સુખ સગવડતાના સાધનો આજે ખરીદ્યા પછી જરૂર પડયે પાંચ-સાત વર્ષે ફરીવાર પણ લઈ શકાશે પરંતુ ધો.૧૦ પછી શું તે નિર્ણય તમારે એક જ વાર કરવાનો છે. જીવનમાં આપણે ધણા બધા મહત્વના નિર્ણયો પણ લઈએ છીએ પરંતુ આ બહુ જ મહત્વનો નિર્ણય છે.
ધોરણ ૧૦ પછી શું કરવું ? :- આ સવાલનો જવાબ ઘણા બધા વિકલ્પો ધરાવે છે, આથી થોડી દુવિધા પણ થાય કે આ રસ્તે જવુ કે પેલા રસ્તે. મારો બાળપણનો મિત્ર કે સખી આ કોર્સમાં એડમિશન લે છે તો મારે પણ આ જ કોર્સમાં એડમિશન લેવું જોઈએ એવી લાલચ પણ થાય. સમજીને લેશો / જે પણ નિર્ણય લો તે વિચારીને. પરંતુ આંધળુ અનુકરણ કરવાનો નિર્ણય લેવાની ભુલ ન કરશો.
* જો તમે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરો છો, તો તમારી પાસે વિષયો પસંદ કરવા માટે વધુ વિકલ્પો છે. તમે વૈકલ્પિક રીતે ગણિત અથવા બાયોલોજી વિષય પસંદ કરી શકો છો. કેટલાક વિદ્યાર્થીઓ બંને પસંદ કરે છે. જો તમે ઈજનેર બનવું છે, તો પછી ગણિત પસંદ કરો અને જો તમે તબીબી ક્ષેત્રમાં જવું હોય તો જીવ વિજ્ઞાન પસંદ કરો.
* જો તમે વાણિજય/ કોમર્સ પ્રવાહ પસંદ કરો છો તો આગળ જતા તમે મેનેજમેન્ટ ફિલ્ડમાં આગળ જઈ શકો છો. તેમાં એકાઉન્ટ, આંકડાશાસ્ત્ર, ધંધાકિય સંચાલન, અર્થશાસ્ત્ર વગેરેનો અભ્યાસક્રમ આવશે. ટુંકમાં ધંધાકિય ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, ઓડીટર, કરવેરા સલાહકાર, ઈનસ્યોરન્સ ક્ષેત્ર તથા સ્પર્ધાત્મક પરીક્ષા આપ્યા બાદ આ દિશામાં તમારા કરિયરના દરવાજા ખોલી શકો છો.
* જો તમે આર્ટસ પ્રવાહ પસંદ કરો છો, તો તેમા તમે સાહિત્ય અથવા ઘણા બધા વૈકલ્પિક વિષયોમાંથી યોગ્ય વિષય પસંદ કરી સારામાં સારી કારકિર્દીનું નિર્માણ કરી શકો છો.
ડિપ્લોમાં અભ્યાસક્રમો :- ગુજરાતમાં ધોરણ ૧૦ પછીના પૂર્ણ સમય અને અપ્રત્યવક્ષ અધ્યાયન પઘ્ધતિ હેઠળના ઈજનેરી અને અન્ય ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ કેન્દ્રીષય ડિપ્લોમાં પ્રવેશ સમિતિ દ્વારા આપવામાં આવે છે. ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં ઈજનેરી માટે પસંદ કરી શકો છો. કેટલાક ક્ષેત્રો કે જે તમે પસંદ કરી શકો છો.
ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ છે. એન્જીનીયરીંગ, ઈલેકિટ્રકલ એન્જિનિયરીંગ, ઈલેકટ્રોનિકસ અને કોમ્યુનિકેશન, કમ્પ્યુટર તકનીકી, માહિતી ટેકનોલોજી, માહિતી અને નિયંત્રણ ઈજનેરી, પાવર એન્જિનિયરીંગ, મેચટ્રોનિકસ, હોટેલ મેનેજમેન્ટ અને કટરિંગ ટેકનોલોજી, પ્લાસ્ટિક એન્જિનિયરીંગ, ફેબ્રિકેશન ટેકનોલોજી, કેમિકલ એન્જિનિયરીંગ, કોમ્પ્યુટર એન્જિન્યિરીંગ, એગ્રીકલ્ચર, ઈન્ટીરીઅર ડીઝાઈનીંગ, પ્રિન્ટીંગ ટેકનોલોજી, સિરામિક ટેકનોલોજી, આર્કિટેકચર સહાયકતા, ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ, ધાતશાસ્ત્ર, ટેકસટાઈલ મેન્યુફેકચરિંગ, ટેકસટાઈલ પ્રોસેસીંગ, માઈનિંગ એન્જીનિયરીંગ વગેરે.
