એ ગ્રેડના ખેલાડીઓ માટે ર કરોડ, બી ગ્રેડના ખેલાડીઓ માટે ૧ કરોડ, સી ગ્રેડના ખેલાડીઓ માટે ૫૦ લાખની સ્કાયપે દ્વારા વિરાટે કરી માંગાણી..
ચીફ કોચ અનીલ કુંબલે અને સ્કીપર વિરાટ કોહલીએ હૈદરાબાદ ખાતે એ ગ્રેડના ખેલાડીઓ માટે આવકમાં ૧૫૦ ટકા વધારાની માગણી કરી હતી. આ અંગેની વિગતો સાથેનું પ્રેઝન્ટેશન એડમીનસ્ટ્રેટર કમીટી તેમજ બી.સી.સી.આઇ.ના સીઇઓ રાહુલ જોહરી તથા જોઇન્ટ સેકેટરી અમિતાભ ચૌધરી અને ટ્રેઝરર અનિરુઘ્ધ ચૌધરી સમક્ષ રજુ કર્યુ હતું.
આ સમયે કોહલી હૈદરાબાદ ખાતે હાજર નહોય તેમણે આ પેનલ સાથે સ્કાઇપે દ્વારા સંપર્ક કરી રજુઆત કરી હતી.જે મુજબ ગ્રેડએ ના ખેલાડીઓને હવેથી ર કરોડ, ગે્રડ બીના ખેલાડીઓને ૧ કરોડ, અને ગ્રેડ સીના ખેલાડીઓને ૫૦ લાખ આપવા જણાવ્યું હતું. આ અંગે આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે અનીલ કુંબલે અને વિરાટ કોહલી બન્ને ખેલાડીઓએ એ ગ્રેડના ખેલાડીઓ માટે સમગ્ર સીઝન દરમ્યાન પાંચ કરોડ સુધી ફાળવવામાં આવે તેવી માંણી કરી હતી.
આ અંગેની તપાસ દરખાસ્તો કુંબલે અને કોહલી પાસેથી સાંભળ્યા બાદ બીસીસીઆઇ ઓફીસ ખાતે આ પ્રેઝન્ટેશન પર વિચારવા કરશે એવું વિનોદરાય અને વિક્રમ લિમાયે દ્વારા જણાવવામાં આવ્યું હતું આ અંગે જોહરી, અમિતાભ તેમજ અનિ‚ઘ્ધ દ્વારા તેમની આ માંગણી પર મહોર મારવા માટે એડમિનિસ્ટ્રેશન કમીટીમાં રીપોર્ટ રજુ કરવામાં આવશે. ત્યારબાદ જ ફાઇનલ નિર્ણય લેવાશે.
સમગ્ર મામલો જોતા વિરાટે અને કુંબલે દ્વારા વ્યકિતગત રજુઆત કરવામાં આવી હતી. અને બન્નેને ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓના પર્ફોમેન્સ માટે ચિંતા વ્યકત કરતા આ વધારાની માંગણી કરી હતી. ચેતેશ્ર્વર પૂજારા જેવા ખેલાડીઓ કે જેમને આઇપીએલના કોન્ટ્રાકટ મળી રહ્યા નથી તેમજ પવન નેગી કે જે રણજી ટ્રોફીમાં ૪૫ દિવસના ૮.૫ કરોડ મેળવે છે. ત્યારે તેમની આ જરુરીયાત પર વિચારણા કરાશે. એવું બીસીસીઆઇના સુત્રો દ્વારા ગઇકાલે જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંગે કુબલેએ વિગતવાર પ્રેઝન્ટેશન અંતર્ગત આ માગણી વ્યાજબીસર તેમજ ભારતીય ખેલાડીઓના સ્ટાફને મદદકર્તા હોવાનું જણાવ્યું હતું, કુબલે પોતો તથા બેટીંગ કોચ સંજય બંગાર, ફીલ્ડ કોચ આર શ્રીધર, ટ્રેઇનર, વિડીયો એનલાસ્ટ સહીતના સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.