27મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ભારત સરકારે આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન (અઇઉખ)ની શરૂઆત કરી હતી. આ મિશનનો ધ્યેય ભારતના તમામ નાગરિકોને ડિજિટલ હેલ્થ આઈડી પ્રદાન કરવાનો હતો, જે તબીબી રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચવાની સુવિધા આપે અને તબીબી ક્ષેત્રે આધુનિકતા લાવી સરળ વાર્તાલાપ શક્ય બની શકે, જેથી તબીબ અને દર્દી નો સમયનો વ્યય અટકાવી શકાય. આ ઈંઉ એ 14-અંકનો ઓળખ નંબર છે, જેનો ઉપયોગ ભારતમાં ગમે ત્યાંથી થઈ શકે છે. આમ, તમે કોઈપણ ભૌગોલિક અવરોધો વિના સમગ્ર ભારતમાં તબીબી વ્યાવસાયિકો સાથે તમારી સ્વાસ્થ્ય અંગેની માહિતીને સરળતાથી આપ – લે કરી શકો છો. અઇઉખ નો ઉદ્દેશ્ય દેશ માટે એક ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. જે કાર્યક્ષમ, સુલભ, વ્યાજબી, સમયસર અને સુરક્ષિત રીતે સાર્વત્રિક હેલ્થ કવરેજને આધાર રૂપ થઈ શકે. આ મિશન હેલ્થ સર્વિસની કાર્યક્ષમતા, અસરકારકતા અને પારદર્શિતામાં સુધારો કરવાની અપેક્ષા રાખે છે. તે લોકોને બન્ને, જાહેર અને ખાનગી સ્વાસ્થ્ય સેવાઓને એક્સેસ કરવાની પસંદગી પ્રદાન કરે છે. જ્યારે હેલ્થકેર પ્રોફેશનલ્સ પાસે સારું હેલ્થકેર પ્રદાન કરવા માટે દર્દીઓના તબીબી ઇતિહાસનો વધુ સારો એક્સેસ પ્રાપ્ત થઈ શકે તે હેતુ સાથે કામગીરી કરે છે.
હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી દ્વારા દેશની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં ખાનગી અને જાહેર ક્ષેત્રે હેલ્થ ફેસિલિટી સશક્ત
આયુષ્માન ભારત ડિજિટલ મિશનના ભાગ રૂપે, આધુનિક અને પરંપરાગત દવાઓની સિસ્ટમ્સમાં તમામ હેલ્થકેર પ્રોફેશનલ્સનો વ્યાપક ભંડાર બનાવવામાં આવશે. હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (ઇંઙછ) માં નોંધણી કરાવીને હેલ્થકેર પ્રોફેશનલ્સ ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ સાથે જોડાવવાની, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (ઇંઙછ)
હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી (ઇંઋછ) કરવાની સવલતો પૂરી પાડે છે. ઇંઙછ ની જેમ જ હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપક ભંડાર છે. ઇંઋછ માં ખાનગી અને જાહેર સ્વાસ્થ્ય બંને હેલ્થ ફેસિલિટી સામેલ છે. જેમાં ક્લિનિક, હોસ્પિટલો, નિદાનાત્મક પ્રયોગશાળાઓ અને ઇમેજિંગ કેન્દ્રો, ફાર્મસીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ રજિસ્ટ્રી ભારતની ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમમાં હેલ્થ ફેસિલિટીને સશક્ત બનાવશે.
