બોર્ડની પરીક્ષા બાદ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના જુદા-જુદા કોર્સની માહિતી એક ક્લિક પર
આઈટીઆઈ, ડિપ્લોમા, પેટ્રોલિયમ, ફિલ્મ, આર્મી, નેવી અને એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઇચ્છુકો માટે તમામ ઇન્ફોર્મેશન
રાજ્યભરમાં ધોરણ 10 અને 12ના પરિણામ બાદ ભવિષ્યમાં કઈ ફિલ્ડમાં આગળ વધવું તે માટે રાજ્ય સરકાર દ્વારા હર વર્ષે કારકિર્દી વિશેયાંક બહાર પાડવામાં આવે છે. તેમજ અન્ય કોર્સ વિશે માહિતગાર કરવા માટે રોજગાર વિભાગ દ્વારા ’કેરિયર પ્લાનિંગ’ સોફ્ટવેર બહાર પાડવામાં આવે છે. જેમાં હાલ કુલ 2100 જેટલા જુદા-જુદા કોર્સની માહિતી આપવામાં આવે છે.
આ કેરિયર પ્લાનિંગમાં આઈટીઆઈ, ડિપ્લોમા, પેટ્રોલિયમ, ફિલ્મ, આર્મી, નેવી અને એરફોર્સમાં કારકિર્દી બનાવવા ઈચ્છુકો માટે રોજગાર કેરિયર પ્લાનીંગમાં તમામ પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જેમાં કોઈ પણ વિદ્યાર્થી ધોરણ-10 અને 12 પાસ કર્યા બાદ ભવિષ્યમાં ક્યાં ફિલ્ડમાં કેરિયર બનાવવું તેના 2100 કોર્સ પ્લાનીંગમાં આપવામાં આવ્યા છે. અગાઉ આ પ્લાનીંગમાં 1800 કોર્સ ઉપલબ્ધ હતા પરંતુ તેમાં હોવી વધુ 300 કોર્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ પ્લાનિંગ ચાર્ટમાં તમને હર એક ફિલ્ડના વિકલ્પો આપવામાં આવશે.
જેમ કે આર્ટ્સ, કોમર્સ અથવા સાયન્સને લગતા તમામ ફિલ્ડની માહિતી આપવામાં આવે છે. જેના પર ક્લિક કરતાંની સાથે જ ઉમેદવાર જે-તે ફિલ્ડની તમામ માહિતી સુધી પહોંચી જાય છે. આ સાથે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને ટીચિંગ ઇન્સ્ટિટ્યુટોની ઇમેઇલ આઈડી, ફોન નંબર સહિતની માહિતી એક ક્લિક પર મળી જાય છે. આ સાથે વિદ્યાર્થીઓને કેરિયરમાં આગળ વધવા માટે જરૂરી જનરલ નોલેજ પણ આ જ પ્લાનીંગમાં મળી શકે છે.
જેના માટે ઈચ્છુંકોએ રાજકોટ રોજગારનું ’યળાહજ્ઞુળયક્ષિં જ્ઞરરશભય ફિષસજ્ઞિ’ં ફેસબુક પેઇજને ફોલોવ કરવાનું રહેશે. જેના કારણે હવે વિદ્યાર્થીઓને માત્ર એક ક્લિક પર જ ભવિષ્યમાં કારકિર્દી બનાવવા માટે અને તેમાં અનેક વિકલ્પો મેળવવા માટે ખાસ પ્લાનીંગનું આયોજન કર્યું છે.