષ્ણાંત અને સરકારી અધિકારીઓની સાથે વાર્તાલાપ કરી વેપારીઓને પુરતી માહીતી પ્રદાન કરવા પ્રયત્ન કરવામાં આવે છે.
હાલમાં એમએસએમઇ વિભાગના કેન્દ્રના કેબીનેટ મંત્રી નીતીનભાઇ ગડકરી સાથે વાર્તાલાપ યોજવા તેઓને ગ્રેટર ચેમ્બરના પ્રમુખ દ્વારા આમંત્રણ માનપૂર્વક સ્વીકારી વેબ સેમીનારમાં હાજર રહેવા પોતાનો અમુલ્ય સમય ફાળવ્યો છે.
હાલના સંજોગોમાં એમએસએમઇ ક્ષેત્રના વેપાર અને ઉઘોગને ફરી બેઠા કરવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલ અંદાજે ‚પિયા વીશ લાખ કરોડના પેકેજ પૈકી ‚પિયા ત્રણ લાખ પચાસ હજાર કરોડ એમએસએમઇ ક્ષેત્રે કાર્યરત નાના વેપારી તથા નાના કારખાનેદારને ફરી શ‚ કરવા અને અર્થતંત્રને મજબુત કરવા સરકાર દ્વારા સંયુકત રીતે પ્રયાસ થઇ રહેલ છે. આ બાબતે વડાપ્રધાને એમએસએમઇ ક્ષેત્રે કાર્યરત નાના વેપારીઓ તથા નાના ઉઘોગકારોને પેકેજ આપ્યું છે આ પેકેજ જુદા જુદા પ્રકારના કેવા ફાયદા આપે છે તે બાબત કેન્દ્રના એમએસએમઇ વિભાગના કેબીનેટ મંત્રી નીતીનભાઇ ગડકરી માર્ગદર્શન આપનાર છે. ઇલેકટ્રોનિકસ માઘ્યમ દ્વારા વેબ સેમીનારનું તા.પમી જુનને શુક્રવારે બપોરના ૧૨.૩૦ થી ૧ વાગ્યા સુધી રાખવામાં આવેલ છે.
કાર્યક્રમના મુખ્ય પેનેલીસ્ટ તરીકે કેન્દ્રના એમએસએમઇ વિભાગના કેબીનેટ કક્ષાના મંત્રી નીતીનભાઇ ગડકરી ઉપસ્થિત રહેનાર છે. આપણા વિસ્તારના નાના વેપારીઓ તથા ઉઘોગકારો તેમની સાથે પ્રશ્ર્નોતરી સમય દરમિયાન વેપાર ઉઘોગના પ્રશ્ર્નો અંગે ચર્ચા કરી શકશે.
સેમીનારમાં ભાગ લેવા કોઇપણ ચાર્જ વગર વોટસએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે. વોટસએપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા ઉપપ્રમુખ રાજીવભા દોશી (મો. નં. ૯૮૨૫૧ ૪૮૯૫૯) તથા ઉપપ્રમુખ કાંતિભાઇ જાવીયા (મો. નં. ૯૪૨૬૨ ૦૧૬૩૩) ડાયરેકટર મયુરભાઇ શાહ (મો. નં. ૯૪૨૬૭ ૩૨૩૯૬) પર નોંધ કરાવવાથી કાર્યક્રમ અંગેની લીન્ક આપવામાં આવશે. આ કાર્યક્રમ નાના વેપાર ઉઘોગના સંચાલકોને ખુબ જ માહિતીપ્રદ અને ઉપયોગી હોય વધુમાં વધુ વેપારીઓએ ભાગ લેવા ગ્રેટર રાજકોટ ચેમ્બરે અપીલ કરી છે.

