ગોંડલ: જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર હુમલો
ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા બે ભાઈઓ પર જુની અદાવત ના કારણે બે શખ્સોએ પાઇપ વડે હુમલો કરતા એક ભાઈને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. ’તું અમારી લફમાં શું કામ વચ્ચે પડે છે?’ તેમ કહી શખ્સો પાઇપ વડે તૂટી પડ્યા હતા.
અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં ભગત પરા વિસ્તારમાં રહેતા અને કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા મયુરભાઈ બાબુભાઈ બાબરીયા (ઉ.વ.30) અને તેના નાના ભાઈ સાગર બાબુભાઈ બાબરીયા (ઉ.વ.28) પર રાહુલ અને નિલેશ નામના શખ્શોએ બે દિવસ પહેલા પાઇપ વડે હુમલો કરતા બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મયુરભાઈને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે બંને ભાઈઓએ પોલીસને જણાવ્યું હતું કે તેમના મૃતક ભાઈ વિશાલ બાબરિયાએ આપઘાત કરી લીધો હતો. રાહુલ અને નિલેશને અગાઉ વિશાલ સાથે ઝઘડો થયો હતો. જેનો ખાર રાખી ગઇ કાલે રાહુલ અને નિલેશને લપ ચાલતી હતી. તેમાં મયુર અને સાગરને અમારી લપમા શુકામ વચ્ચે પડો તેમ કહી માર મારતા બંનેને સારવારમાં ખસેડાયા છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.