અતિયારના સમયના દરેક લોકોને સ્વાસ્થ્યને લઈ ને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. હવે યુવા પેઢી હોય કે વૃદ્ધ પણ બધાને સ્વસ્થ્ય સંબંધી પરેશાની તો હોય જ છે. અને ખાસ કરીને સ્વસ્થ્યની વાત કરી તો કમરનો દુખાવો એ બધા લોકો માટે એક સામાન્ય પરેશાની બની ચૂકી છે અને તેના માટે લોકો ઘણી વિલાયતી દવા પણ કરે છે પણ તેનાથી કોઈ ખાસ રાહત થતી નથી તો આજે આપણે જાણીશું ઘરગથ્થું ઉપચાર વિષે જેનાથી કમર સંબંધી સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે.
તો જાણો જાણીએ થોડા ઘરગથ્થું ઉપચાર
- અજમો અને ગોળ સરખે ભાગે મેળવી સવાર સાંજ ખાવાથી કમરનો દુ:ખાવો મટે છે.
- સૂંઠ અને ગોખરૂ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરી રોજ સવારે પીવાથી કમરનો દુ:ખાવો મટે છે.
- સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાક્વાથી કમરનો દુ:ખાવો મટે છે.
- ખજૂરની પાંચ પીશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુ:ખાવો તેમજ દુ:ખતાં સાંધામાં આરામ થાય છે.
- સૂંઠ અને હીંગ નાંખી તેલ ગરમ કરી માલીશ કરવાથી કમરનો દુ:ખાવો તથા શરીર જકડાઇ ગયું હોય તો તે પણ મટે છે.
- રાઇના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલીશ કરવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
- આદુના રસમાં સહેજ મીઠું નાંખી તેનું માલીશ કરવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે, ડોકી રહી ગઈ હોય તો તે પણ મટે છે.
- જાયફ઼્અળને સરસીયાના તેલમાં ઘસી માલીશ કરવાથી જકડાયેલા સાંઘા છુટા પડે છે, અને સંધિવા મટે છે.
- લવીંગનુ તેલ ઘસવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
- ઘાણા ૧૦ ગ્રામ અને સૂંઠ ત્રણ ગ્રામ લઈ વાટી તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાંખી પીવાથી પડખાનો દુ:ખાવો છાતીનો દુ:ખાવો મટે છે.
- સૂંઠ, સાહજીરા અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી સર્વ પ્રકારના શૂળ મટે છે.
- જીરૂં, હિંગ અને સિંધવની ફ઼્આકી ઘી સાથે લેવાથી શૂળ મટે છે.
- સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાંખીને પીવાથી સંધિવાનો દુ:ખાવો મટે છે.
- દોઢ બે તોલા મેથી રોજ ફ઼્આકવાથી વા મટે છે.
- કોઇપણ પ્રકારના શુળ પડખા, છાતી, હૃદય કે માથામાં દુ:ખાવો હોય તો તુલસીનો રસ ગરમ કરી તેના પર માલીશ કરવાથી તરત આરામ થાય છે અને બે ચમચી તુલસીનો રસ પી જવો.
- મેથીને થોડા ઘી માં શેકી તેનો લોટ કરવો, તેમાં ગોળ, ઘી ઉમેરીને લાડુ બનાવી લેવા આ લાડુ ૮-૧૦ દિવસ સુધી ખાવાથી કમરનો દુ:ખાવો અને સંધીવા મટે છે. જક્ડાઇ ગયેલા અંગો છુટા પડે છે અને હાથે પગેથતી કળતરા મટે છે.