આધુનિક જીવનશૈલી અને બીઝી લાઇફ તેમજ શહેરીકરણનાં કારણે યુવક-યુવતીઓ શહેરી જીવન તરફ વળ્યા છે અને તેનો નવો ટ્રેન્ડ એટલે જે યુવક યુવતીઓ એકબીજાને પસંદ કરતાં હોય અને લગ્ન સંબંધ વગર સાથે રહેવા ઇચ્છતા હોય તો તેઓ લીવ ઇન રીલેશનમાં રહેતા હોય છે. જેમાં તેઓ લગ્ન કર્યા વગર પતિ-પત્નિની જેમ રહેતા હોવા છતા બંનેની વ્યક્તિગત લાઇફને પણ એન્જોય કરી શકે છે. જેના માટે બંને એકબીજા સાથે સહમત હોય છે.

normal 1492174247– અહિં એ વાત વિશે જાણીશું કે આ પ્રકારના યુગલો માત્ર શારીરીક સંતુષ્ટી માટે જ નહિં પરંતુ એવા અન્ય કારણો પણ છે જેના માટે લીવ ઇન રીલેશનશીપને સ્વિકારે છે. એવા કારણો એટલે….!

– યુવકો લીવ ઇન રીલેશનશીપ માત્ર સેક્સ માટે જ નહિં પરંતુ એટલા માટે બનાવે છે કે યુવતી સાથે રહી તેની પસંદ-નાપસંદને પણ જાણી શકે.

– લીવ ઇન રીલેશનશીપમાં રહેતા યુગલો એકબીજાને જાણવાની, સમજવાની પૂરી કોશિશ કરે છે તેમજ આ પ્રકારે તેમનો એકબીજા પ્રત્યેનો વિશ્ર્વાસ પણ વધે છે.

– એવા કેટલાય યુવકો હોય છે જે કોઇ કામ એકલા કરવામાં અસમર્થ કે મુશ્કેલી ભોગવતા હોય છે. અને એટલે જ આત્મવિશ્ર્વાસ કેળવવા ગર્લફ્રેન્ડનો સાથ ઇચ્છતા હોય છે. જે તેને લીવ ઇન રીલેશનશીપ દ્વારા મળી રહે છે.

– લગ્ન પહેલાં લીવ ઇન રીલેશનશીપમાં રહેવાથી એક બાબતનો અનુભવ મળે છે કે લગ્ન બાદ પાર્ટનર સાથે કેમ એડજેન્ટ થવું તેને કઇ રીતે સમજવો અથવા સમજવી તેની પસંદ નાપસંદ કઇ રીતે ઓળખાય વગેરે બાબતોનો  જાણ આસાનીથી મળી રહે છે.

– પ્રેમની બાબતમાં યુવતીઓ થોડી કંન્ફ્યુજ હોય છે તે જલ્દીથી નથી દર્શાવતી કે સાથી પાસેથી તે કેવી અપેક્ષાઓ રાખે છે. જ્યારે લીવ ઇન રીલેશનશીપમાં રહેવાથી તે પોતાની ચુપ્પીથી પણ તેની અપેક્ષઓ વર્ણવી શકે છે કે તેને માત્ર સેક્સ નહીં પરંતુ કેર અને રીસ્પેક્ટ પણ જોઇએ છે.

news 2613

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.