આર્થિક વિકાસમાં એમએસએમઇ ક્ષેત્રમાં ઉઘોગનું મહત્વ
વિશ્ર્વમાં જે દેશોમાં નાના ઉઘોગો આધારીત વિકાસ થયો છે તે દેશોનું અર્થતંત્ર મજબુત રીતે આગળ વધી રહ્યું છે. જેના દાખલા સમાન ચાઇના, જાપાન, જર્મની વગેરે દેશો આપણી સમક્ષ છે. જાપાનનું અર્થતંત્ર ૧૯૪૨ ના બીજા વિશ્ર્વયુઘ્ધ દરમિયાન નષ્ટ થયું છે. પરંતુ ત્યાંની પ્રજામાં રહેલ રાષ્ટ્રપ્રેમ અને ટેકનોલોજી તથા સાયન્સ પ્રત્યેનો અભિગમ અને સુજાવના કારણે અનેક નાના પાયાના ઉઘોગોનો વિકાસ થયો. નાના એવા દેશોમાં ઔઘોગિક ક્રાંતિ સર્જાતા તે દેશના ગ્રામ્ય વિસ્તારના નાના ક્ષેત્રો સુધી ઔઘોગિક વિકાસ સર્જાયો છે. આવા નાના ઉઘોગોને કારણે જ ત્યાંના અર્થતંત્રને મજબુતી મળી છે.

આપણા અર્થતંત્રની ગાડીના પૈડા કૃષિ અને ઉઘોગ
આપણા દેશમાં પણ અર્થતંત્રના એન્જીનને ચલાવવામાં મુખ્યત્વે બે પૈડા પર આધારીત છીએ. એક ખેતી વિષયક ઓઘોગિક વિષયક આમ આ બન્ને ક્ષેત્રે આપણા દેશમાં રહેલ માનવશકિતને કામે લગાડી વધુમાં વધુ રોજગારી આપી શકાય તેમ છે. આ બાબત આપણા જે તે સમયના સત્તાધીશો તથા આર્થિક બાબતોના નિષ્ણાતોએ ઘ્યાનમાં લઇ બન્ને પૈડા ઓને સમાન કક્ષા પ્રદાન કરી આપણી આર્થિક ગાડીને પાટા પર વહેતી મુકી છે અને તેથી જ ટુંકા સમયમાં આપણે વિશ્ર્વમાં આર્થિક ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

મહામારી અને તેની સામેની માનવીય લડાઇ
હાલમાં સમગ્ર વિશ્ર્વ કોરોના વાઇરસ દ્વારા પ્રભાવીત થયું છે. અને આ મહામારી વિશ્ર્વના અગ્રણી દેશોમાં મોટા પ્રમાણમાં પ્રભાવીત કરી રહી છે. તેથી બચવા વિશ્ર્વના વિકસીત દેશો અને વિકાસશીલ દેશો આ મહામારી દુર કરવાની દવાઓ શોધી રહ્યા છે અને આ વાઇરસના પ્રકાર વિશે શોધ કરી રહ્યા છે. આ બાબતે હજુ સુધિ વિશેષ જાણકારી મળી શકી નથી ત્યાં સુધી આપણે આ મહામારીને કુદરતી પ્રકોપ ‚પે સ્વીકારવાનું જ રહે છે.
