નવું નવુ માતૃત્વ માતાને માટે પણ પડકાર હોય છે.
ફોરેન કંટ્રી જે વિકસીત દેશો છે ત્યાં એવો ટ્રેન્ડ પ્રચલિત છે કે જ્યારે બાળક છ મહિનાનું થાય ત્યારે તેને માતા સાથે સુવડાવવામાં નથી આવતું અને જેના કારણે માતાએ અમુક અંશે તણાવનો સામનો કરવાનો વારો આવે છે. તો આવો જોઇએ કે કેવી પરિસ્થિતિ સર્જાય છે ?
એક અભ્યાસ મુજબ જે મમ્મીઓ છ મહિનાનાં બાળકને સાથે સુવડાવે છે તેવી માતાઓ ૭૬% ડિપ્રેસનમાં હોય છે. આ ઉપર ૧૬% પોતાની ઉંઘની આદત બાબતે વધુ ફિટીસાઇઝ કરે છે.
આ ઉપરાંત તેમને બાળકની ઉંઘ બાબતે પણ વધુ ચિંતા સતાવતી હોય છે. તેમજ અન્ય લોકો પણ બાળકની ઉંઘ બાબતે ઠપકો આપે છે ત્યારે પોતાની જાતને જ કોસે છે. એ બાબત કોઇ પણ વ્યક્તિ માટે સારી નથી.
એક અભ્યાસમાં ૧૦૩ વાલીઓનો અભ્યાસ એક વર્ષ સુધી કરવામાં આવ્યો જેમણે નવજાત શિશુને જન્મ આપ્યો હોય તેવા વાલીઓનો સમાવેશ કરાયો હતો.
જેમાં ૭૩% પરિવાર એક માસનાં બાળકને જ એકલું સુવાની આદત પાડતુ હતું. ૫૦% પરિવાર ત્રણ માસના બાળકને એવી આદત પડાવતું હતું. બાકીનાં ૩% લોકો છ મહિનાના બાળકને એકલું સુવડાવવાની આદત પડાવતું હતું.
એ છત પણ જો બાળક સાથે સુતુ હોય અને કંઇ પરેશાની ન થતી હોય તો પણ અપૂરતી ઉંઘ તો થાય છે.
આમ બાળકને સાથે સુવડાવવું એ ખરાબ નથી પરંતુ તેનાથી વાલીઓમાં અપૂરતી ઉંઘના કારણે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે. તેવા સમયે બાળકને અલગ સુવડાવવું એ સારો વિકલ્પ સાબિત થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com