દેશભરમાં કોરોના વાઈરસે અત્યાર સુધી 1,38, 536 લોકોને તેના સંકજામાં લીધા છે. અને તેનાથી 4,024 લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે જ દેશભરમાં અત્યાર સુધી 57,691 લોકો સારવાર બાદ સાજા થયા છે.દેશમાં સૌથી વધારે સંક્રમિતોની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. અહીં 50,231 લોકો સંક્રમિત અને 1,635 લોકોના મોત થયા છે.
બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 16,277 લોકો સંક્રમિત થયા છે અને 112 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 14,063 દર્દીઓ સાથે ગુજરાત ત્રીજા નંબરે છે.
રવિવારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 1635 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા. માત્ર મુંબઈમાં કોરોના દર્દીઓમાંથી 988 લોકોના મોત થયા છે. તમિલનાડું દેશું આઠમું રાજ્ય બન્યું છે જ્યાં 100થી વધુ લોકોના મોત થયા છે.
કોરોનાના વધતાં જતાં કેસોના કારણો ની વાત કરીએ તો…દેશમાં લોકડાઉન, સોશિયલ ડિસ્ટેંસિંગ બધું જ થઇ રહ્યું છે પરંતુ કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. તેનું એક મોટું કારણ લોકડાઉન 3.0માં આપવામાં આવેલી છૂટછાટ હોઇ શકે છે.
તેના અંતર્ગત દેશમાં દુકાનો ખોલવામાં આવી, લોકોને એક ચોક્કસ સમયમાં ઘરોમાંથી નીકળવાની આઝાદી આપવામાં આવી, કારણ કે દુકાનો બંધ હોવાથી ઇકોનોમિક એક્ટિવિટીઝ થોભી ગઇ હતી,
આથી લોકોના ભૂખ્યા મરવાની નોબત આવી ગઇ હતી. તો બીજીબાજુ લોકડાઉનની શરૂઆતથી અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂર પોતાના ઘર તરફ પલાયન થઇ રહ્યા છે જેમાંથી ઘણા બધા લોકો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન પણ કરી રહ્યા નથી.