હેલ્થ આઈડીમાં દર્દીની પહેલે થી માંડી છેક સુધીની નિદાન – સારવારની હિસ્ટ્રી પ્રાપ્ત થાય છે
અઇઉખ મિશન હેઠળ, વ્યક્તિઓને હેલ્થકેર પ્રદાતાઓ વચ્ચે ઓળખની પ્રક્રિયાને પ્રમાણિત કરવા માટે હેલ્થ ઈંઉ બનાવવાની સલાહ આપવામાં આવે છે. ઞઇંઈંઉ (યુનિવર્સલ હેલ્થ ઈંઉ) જારી કરવા માટે, સિસ્ટમ વ્યક્તિની વસ્તી વિષયક, સ્થાન, કુટુંબ/સંબંધ અને સંપર્ક વિગતો સહિત, કેટલીક મૂળભૂત વિગતો એકત્રિત કરે છે. હેલ્થ ઈંઉ વ્યક્તિઓને અનન્ય રીતે ઓળખશે, તેમને પ્રમાણિત કરશે અને તેમના સ્વાસ્થ્ય રેકોર્ડ્સ (માત્ર માહિતી પૂરી પાડવાની સંમતિ સાથે) બહુવિધ હેલ્થકેર સિસ્ટમ્સ અને વિવિધ હિસ્સેદારો સાથે શેર કરશે.
આભા કાર્ડના ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી
જો આપ અઇઇંઅ (આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ) આઇડી કાર્ડની અરજી અને ડાઉનલોડ કરો છો તો તમે નીચેના લાભો મેળવી શકો છો.
તમારી બધી તબીબી માહિતી જેમ કે રિપોર્ટ, નિદાન, દવાના પ્રિસ્ક્રિપ્શનો વગેરે માત્ર થોડી ક્લિક્સ સાથે જ તમારા ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન પર મેળવી શકો છો.
તમારા મેડિકલ રેકોર્ડને હોસ્પિટલો, ક્લિનિક્સ, ડોક્ટરો વગેરે સાથે સરળતાથી શેર કરી શકો છો. આમ, તમે અમુક દુર્ગમ વિસ્તારોમાં પણ તબીબી સંભાળ મેળવી શકો છો.
હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી (ઇંઙછ)ને ઉપયોગ કરી શકો છો. જે ભારતના તમામ ડોકટરોની વિગતોનું સંકલન થનાર છે.
હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી (ઇંઋછ) નો પણ ઉપયોગ કરી શકો છો, જેમાં ભારતમાં તમામ ને સરકારી અને ખાનગી તબીબી સુવિધાની લીસ્ટ ઉપલબ્ધ થનાર છે.
આભા હેલ્થ આઈડી કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઇન કેવી રીતે અરજી કરવી તે અંગેની માહિતી
પ્રાથમિક ધોરણે જોવા જઈએ તો આપ અઇઇંઅ હેલ્થ આઇડી કાર્ડ રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ઉપરાંત અન્ય બે રીત પણ છે. આધાર કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા પણ આપ આઈડી બનાવી શકો છો.
1) આધાર દ્વારા : અઇઇંઅ હેલ્થ ઈંઉ માટે નોંધણી કરાવવા માટે તમારા આધારનો ઉપયોગ કરી શકો છો, જો તે તમારા મોબાઇલ નંબર સાથે લિંક થયેલ હોય. ઘઝઙ પ્રક્રિયા ફરજિયાત હોવાથી આ જરૂરી છે. અથવા જો તમારો મોબાઈલ નંબર તમારા આધાર સાથે લિંક થયેલો નથી, તો તમે અઇઉખ સહભાગી સુવિધાની મદદ લઈ શકો છો.
2) ડ્રાઇવિંગ લાઇસન્સ દ્વારા : જો ડાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કરો છો તો તમે ફક્ત એબીડીએમ પોર્ટલ પરથી નોંધણી નંબર મેળવશો. તે પછી, તમારે તમારી ઓળખ ચકાસવા માટે તમારા ડ્રાઇવિંગ લાયસન્સને નજીકના એબીડીએમ સહભાગી સુવિધામાં જવું પડશે. એકવાર તે પૂર્ણ થઈ ગયા પછી, તમારું અઇઇંઅ હેલ્થ આઇડી જનરેટ થશે.
