ગુજરાતના દરિયાકાંઠેથી મળી આવેલી શાર્કને ટેગીંગ કરી અવલોકનમાં મુકતા ગુજરાતના દરિયાકાંઠાની આ વ્હેલ શાર્ક અરબી સમુદ્રમાં જોવા મળતી શાર્કની મોટી વસ્તીનો એક ભાગ હોવાનું બહાર આવ્યું છે. સૌથી મોટા જળચર પ્રાણી જેવા વ્હેલ શાર્કને બચાવવાની વિશ્ર્વ વ્યાપી ચણવળમાં ગુજરાતનું ખૂબ મોટુ મહત્વ રહ્યું છે. ગુજરાતમાંથી વ્હેલ બચાવ અભિયાનની શરૂઆત થઇ છે અને હવે સમગ્ર વિશ્ર્વમાં તેને આવકાર મળી રહ્યો છે. દરિયાઇ નિષ્ણાંતોના મતે વિશ્ર્વનું આ સૌથી મોટું જળચર વ્હેલ શાર્કની અરબી સમુદ્રમાં સૌથી મોટી વસ્તી છે. અને તે વારંવાર ગુજરાતના દરિયા કાંઠે આવે છે.
દુર્લભ વ્હેલ-શાર્ક સાનૂકુળ તાપમાનની શોધમાં ગુજરાત સુધી પહોંચી જાય છે
ગુજરાતના દરિયાની આબોહવા વ્હેલ-શાર્કને અનુકૂળ હોવાથી હજારો કિલોમીટરોનો પ્રવાસ કરે છે : શાર્ક બચાવ સંરક્ષણના ફાયદા હવે દેખાવા લાગ્યા
ઉત્તરીય અરબી સમુદ્રમાં વ્હેલ શાર્ક મોટા ભાગે ઓસ્ટ્રેલીયા અને અન્ય દેશોમાંથી ગુજરાતના દરિયા કાંઠા તરફ આવતી રહે છે. સામાન્ય રીતે વ્હેલ શાર્ક પોતાને અનુકૂળ હોય તેવા વાતાવરણ અને તાપમાનની માફક પરિસ્થિતિ માટે સમગ્ર દુનિયાના દરિયામાં ફરતી રહે છે. વ્હેલને 24 થી 29 ડિગ્રી સેલ્સિયસનું તાપમાન અનુકૂળ રહે છે. અને ગુજરાતના દરિયા કાંઠા વ્હેલ માટે ઘણું જ સાનુકૂળ વાતાવરણ હોવાથી વ્હેલ વારંવાર ગુજરાત ભળી આવતી રહે છે.
ભારત વાઇલ્ડ લાઇફ ઇન્ટીટ્યુટ કરવામાં આવેલા સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે ગુજરાત સહિત ભારતના દરિયા કાંઠે મળી આવતી શાર્ક એન્ટાર્કટીકામાંથી મળતી પ્રજાતિથી અલગ હોવાનું બહાર આવ્યું છે. વ્હેલ શાર્ક સતત પણે વિહરતું સૌથી મોટું જળચર પ્રાણી માનવામાં આવે છે. તાજેતરમાં જ સેટેલાઇટ ટેગીંગ પ્રોજેક્ટના અભ્યાસમાં તાતા કેમિકલ અને વાઇલ્ડ લાઇટ ટ્રસ્ટ દ્વારા સર્વેમાં વ્હેલ શાર્કની અનેક ખૂબીઓ બહાર આવી છે.
ગુજરાતમાં સરકાર, કોર્પોરેટ ક્ષેત્ર અને સામાજીક સંસ્થાઓ દ્વારા વ્હેલ શાર્ક સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ જ પ્રેરણાદાયી કાર્ય થઇ રહ્યું છે. ગુજરાતમાં વેરાવળના દરિયામાંથી વારંવાર વ્હેલ જોવા મળે છે. તાજેતરમાં ટ્રેકીંગ અભ્યાસમાં ઓસ્ટ્રેલીયન ઇન્ટીટ્યુટ ઓફ મરિન સાયન્સ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ટેગીંગ વાળી વ્હેલ ગરમ અને ઠંડા પાણીના પ્રવાહો વચ્ચે ફરતી હોવાની બહાર આવ્યું છે. ટેંગ કરેલી વ્હેલ શાર્કમાંથી એકે 1322 દિવસમાં 2229 કિલોમીટરની મુસાફરી કરીને અનુકૂળ 24 થી 29 ડિગ્રી તાપમાન વાળા દરિયાની પોતાની મેળે જ તલાસ કરી લીધું હોવાનું બહાર આવ્યું છે.
ટેંગ વાળી વ્હેલ લાલ સમુદ્રથી એડનનો આખાત, અરબી સમુદ્ર, પેસેફિક મહાસાગર અને ઉત્તર અરબી સમુદ્રમાં વિહાર કરતી જોવા મળી હતી. વ્હેલ શાર્કની સ્થાન પર વર્તન ધીમો વિકાસદર, વ્યાપક માચ્છીમારી, પ્રદૂષણ, દરિયામાં માનવ પ્રતિક્રમણ વ્હેલ માટે નુકશાનકારક માનવામાં આવે છે. વ્હેલ એક સાથે ખૂબ મોટુ અંતર કાપી શકે છે. આ જળચર પ્રાણીને સંવેદનશીલ પણ ગણવામાં આવે છે.