મહાસાગરોના રંગ બદલાવાથી મનુષ્યની પ્રજાતિ માટે પણ ભયાનક સાબિત થશે… 

WhatsApp Image 2023 08 18 at 10.46.53 AM

મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT) અને યુનાઇટેડ કિંગડમના નેશનલ સેન્ટર ફોર ઓશનોગ્રાફીના સંશોધકોએ એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જની અસર હવે આપણા દરિયામાં પણ દેખાઇ રહી છે.

આ તાજેતરના સંશોધનમાં એ વાત સામે આવી છે કે છેલ્લા બે દાયકામાં સમુદ્ર પોતાનો રંગ બદલી રહ્યો છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2002 થી 2022 વચ્ચે સમુદ્રના પાણીનો રંગ બદલાયો છે. જર્નલ નેચરમાં ગ્લોબલ ક્લાઈમેટ ચેન્જ ટ્રેન્ડ્સ ફાઈન્ડ ઇન ઈન્ડિકેટર્સ ઓફ ઓશન ઈકોલોજીશીર્ષકમાં પ્રકાશિત થયેલા વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે દાયકા દરમિયાન 56 ટકા સમુદ્ર વાદળીમાંથી લીલો થઈ ગયો છે.

આપણી પૃથ્વીના કુલ વિસ્તારના 70 ટકાથી વધુ વિસ્તારમાં સમુદ્રો છે અને તેમાંથી અડધાથી વધુ સમુદ્રનો રંગ બદલાઈ ગયો છે. ચિંતાની વાત એ છે કે આ પરિવર્તનની ગતિ ખૂબ જ ઝડપી છે. વૈજ્ઞાનિકોના મતે સમુદ્રના પાણીના રંગમાં થતો ફેરફાર ભલે નરી આંખે દેખાતો નથી, પરંતુ આ ફેરફાર માત્ર આશ્ચર્યજનક જ નહીં પરંતુ ભયાનક પણ છે.

Penn ecosystem5 scaled

વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે હવામાન પરિવર્તનને કારણે, સમુદ્રની સપાટી પર ફાયટોપ્લાંકટોન જીવોની સંખ્યા જંગલી રીતે વધી છે. આ જીવો નાના છોડ જેવા દેખાય છે અને છોડની જેમ જ હરિતદ્રવ્ય ધરાવે છે. ક્લોરોફિલના લીલા રંગને કારણે પાણીની સપાટી પણ લીલી દેખાય છે.

વૈજ્ઞાનિકોના મતે, સમુદ્રનો રંગ બદલવો એ ભવિષ્ય માટે ચિંતાજનક સંકેત છે કારણ કે ફાયટોપ્લાંકટોનના નિર્માણથી સમુદ્રમાં અન્ય દરિયાઈ જીવો માટે જગ્યા ઘટી રહી છે અને પાણીમાં ઓક્સિજનની અછતને કારણે તેમના જીવન જોખમમાં છે.

માત્ર દરિયાઈ જીવો જ નહીં પણ માનવીની મોટી વસ્તી પણ દરિયાઈ જીવન પર નિર્ભર છે.

ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો સી ફૂડ પર નિર્ભર છે, પરંતુ દરિયામાં આવા ડેડ ઝોન બનવાથી દરિયાઈ જીવસૃષ્ટિ ખતમ થઈ જશે અને તેનાથી માનવીની આજીવિકા સામે પણ ખતરો ઉભો થશે. બ્રિટનના નેશનલ ઓશનોગ્રાફી સેન્ટરના અહેવાલ મુજબ, માનવીય ગતિવિધિઓથી સમગ્ર ઇકોસિસ્ટમ ગંભીર રીતે પ્રભાવિત થઈ રહી છે અને સમુદ્રના પાણીનું વાદળીથી લીલા રંગમાં પરિવર્તન એ ઈકોસિસ્ટમમાં પરિવર્તનનો સંકેત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.