ડિપ્લોમાં એન્જિનિયરીંગ–કયાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો જોઈએ :- સૌપ્રથમ તો એક સ્પષ્ટતા ખાસ કરવાની જ‚ર છે કે ડિપ્લોમાં એડમિશન માટે ફોર્મ જમા કરાવતી વખતે, કયા ડિપ્લોમાં કે કઈ કોલેજમાં એડમિશન જોઈએ છે તે પસંદગી દર્શાવવાની નથી. જયારે એડમિશન માટે બોલાવવામાં આવે ત્યારે જ આપણે આપણી પસંદગી (કયા ડિપ્લોમાં અભ્યાસક્રમ/ કઈ સંસ્થા) દર્શાવવાની છે. સામાન્ય રીતે જે મિત્રો એન્જિનિયરીંગ ક્ષેત્રમાં જ કારકિર્દી ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય, પરંતુ ધોરણ ૧૨ સાયન્સનાં અભ્યાસક્રમમાં ઓછા ટકા આવ્યા હોય કે ‘ધોરણ ૧૨ સાયન્સમાં ઓછા ટકા આવશે તો ?’ એવી શંકા હોય તેઓ આ ધોરણ ૧૦ પછીના ડિપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રવેશ લેવાનું પસંદ કરે છે.
ડિપ્લોમાં એન્જિનિયરીંગનાં કયા અભ્યાસક્રમમાં પ્રવેશ લેવો તે સવાલ લગભગ દરેક વિદ્યાર્થી કે વાલીને મુંઝવે છે જ. કયો અભ્યાસક્રમ સારો તે કઈ રીતે નકકી કરવું ? જો કે કોઈ પણ ડિપ્લોમાં અભ્યાસક્રમને સારો કે ખરાબ એમ વર્ગીકૃત ન જ કરી શકાય. જે અભ્યાસક્રમમાં વિદ્યાર્થીને રસ પડે તે જ કોર્સ સારો કહેવાય. દા.ત. ઓટોમોબાઈલ એન્જિનિયરીંગ એ એક બહુ જ સારો અભ્યાસક્ર છે જ. પરંતુ જે વ્યકિત જરા પણ ‘હાથ કાળા કરવા’ ન તૈયારહોય તેને તેમાં જરા પણ રસ નહીં પડે. આથી આપણને જે અભ્યાસક્રમમાં રસ પડે તેવો જ અભ્યાસક્રમ પસંદ કરવો. કારણ જેમાં ઈન્ટ્રસ્ટ હોય તે કોર્સમાં વધુ સારી રીતે અભ્યાસ કરી શકાય.
આપણને કયા કોર્સમાં ઈન્ટ્રસ્ટ પડશે અથવા કયો કોર્સ સારો રહેશે તે નકકી કરવા તમારે જાતે જ સર્વે કરવો પડશે. કેટલાક સવાલોનાં જવાબ મેળવવા પડશે. જેમ કે જે તે ડિપ્લોમાં અભ્યાસક્રમમાં શું શીખવવામાં આવે છે, જે તે કોર્સ કર્યા પછી ઉચ્ચ અભ્યાસની, સ્વરોજગારીની, નોકરીની તકો કેવી છે – કયા ફિલ્ડમાં છે ? આ સવાલોના જવાબ પરથી જ આપણી પસંદગીના ત્રણ-ચાર ડિપ્લોમાં અભ્યાસક્રમ નકકી કરવા. આ અભ્યાસક્રમો કઈ શિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ છે તે જાણી જે તે સંસ્થા વિશે પણ માહિતી મેળવવી. (ભૂતપૂર્વ) વિદ્યાર્થીઓને મળી શકાય.