દેશમાં એવી કેટલીય સગવડતાઓ હોય છે જેનાથી આપણે અજાણ હોઇએ છીએ. ખૂબ ઓછા લોકો જાણે છે કે આપણાં દેશમાં પેટ્રોલ પંપ પર કેટલીક વસ્તુઓ ફ્રીમાં મલે છે જ્યારે પેટ્રોલિયમ મંત્રાલય અને ઓઇલ કંપનીઓ સમય-સમય પર આ સુવિધાઓની જાણકારી આપતી આવી છે છતા પણ કેટલીક વાર લોકો આ ફ્રીની સુવિધાથી અજાણ રહેતા હોય છે તો આવો જાણીએ કે કઇ-કઇ સુવિધાઓ પેટ્રોલ પંપ પર ફ્રીમાં હોય છે.
– હવા ચેક કરવાની સુવિધા
સામાન્ય રીતે લોકો વાહનોના વ્હિલની હવા ચેક કરાવવાનાં રુપિયા ચુંકવે છે પરંતુ પેટ્રોલ પંપ પર આ સુવિધા એકદમ નિ:શુલ્ક આપવામાં આવે છે ત્યારે કેટલાંક લોકો પોતાની ઇચ્છા ત્યાં પૈસા ચુંકવે છે.
– ઇમરજન્સી કોલની સુવિધા…..
જો ક્યારેય તમારો મોબાઇલ ફોન ખરાબ થયો હોય અથવા અન્ય કારણોસર તમારી પાસે કોમ્યુનીકેશનના સાધન ન હોય અને તમારે ઇમરજન્સી કોલ આવે છે તો તમે પેટ્રોલ પંપમાંથી એક ફ્રી કોલ કરી શકો છો.
– શૌચાલયની સુવિધા…..
પેટ્રોલ પંપ પર શૌચાલયની સુવિધા બીલકુલ ફ્રી હોય છે એના માટે તમારે કોઇ કિંમત ચુંકવવાની રહેતી નથી અને આ નિર્ણય સરકાર દ્વારા જ લેવામાં આવ્યો છે.
– ફસ્ટ એડ બોક્સની સુવિધા…..
દરેક પેટ્રોલ પંપ ફસ્ટ એડ બોક્સની સુવિધાએ અનિવાર્ય છે અને જરુર પડ્યે એનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. તો હવે ક્યારેય પણ આ પ્રકારની સુવિધાની જરુર પડે અને પેટ્રોલ પં૫ નજીક હોય તો ફ્રીમાં સુવિધા લેવાનું ચુંકશો નહિં.