અમેરિકા અને તાલીબાનના પ્રતિનિધિ મંડળ વચ્ચે દોહા ખાતે મળેલથી બેઠકી સમાધાનના સંકેતો
અફઘાનિસ્તાનમાં ૧૭ વર્ષથી અમેરિકાના સૈન્ય અને તાલીબાનો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધનો વિરામ થાય તેવી શકયતા સેવાઈ રહી છે. ગત અઠવાડિયે અમેરિકાના ડિપ્લોમેટ અને તાલીબાનના પ્રવકતા દ્વારા દોહા ખાતે બેઠક થઈ હતી. જેમાં યુદ્ધનો વિરામ થઈ શકે તેવા સકારાત્મક સંકેતો મળ્યા હતા.
બન્ને દેશોના પ્રતિનિધિ મંડળ વચ્ચે દોહાની એક હોટલ ખાતે થયેલી બેઠકમાં મિત્રતાભર્યું વાતાવરણ રહ્યું હોવાનો દાવો તાલીબાને કર્યો છે. અલબત આ બેઠકને શાંતિ મંત્રણા નહીં ગણાવવા પણ કહ્યું છે.
ટૂંક સમયમાં આ મુદ્દે ફરીથી બેઠક થશે તેવી ધરપત પણ આપવામાં આવી છે. અમેરિકા અને તાલીબાનના પ્રતિનિધિ મંડળ વચ્ચે થયેલી આ બેઠકમાં અફઘાનિસ્તાન સરકારના અધિકારીઓ પણ સામેલ હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૫માં પણ શાંતિ મંત્રણા કરવાનો પ્રયાસ થયો હતો. જો કે, તેમાં વાંધા વચકા નિકળતા તે મોકુફ રહી હતી. પરંતુ હવે ફરીથી યુદ્ધ વિરામ મામલે આગળ આવવા અફઘાનિસ્તાન સરકારની સલાહી બન્ને પક્ષો તૈયાર યા છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનના અફઘાનિ લડાકુ નિશ હતા. ત્યારબાદ જ ચર્ચા શરૂ થઈ હતી.