માછીમારોની સાથોસાથ તેમની હોડીઓ પાછી અપાઈ છે કે નહીં તે પણ સવાલ કર્યો
ભારતના માછીમારો ગલતીથી આંતરરાષ્ટ્રીય સીમા પાર કરીને પાકિસ્તાનમાં પહોચી જાય છે. ત્યારે પાકિસ્તાન સરકાર માછીમારોને તો છોડી દીએ છે.પરંતુ તે માછીમારોની હોડી અને તેનો બીજો બધો સામાન આપતી નથી જેથી માછીમારોની રોજી રોટી છીનવાઈ જાય છે.ત્યારે શું સરકાર માછીમારોને કંઈ સહાયતા કરે છે. આમ પોરબંદરનાં સાંસદ રમેશભાઈ ધડુકે લોકસભામાં પ્રશ્ર્ન કર્યો હતો તેમના આ પ્રશ્ર્નના જવાબ આપતા મત્સ્યપાલન, પશુપાલન તેમજ ડેરી રાજય મંત્રીએ જણાવ્યું હતુકે ભારતીય માછીમારોની ગીરફતારીની સાથે જ સરકાર તાત્કાલીક ધોરણે પગલા લઈ અને પાકિસ્તાન સાથે આ મામલે વાતચીતરી અને માછીમારોને તેમની હોડી સાથે છોડાવવાની તૈયારીઓ હાથ ધરી છે.
તેમજ વધુમાં રાજયમંત્રીએ જણાવ્યું હતુકે ૨૦૧૪થી અત્યાર સુધીમાં પાકિસ્તાનમાંથી ૫૭ હોડિઓ સહિત ૨૦૮૦ માછીમારોને છોડાવ્યા છે. તેમજ માર્ચ ૨૦૧૬માં એક ટીમ દ્વારા ૨૨ ભારતીય હોડીઓની સ્થિતિનું મુલ્યાંકન કરાયું હતુ તટરક્ષકો દ્વારા માછીમારોને બેઠકો દ્વારા માર્ગ દર્શનના સંબંધમાં જાણકારી અપાઈ રહી છે. અને આંતરરાષ્ટ્રીય સીમા પાર ન કરવાનું પણ જણાવાયું છે. તેમજ ભારતીય તટ રક્ષક જહાજ આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા પર દેખરેખ કરે છે.
સરકાર દ્વારા માછીમારો માટે કેન્દ્રીય પ્રાયોજીત યોજના, માછીમારોના વિકાસ માટે પારંપરીક મત્સ્યન ક્રાફટનું યાંત્રીકરણ, જહાજમાં ઉપયોગી સુરક્ષા કીટ, તેમજ માછીમારો માટે આવાસનું નિર્માણ અને તેમને વિમા સુરક્ષા પ્રદાન કરવા માટે સહાયતા સરકાર દ્વારા કરાઈ રહી છે.