જે પગલા વિશ્ર્વના આરોગ્ય નિષ્ણાંત લોકો દ્વારા સુચવવામાં આવે તે પગલા લેવા જ‚રી છે. તેથી આપણા દેશમાં ગત તા. ૨૩-૩-૨૦ થી સર્વે પ્રકારની પ્રવૃતિઓ એટલે કે વેપાર, ધંધા વ્યવસાય, ઉઘોગો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયલયો તેમજ રસ્તાઓ ઉપર કે રેલવે દ્વારા તેમજ હવાઇ સેવા દ્વારા પણ આવન જાવન બંધ કરવામાં આવેલ છે. ટુંકમાં અર્થ ઉપાર્જનની સર્વે પ્રકારની પ્રવૃતિઓને લોકડાઉન સમયમાં બંધ રાખવા બંધ રાખવા જાહેર કરી છે. રાજકીય આગેવાનોને આશા હતી કે આ પ્રકારના કોરોના વાઇરસની એક ખાસ સાઇકલ હોય ,છે. તે સાઇકલ દરમ્યાન જ તેનો ફેલાવો થતો હોય છે. આ સાઇકલનો પીરીયડ સામાન્ય રીતે ર૧ દિવસ ગણવામાં આવતો હતો તેથી જ આપણા દેશમાં જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ લોકડાઉન જાહેર કર્યુ ત્યારે જણાવેલ કે, આપણા ભૂતકાળના યુગમાં મહાભારતનું યુઘ્ધ થયું જેની લડત ૧૮ દિવસ સુધી આલી અને અંતે નીતિનો વિજય થયો. તેમજ આપણે કોરોના સામે ર૧ દિવસની લડાઇ સાથે મળીને કરવાની છે. અને આશા વ્યકત કરેલ કે ર૧ દિવસમાં આપણો વિજય નિશ્ર્ચિત પણે થશે.

કોરોના લડાઇની ભારતની અર્થતંત્ર પર અસર
આપણે સૌ જાણીએ છીએ તેમ કોઇપણ યુઘ્ધમાં થતી લડાઇ દરમ્યાન મનુષ્ય વધ તેમજ વપરાતા શસ્ત્રોને કારણે આર્થિક રીતે પણ ઘણું નુકશાન સહન કરવાનું આવતું હોય છે. તે પ્રમાણે આ કોરોના સામેના યુઘ્ધમાં પણ આપણે અનેક મનુષ્યોના જાન જોખમ લીધેલ છે. અને આપણા અર્થતંત્ર પર તેની ગંભીર અસર થઇ રહી છે. સ્વાભાવિકપણે સમગ્ર દેશમાં આવેલ વેપાર ઉઘોગો જયારે બંધ છે ત્યારે તેના દ્વારા થતી આર્થિક ઉપાર્જન પણ અટકી ગયું છે. તેથી આપણા અર્થતંત્રને ગંભીર અસર થઇ રહી છે.

ભારતીય અર્થતંત્રમાં એમએસએમઇનું મહત્વ
રાષ્ટ્રમાં ઉઘોગો આધારીત અર્થતંત્રનો વિકાસ રહ્યો છે. અને તેમાં પણ નાના અને મઘ્યમ કક્ષાના ઉઘોગો દેશના આર્થિક વિકાસના માપદંડ સમાન જી.ડી.પી. (ગ્રોસ ડોમેસ્ટીક પ્રોફીટ) માં એટલે કે આપણી આવક જાવકનો જે રેશીયો છે તેમાં આ ઉઘોગો ર૮ ટકા જેવો મહત્વનો ફાળો આપી રહ્યા છે. અને આપણા નિકાસમાં પણ ૪ર ટકા જેવો મહત્વનો ફાળો પ્રદાન કરે છે તેમજ આપણા જેવા વધુ વસ્તીવાળા રાષ્ટ્રમાં માનવ શકિતનો સારી રીતે ઉપયોગ કરી રોજગારી પુરી પાડી રહેલ છે. આવા ઉઘોગો લોકડાઉન સમયમાં બંધ રહેતા બેરોજગારી સર્જાઇ છે. તેમજ આર્થિક રીતે પણ આપણી ગતિવિધિ ‚ધાઇ ગયો છે. જેની અસર આપણા જીવનધોરણમાં પણ આવી રહી છે.

