સ્ત્રી જ્યારે માતા બનવાની હોય છે ત્યારે તેને ખાશ કાળજી લેવાની જરૂરત રહે છે જેનાથી બાળક તંદુરાસ્ત આવે. પરંતુ શું એ નવ મહિના માત્ર સ્ત્રીઓને જ પોતાની કાળજી રાખવાની હોય છે  તો તેનો જવાબ છે ના, પુરુષો એ પણ તેના પિતા બનવાની ફરજો એ નવ મહિના નિભાવવાની આવે છે . ખરેખર તો એમાં એવું છે કે જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે અનેક પ્રકારના હોર્મોનિકલ બદલાવ આવે છે ત્યારે સ્ત્રીના વિચારો અને શારીરિક અવસ્થામાં તેને તેના પાર્ટનર પાસેથી ખાશ કાળજીની અપેક્ષાઓ રહેલી હોય છે. તો આવો જોઈએ કે કેવી અપેક્ષાઓ રાખે પ્રેગનેન્ટ લેડી પોતાના સાથી પાસેથી….?????

આ તેની ખુદની ઈચ્છા નથી …

સ્ત્રીના ગર્ભ ધારણ દરમિયાનના નવ મહિનામાં અનેક પ્રકારના હોર્મોન્સનું પ્રમાણ વધી જાય ક્જે જેના દ્વારા સ્તનપાન અને બાળકના વિકાસમાં લાશ થાય છે પરંતુ તેવા સમયે અનેકવિધ ફેરફાર થવાથી સ્ત્રીને ત્યારે શાંત રહેવાની અને શાંતિપૂર્ણ વાતાવરણની જરૂરત હોય છે. જે તેનો સાથી પૂરું પડી શકે છે.

ગર્ભાવસ્થામાં સ્ત્રીઓને અનેક ચિંતાઓ સતાવે છે…

સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન કેટલી બૂક વાંચે છે કે કેટલા ફિલ્મ જોવે છે એની ચિંતા કરવાની જરૂરત નથી પરંતુ સ્ત્રીઓને એ ચિંતા મુખ્યત્વે સતાવતી હોય છે કે બાળક સ્વસ્થ છે કે નહીં, બાળકના જન્મ સમયેની પરિસ્થિતી કેવી હશે?, તેના ન્યુટ્રિશનલની જરૂરિયાતની ચિંતા વગેરે . તેવા સમયે આ દરેક વાતને તે કોઇની સાથે શર કરી શકે અને યોગ્ય માર્ગદર્શન મેડવી શકે એ જરૂરી છે ત્યારે તેનો સાથી તેની ઉપાધીઓમાં ખંભાથી ખંભો મિલાવીને રહે એવી સ્ત્રીની અપેક્ષા હોય છે.

પ્રેગનેન્ટ લેડી ડિસેબલ નથી હોતી…

ગર્ભમાં જ્યારે બાળક વિકાસ પામતું હોય છે ત્યારે સ્ત્રીને વ્હારીને લગતા અનેક પ્રશોનો સામનો કરવાનો વારો આવે પરંતુ ત્યારે તે નબડી કે અશક્ત સાબિત નથી થાતી અને એવા સમયે તેના સાથીએ પણ તેને પૂરતો સાથ આપવો જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ભૂલવાની બીમારી થાય છે ત્યારે…?

નવ માહિના દરમિયાન ઊંઘ ઓછી આવવી અથવા સાવ ના આવવી, હોર્મોન્સ ચેંજ થવા, સ્ટ્રેસ વધવો, આ દરેક લક્ષણના કારણે સ્ટ્રોને અનેકવાર વસ્તુઓ અને વાતો ભુલાઈ જાય છે ત્યારે તેના સાથી પુરુષે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને અને તેના પર સતત નજર રાખવી જોઈએ.

પુરુષએ ભૂલથી પણ આવું ના કહેવું જોઈએ…

સ્ત્રી જ્યારે પ્રેગનેન્ટ હોય છે તીરે તેને અનેક શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવાનો આવે છે ત્યારે એની સરખામણી પુરૂષોને એવી તકલીફો નથી ભોગવવાની આવતી તો ભૂલથી પણ પુરુષે સ્ત્રીના પ્રેગનેન્ટ હોવાને પોતાની જાત સાથે સરખાવવી ના જોઈએ.

પુરૂષોએ કામેચ્છા પ્રત્યે કાળજી રાખવી જોઈએ…

સામાન્ય સંજોગોમાં સમાગમ અને ગર્ભાવસ્થા દરમિયાન સંભોગ કરવો એ બંને વાત અલગ છે, જેમાં ગર્ભનો વિકાસ થવાથી સ્ત્રીનું પેટ પણ વધ્યું હોય છે જે સેક્સની વિવિધ પોઝિશનમાં અવરોધરૂપ સાબિત થાય છે તેમજ અન્ય સમસ્યાઓ પણ ઉદભવે છે.

પુરુષોની નવ મહિનાની કાળજી રંગ લાવે છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.