બૂકસેલર, ઇલે. રીપેરીંગ દુકાનો, ફલોરમીલ, બેકરી, મોબાઇલ રિચાર્જ કરનારા દુકાનો ખોલી શકશે
લોકડાઉનમાં શહેરી વિસ્તાર બહારના નાના ઉઘોગો શરૂ કરાયા બાદ હવે જે વિસ્તારોના કોરોનાની અસર નથી તેવા વિસ્તારોમાં પણ ધીમે ધીમે ધંધા સાથે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ શકે તે માટે સરકારે પ્રવાસો હાથ ધર્યા છે. સરકારે લોકડાઉનમાં નકકી કરાયેલા નિયમોના પાલન કરવા સાથે નાના રોજગાર માટે કેટલાક છૂટછાટો આપી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા સુધારા મુજબ હવે વિઘાર્થીઓને શૈક્ષણિક સાધનો વેચતી દુકાનો (બુક સેલર) તથા ઇલે. પંખા વેચનાર તથા રીપેરીંગ કરનારા લોકડાઉનમાં પાળવાની તકેદારીની શરતો સાથે વ્યવસાય ચાલુ કરી શકશે.
નવી યાદી મુજબ કૃષિના કામો ઉપરાંત ખેતીવાડી, ફળફળાદી, બિયારણ લાવવા લઇ જવા, આયાત નિકાસ વગેરે કામગીરી કરી શકાશે. આ ઉપરાંત બંદરો પર પેક હાઉસ, ઇન્સ્પેકશન વગેરે કામગીરી કરી શકાશે, બંદરો પરથી માછી મારી, હેરાફેરી કરી શકાશે.
આ ઉપરાંત મધમાખી ઉછેર, તેની આંતર રાજય હેરેફેર કરી શકાશે. સામાજીક વનીકરણ અંગે વૃક્ષોરોપણ વગેરે કામગીરી કરી શકાશે. શાકભાજી, ફળફળાદીના સંશોધન કેન્દ્રો પોતાની કામગીરી શરૂ કરી શકાશે. આ ઉપરાંત ફલોર મીલ, બ્રેડ ફેકટરી બેકરી ખોલી શકાશે.લોકડાઉનના સયમાં લોકોની સંદેશો વ્યવહાર વ્યવસ્થા ન ખોરવાય અને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે મોબાઇલ રિચાર્જની દુકાનો પણ ખોલી શકાશે.
નોંધનીય છે કેે, લોકડાઉન દરમિયાન ૨૦ એપ્રિલથી કોરોના વાયરસની અસર ઓછી હોય તેવા સ્થળોએ લોકડાઉનમાં કેટલીક છુટછાટ આપવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન લોકડાઉનમાં શહેરી વિસ્તાર બહારના નાના ઉઘોગો શરૂ કરાયા બાદ હવે જે વિસ્તારોના કોરોનાની અસર નથી તેવા વિસ્તારોમાં પણ ધીમે ધીમે ધંધા સાથે જનજીવન રાબેતા મુજબ શરૂ થઇ શકે તે માટે સરકારે પ્રવાસો હાથ ધર્યા છે. સરકારે લોકડાઉનમાં નકકી કરાયેલા નિયમોના પાલન કરવા સાથે નાના રોજગાર માટે કેટલાક છૂટછાટો આપી છે. આગામી સમયમાં નિયમોને આધીન વર્તન થશે તો જ આ છુટછાટનો લાભ મળશે જો નિયમો તુટશે તો છુટછાટ મળશે નહીં.