માલ પરિવહન ખર્ચમાં સરકાર સહભાગી બની સહાય આપે
આપણું રાષ્ટ્ર ખૂબજ વિશાળ રાષ્ટ્ર હોય. રાષ્ટ્રના એક છેડે આવેલ ઔદ્યોગિક એકમને કાચો માલ બીજા છેડા પરથી હજારો માઈલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ભોગવી લાવવો પડતો હોય છે તેમજ ઔદ્યોગિક ઉત્પાદન થયેલ માલની બજાર પણ સમગ્ર રાષ્ટ્રસ્તરે હોયલાંબા અંતર સુદી માલ મોકલવાનો રહેતો હોય જેથી માલ પર ટ્રાન્સપોર્ટેશનનું ખર્ચ ઘણું ઉંચુ લાગતુ હોય છે. આ ખર્ચમાં પણ સરકાર દ્વારા સહયોગ આપી સહાય કરવી જોઈએ.

ઉઘોગો ફરી શરૂ કરવા નાણાંકિય ફંડની જરૂરીયાત
ઉઘોગ ચલાવવા ઉઘોગકારને જોઇતા પુરતા પ્રમાણમાં ફંડની પ્રવાહિતા જ‚રી છે. આ ફંડ સામાન્ય સંજોગોમાં સમયસર નાણાકીય સર્કયુલેશન થતું રહેતું હોય ફંડ પ્રવાહિતામાં ઘટાડો અનુભવી શકાતો નથી પરંતુ આ આર્થિક સર્કલ અટકી ગયું હોવાથી ઉઘોગકારોનું ફંડ જુદી જુદી જગ્યાએ ફસાઇ અને રોકાઇ ગયું હોય છે. તે ફંડ ફરીથી સર્કયુલેશનમાં આવે ત્યાં સુધી વધારાના નાણાની પ્રવાહિતા પુરી પાડવી જરુરી બની રહે છે. તેથી સરકારે ઓછામાં ઓછા વ્યાજના ભારણથી નાણાકીય સંસ્થાઓ દ્વારા આવા એમએસએમઇ સેગ્મેન્ટના વેપારી અને ઉઘોગકારોને નાણાકીય સંસ્થાનઓ દ્વારા સરળ શરતોથી ધિરાણ‚પે પુરા પાડવા જોઇએ.
આ ધિરાણનું ભારણ ઓછામાં ઓછું રહેવું જોઇએ. જેથી ઉઘોગોની પ્રોડકટની ઉત્પાદન કિંમતને કોઇ ગંભીર અસર ન થાય તે જોવું જરૂરી બની રહે છે.
આ અંગે અમારું સુચન છે કે રાષ્ટ્રની રીઝર્વ બેન્ક દ્વારા રીવર્સ રેપો રેટ એટલે કે બેન્કોને મળતા નાણા પરનું વ્યાજ જે ચાર્જ થાય તે પર વધુમાં વધુ ૧.૫ રાષ્ટ્રીયકૃત તથા ખાનગી બેન્કોના ચાર્જ‚પે ગણી ઉઘોગકારોને ૪.૫ કે પ ટકા દરે નાણા પુરા પાડવા જોઇએ.

લોકડાઉન મુકિત બાદ એમેઅસએમઇ ઉઘોગ ફરી શરૂ કરવા પ્રશ્ર્નો અને ઉકેલ અંગેના સુચનો
હવે જયારે દેશ ક્રમશ: લોકડાઉન સમયમાંથી મુકિત તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ધીમે ધીમે આપણા ઉઘોગોને છુટછાટ આપી ફરી ચાલુ કરવા પ્રયત્ન કરી રહ્યા છીએ. જેથી આપણા રોજગારીના પ્રશ્ર્નો તથા આર્થિક પ્રશ્ર્નોમાં રાહત મળવી શ‚ થાય આવા ઉઘોગોને ફરી શરૂ કરવા માટે આપણે અનેક પ્રકારના પ્રશ્ર્નો સામે ઝઝુમવાનું રહે છે. અને આ પ્રશ્ર્નોમાં ઝઝુમવા માટે ઉઘોગકાર તથા સરકારે સાથે મળી ઉઘોગોને ફરી ધમધમતા કરી અર્થતંત્રને ફરી ગતિમાન કરવા તરફ આગળ વધવાનું રહેશે.
