ગર્ભાવસ્થાના દિવસો માં ગર્ભવતી મહિલાને ભૂખ ઓછી લાગવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.પરંતુ આ સમસ્યાને ગંભીરતાથી ના લઇ તો મુશ્કેલી થઈ શકે છે.જો ખાવા પીવા માં ધ્યાન ના રાખવામાં આવે તો અવિકસીત બાળક શારીરિક રૂપથી કમજોર થઇ શકે છે.અને માતાને પણ તકલીફ થઈ શકે છે આ પરિવર્તન ના કારણે પુરા શરીરમાં હલન ચલન ચાલતી હોવાને કારણે ગર્ભવતી મહિલાને ભૂખ નથી લાગતી.ગર્ભવતીને ભૂખ લાગવી ખુબ જરુરી છે એટલા માટે ગ્ર્ભવ્તીએ ખુદ અને તેના પરિવારના લોકોએ ધ્યાન રાખવું જોઈએ  એ શું ખાયછે એને શું પસંદ છે.આજે અમને તમને જણાવીશું  ગર્ભવતી ને ભૂખ લગાડવાની ટીપ્સ.

ટીપ્સ

થોડી થોડી વારે ભોજન કરવું

પ્રેગનેન્સીના દિવસોમાં ભૂખ વધારવા માટે ગર્ભવતી મહિલાએ એકસાથે ભોજન કરવાંની જગ્યાએ થોડી થોડી વારે કઈક કઈક ખાતી રહે આમ કરવાથી ભૂખ પણ વધશે અને પેટ પણ ખાલી નહી રહે.

વ્યાયમ કરવું

પ્રેગનેન્સી દરમ્યાન મહિલા પરેશાન રહે છે અને વ્યાયમ પર ધ્યાન દેવાનું બંધ કરી દે છે.ગર્ભાવસ્થા દરમ્યાન હળવું વ્ય્યાયામ કરવું આમ કરવાંથી ગર્ભવતી મહિલાને ભૂખ લાગે છે.વ્યાયામ કરતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી.

જે પસંદ આવે તે ખાઓ

પ્રેગનેન્સી દરમ્યાન મહિલાઓની મેન્ટલી કંડીશન અલગ થઈ જાય છે.આવા દિવસોમાં એને સારુ લાગે એ ખોરાક ધ્યાન આપે બસ એટલું ધ્યાન રાખે કે જે ખોરાક નું સેવન એનાથી એને અથવા ગર્ભ માં રહેલા બાળક ને હાની ના પહોચે.

સવારે આવેલી કમજોરીને દુર કરો

પ્રેગનેન્સી દરમ્યાન મહિલાને સવારના સમયે વધારે કમજોરી લાગે છે આના કારણે એને કઈ પણ ખાવા નું મન નથી થતું અને ભૂખ ખત્મ થઈ જાય છે.સવારે લાગતી કમજોરીને દુર કરો અને ડોક્ટરની સલાહ લો

જંક ફૂડ ના ખાઓ

પ્રેગનેન્સી ના દિવસોમાં જંક ફૂડનું સેવન નાં કરવું જોઈએ જંક ફૂડ તમારું અને તમારા બાળકના સ્વાસ્થ્યય માટે હાનીકારક છે.આના કારણે ભૂખ પણ મરી જાય છે.અને શરીર કમજોર પડી જાય છે.

યોગા

પ્રેગનેન્સીના દિવસોમાં યોગ કરવાથી ભૂખ વધે છે.યોગ માં ઘણા એવા આસન હોય છે જે ભૂખ ને તેજ કરવાં માટે કરવામાં આવે છે.પરંતુ યાદ રાખો આ બધા આસન ટ્રેનરની મદદ વડે કરો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.