હાલ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારી ચાલી રહી છે. રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને અનુલક્ષીને પ્રચાર પ્રસાર કરવામાં આવી. ઉમેદવારો દ્વારા લોકોને અનેક વાયદા અને વચનો આપવામાં આવે છે.ચૂંટણી પેહલા ઉમેદવારો લોકોને શું પ્રશ્ન છે તે પૂછતાં હોય છે. પરંતુ આ લોકો શું સાચે આ ઉમેદવાર આપેલા વાયદા અને વચનો પૂરા કરે છે.?
આજ બાબતને લઈને વાંકાનેરના શહેરીજનોનું કઈક અલગ જ કેવું છે. ત્યાના લોકો, વેપારીઓ અને ઉદ્યોગપતિ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે અહી ઘણા વિકાસના કામો થયા નથી. જ્યારે ગામડાના લોકોને પુછવામાં આવ્યું તીરે તેમણે તો ખબર જ ન હતી કે તે ત્યાના ધારા સભ્ય કોણ છે. મોરબી જિલ્લાનો સૌથી મોટો તાલુકો વાંકાનેરમાં ઘણા વિકાસના કામો થયા નથી.
જેમાં વાંકાનેરમાં બિસ્માર માર્ગો, ખેડૂતોના પ્રશ્ન, સહિત ઘણી બધી સમસ્યાઑને લીધે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાંકાનેરના વેપારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે અહી ઔધોગિક એકમોનું નિર્માણ થઈ શકે તેવી ભોગોલિક સ્થિતિ પણ છે છતાં અહી કોઈ વિકાસ થયો નથી, અહી સીસીટીવી, લાઈબ્રેરી જેવી ઘણી સમસ્યાઓ છે