ઉઘોગોને ફરી કાર્યાન્વીત કરવા હાલમાં નીચે જણાવ્યા મુજબના અગત્યના પ્રશ્ર્નોનો ઉકેલ કરવો જ‚રી બની રહે છે.

માનવ શકિતની જરૂરત અને કુશળ માનવ શકિતની ફરી ભરતી
હાલના સંજોગોમાં કોરોના વાઇરસના કારણે સર્જાયેલ સ્થિતિને કારણે સમગ્ર દેશમાં માનવજાત માટે ભયનું વાતાવરણ સજાયું હોય ને ઉઘોગોમાં કામ કરતા પરપ્રાંતના વતની ઔઘોગિક કામદારોમાં પણ ભયનું લખલખુ પ્રવર્તતા તેઓ પણ માનવ સહજ વૃતિથી ભયભીત બની પોતાના વતનમાં રહેલ કુટુંબ પાસે કુટુંબ સાથે ઘર જવા નીકળી ગયા છે. ત્યારે ઉઘોગોમા: કામ કરતા ઔઘોગિક કામદારોની પણ અછત સર્જાઇ છે. આવા સંજોગોમાં ઉઘોગોને સ્થાનીક કામદારો મારફત કામ ચલાવવાનું રહે છે. તેથી કદાચ થોડા સમય માટે ઔઘોગિક ઉત્૫ાદન પર પણ અસર થઇ શકેઆ અંગે અમારું સુચન છે કે ઓછા કામદારોમાં વધુ પ્રોડકશન મેળવવા કામના કલાકો વધારી કામદારોને વધુ વેતન આપી ઉઘોગો કાર્યરત કરી શકાય. તેમજ પરપ્રાઁતિય કામદારોની જગ્યાએ સ્થાનીક કામદારોની ભરતી વધારીને કામ ચલાઉ કાર્ય મેળવી શકાય તેવા પ્રયત્ન કરવા જોઇએ અને આવા ઉઘોગોમાં વધુ સમય કાર્ય કરવા કામદારોને પ્રોત્સાહીત કરવા સરકાર તરફથી પણ નાણાકીય પ્રોત્સાહક પગલા જાહેર કરવા જોઈએ જેથી ઉદ્યોગોને કામદારોના પ્રશ્ર્નમાં સરળતા રહે.
કાચા માલના પૂરતા જથ્થાની જરૂરિયાત માટે પરિવહનન વ્યવસ્થા
લોકડાઉન સમય દરમિયાન માલની આવન જાવન બંધ રહેવાને કારણે કેટલાક ઉદ્યોગોમાં કાચા માલની અછત ઉભી થઈ હોય અને કાચા માલનો પૂરતો સ્ટોક રહેલ ન હોય ઉદ્યોગના ઉત્પાદન પર તેની અસર પડતી હોય છે. આવા સંજોગોમાં ઉદ્યોગકારોએ કાચો માલ તાત્કાલીક મેળવવા વધુ નાણાંકીય સગવડઉભી કરવી પડે તેવા સંજોગોમાં નાણાંકીય સંસ્થાઓએ ટ્રાન્સપોર્ટેશનમાં રહેલ માલ પર આભાસી રિણ કરી સરળતાથી નાણા મળી રહે તેવી યોજનાઓ કરવી જોઈએ. જેથી કાચા માલની તંગી સર્જાય નહી અને ઉદ્યોગો વ્યવસ્થિત રીતે ઉત્પાદન કરી શકે.