આભા કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો અંગે માહિતી
અઇઇંઅ રજીસ્ટ્રેશન માટેની ઓનલાઇન નોંધણી માટે સામાન્ય રીતે કોઈપણ ભૌતિક દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર હોતી નથી. જો કે, તમારે તમારું અઇઇંઅ ઈંઉ જનરેટ કરવા માટે નીચેની માહિતી દાખલ કરવાની જરૂર પડી શકે છે. મોબાઇલ નંબર, આધાર નંબર, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (માત્ર નોંધણી નંબર જનરેટ કરવા માટે)
દર્દીને યોગ્ય સારવાર અને ફોલો-અપની ખાતરી સાથે રિમોટલી હેલ્થ સર્વિસ પ્રાપ્ત: દેશમાં હેલ્થકેરનું ભવિષ્ય બનશે ઊજળું
આયુષ્માન ભારત ડિજિટલ મિશન આશાસ્પદ છે. સમગ્ર આરોગ્ય સેવા વિતરણની અસરકારકતા, કાર્યક્ષમતા અને પારદર્શિતામાં નોંધપાત્ર સુધારો કરવાની અપેક્ષા ધરાવે છે. તબીબી ક્ષેત્રે માહિતીને સુરક્ષિત રીતે સ્ટોર કરો અને મેડિકલ રેકોર્ડ્સ ઍક્સેસ કરો આ ઉપરાંત દર્દીઓ તેમના મેડિકલ રેકોર્ડ્સને સુરક્ષિત રીતે સ્ટોર અને ઍક્સેસ કરી શકે અને તેઓ તેમને હેલ્થ કેર પ્રદાતાઓ સાથે પણ શેર કરી શકે તેવી વ્યવસ્થાથી આયોજનબદ્ધ નિર્માણ કરવામાં આવ્યું છે. જે યોગ્ય સારવાર અને ફોલો-અપની ખાતરી કરશે. લોકો પાસે ખાનગી તેમજ જાહેર હેલ્થ ફેસિલિટી અને સેવા પ્રદાતાઓ વિશે વધુ સચોટ માહિતીનો એક્સેસ હશે. વધુમાં, દર્દીઓ ટેલિ-ક્ધસલ્ટેશન અને ઇ-ફાર્મસી દ્વારા રિમોટલી હેલ્થ સર્વિસને એક્સેસ કરી શકે છે. જેથી સમયનો વ્યય થતો અટકશે અને સેવાનો લાભ લેનાર દર્દીઓમાં વધારો થવા પામશે.
સરકાર દ્વારા તબીબી ક્ષેત્રે યોજનાઓ નીતિઓ ઘડવામાં ડેટાનો માહિતીપૂર્ણ નિર્ણય લેવા માટે ઉપયોગ થશે
અઇઉખ પોલિસી નિર્માતાઓને માહિતીપૂર્ણ નિર્ણય લેવા માટે ડેટાનો વધુ સારો એક્સેસ કરવામાં સક્ષમ બનાવે છે. મેક્રો અને માઇક્રો-લેવલ ડેટાની સારી ગુણવત્તા અને એક્સેસિબિલિટી એડવાન્સ્ડ એનાલિટિક્સ, હેલ્થ-બાયોમાર્કર્સનો ઉપયોગ અને વધુ સારી પ્રિવેન્ટિવ હેલ્થકેરને સક્ષમ બનાવશે. તે સરકારને ભૌગોલિક અને જનસાંખ્યિકી-આધારિત દેખરેખ અને યોગ્ય નિર્ણય લેવા, આખરે સ્વાસ્થ્ય કાર્યક્રમો અને નીતિઓના અમલીકરણને ડિઝાઇન અને મજબૂત બનાવવા માટે સશક્ત બનાવશે.
સંશોધકો, નીતિ નિર્માતાઓ અને પ્રદાતાઓ વચ્ચે વ્યાપક પ્રતિભાવની સાંકળ
સંશોધકો એકંદર માહિતીને એક્સેસ કરી શકે છે. કારણ કે તેઓ વિવિધ કાર્યક્રમો અને હસ્તક્ષેપોની અસરકારકતાનો અભ્યાસ કરીને તેનું મૂલ્યાંકન કરી શકવા સક્ષમ બને છે. અઇઉખ સંશોધકો, નીતિ નિર્માતાઓ અને પ્રદાતાઓ વચ્ચે વ્યાપક પ્રતિભાવ સાંકળની સુવિધા આપશે.