વપરાશ તથા ફયુલ વપરાશ પર લાગતા અન્ય ખર્ચ કે સરકારી વેરા અંગે
સરકાર દ્વારા કે ખાનગી સંસ્થાઓ દ્વારા ઉદ્યોગોને પુરી પાડવામાંઆવતી વીજળીના દરમાં રાહત આપી તેમજ વીજબીલમાં જુદા જુદા અનેક પ્રકારના ચાર્જ અલગથી લેવામાં આવે છે. તેવા ચાર્જ હાલનાં છ કે આઠ માસ સમય દરમિયાન ન લગાડીને ઉદ્યોગોને રાહત આપવી જોઈએ તેમજ વિધુત વપરાશ ખર્ચ કે ચાર્જ પર લગાડવામાં આવતો વિધુત કરની રકમ સંપૂર્ણ પણે માફ કરવી જોઈએ જેથી ઉત્પાદન ખર્ચમાં ખાસ્સો ફાયદો થઈ શકે . અને ઉત્પાદક પોતાના ઉત્પાદનને રાષ્ટ્રીય કે વૈશ્ર્વિક બજારમાં રહેલ હરીફાઈમાં વહેચી શકે.

ઉત્પાદિત માલની બજાર તથા ઉંચી પડતર કિંમત અંગે સૂચનો
આપણા ઉત્પાદનોને બે પ્રકારની બજાર મળી રહેતી હોય છે. રાષ્ટ્રીય બજારમાં એટલે કે ડોમેસ્ટીક માર્કેટમાં ઉત્પાદીત માલનું વેચાણ થતું હોય છે. અને આપણા રાષ્ટ્રીય કક્ષાના ગ્રાહકો આ માલનો વપરાશ મોટા પ્રમાણમાં કરતા હોય મોટી બજાર મળી રહે છે. પરંતુ હાલમાં આપણુ અર્થતંત્ર લોકડાઉન સ્થિતિમાં હોય ગ્રાહકની ખરીદ શકિત પર ગંભીર અસર થઈ છે. તેથી વપરાશકાર ગ્રાહકના હાથ પર નાણાંનો અભાવ છે. એટલે કે, વપરાશકાર દ્વારા મૂડીનો વપરાશ ખર્ચ ઓછો થાય છે. જેથી વપરાશકાર ખરીદી કરતા ન હોય ઔદ્યોગિક ઉત્પાદનને બજાર મળવી મુશ્કેલ બને છે. વપરાશકારના માનસ પર આ લોકડાઉન સ્થિતિની ગંભીર અસર પડતા વપરાશકારની માનસિકતા પોતાની આવક પૈકી જીવન જ‚રી ખર્ચ સિવાયનો ખર્ચ નહી કરવાનું તથા વધુમાં વધુ બચત કરી આવતા ભવિષ્ય વિશે માનસિક ભય હોય, તેવી સ્થિતિ સર્જાઈ છે.જેથી ઉત્પાદીત ચીજ વસ્તુઓની માર્કેટ પર ગંભીર અસર થઈ છે. ત્યારે આ તબકકે વપરાશકારની ખરીદી શકિત વધારવા અને ઉત્પાદીત માલોની માલ વધશરવા અમા‚ સૂચન છે. કે ક્ધઝયુમર્સ ડયુરેબલ જેવી કે, રેફીજરેટર, એરકંડીશનર, સ્કુટર, ઘરઘંટી, વોશીંગ મશીન, ગ્રાઈન્ડર વગેરે જેવી વસ્તુઓ બાય બેકમાં ખરીદ કરી જે તે કંપનીઓએ તેને સ્ક્રપ કરી લોકોને નવી વસ્તુઓ આપવાની યોજના કરવી જોઈએ.આ યોજનામાં નવી વસ્તુની કિંમતમાંથી સ્ક્રેપ કરવામાં આવતી વસ્તુની કિંમત બાદ કરી બાકી રહેતો તફાવત પૈકી ૯૦ ટકા રકમ બેંકો દ્વારા કે નાણાંકીય સંસ્થાઓ દ્વારા ઓછા વ્યાજના દરે ધીરાણ કરી લોકોને નવી વસ્તુ લેવા પ્રોત્સાહિત કરવા જોઈએ, હાલમાં ગુજરાત સરકારે  રૂ.૧ લાખ સુધીનું ધિરાણ સબસીડાઈઝ વ્યાજના દરે એટલે કે ૨ ટકાના દરે એમએસએમઈ ક્ષેત્રને આપવા યોજના બનાવી છે. આ યોજના જો વ્યકિતગત ધોરણે લાગુ પાડવામાં આવે તો ઉપરોકત જણાવેલ વસ્તુની માંગ ઉભી થાય અને ઉદ્યોગોને માકેટ પ્રાપ્ત થઈ શકે.
આમ ઉપરોકત જણાવેલ મુદા જોઈએ તો રીહેબીલેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ ફાઈવ એમ (૫.એમ.) એટલે કે (૧એમ) મૂડી પ્રવાહીત (૨એમ) રો મટીરીયલ્સ અવેલીબીલીટી તથા ક્ધટીન્યુટી (૩એમ) મેનપાવર કુશળ કારીગરો, અર્ધકુશળ કારીગરો અને બીનકુશળ કારીગરોની અવેલીબીલીટી (૪એમ) મેનેજમેન્ટ ઉત્પાદન ખર્ચ નિયંત્રણના આધારે માર્કેટમાં વેચાણ કિંમત નીચે લાવવાના પ્રયત્નો ઓછા વ્યાજના દરે કે ઓછા ખર્ચે ચાલુ મૂડીની વ્યવસ્થા વીજ વપરાશ કે ફયુઅલ વપરાશ પર નિયંત્રણ તથા લાગતા વેરા અંગે સહાય મેળવવી વગેરે વ્યવસ્થા કરવી તે અંગેનું મેનેજમેન્ટ કરવું જ‚રી. (૫એમ) માર્કેટ ઉપરોકત જણાવ્યા મુજબ ઉત્પાદિત વસ્તુની બજાર મેળવવા અંગેની બાબતને સાંકળી લેવા એટલે માર્કેટ ઉભી કરવા અંગેના પ્રયત્નો તેવું માની શકાય અને આ પાંચ એમને સાકાર કરવા સરકાર, ઉદ્યોગકાર તથા નાણાંકીય સંસ્થાના વહીવટકારના સમન્વયથી કે એકબીજાના આધારથી ઉદ્યોગને ફરી પાટા પર વેગવંત બનાવવા આ પાંચ એમ તથા સહકાર અને સમન્વય પર આધારિત છીએ.
ઔદ્યોગિક ઉત્પાદનનો ઉત્પાદન ખર્ચ નિયંત્રણમાં રાખવા અંગે સૂચનો
ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ પણ નિયંત્રણમાં રહી શકે તે માટે કેટલાક મહત્વના નીચે જણાવેલ મુદા ધ્યાનમાં લેવા અને આ મુદાઓ અંગે સરકાર તરફથી સહાય‚પ સહકાર મળી રહે જેથ ઔદ્યોગિક ઉત્પાદનની ઉત્પાદન કિંમત અગાઉ મુજબ સ્થાયી રહી શકે. નાણાંકીય સહાયના વ્યાજના દર વ્યાજબીપણે હોવા જોઈએ તેમજ નાણાંકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા ધિરાણો અંગેના વ્યાજ સીવાયના સેવાકીય ચાર્જ કે અન્ય બેંકીંગ સેવાકીય ચાર્જ ખૂબજ વ્યાજબી દરે હોવા જોઈએ અને જ‚ર જણાયે આ ખર્ચમાં સરકાર તરફથી સહભાગી થવું જોઈએ. જેથી ઉત્પાદન ખર્ચમાં ઓવરલોડીંગ ન થાય અને ઉત્પાદન વ્યાજબી કિંમતે મેળવી શકાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.