- રેલ્વે તંત્રના પારદર્શક વહીવટને વિકાસ માટે કર્મચારીઓની પસંદગીની ઝડપ બનશે આશિર્વાદરૂપ
પશ્ચિમ રેલવે બી ડિવિઝન એલડીસીઈ પ્રતિ યોગી પરીક્ષા સમિતિ એ પસંદગી પ્રક્રિયાને નિશ્ચિત સમયમાં પૂરી કરી એક આગવી સિદ્ધિ મેળવી છે, પશ્ચિમ રેલવાના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે કર્મિક વિભાગના માધ્યમથી એલડીસીઈ પસંદગી પ્રક્રિયા ને ઝડપથી પૂરી કરવાની ઉપલબ્ધિ પશ્ચિમ રેલવેએ મેળવી છે 10ની પેનલ બનાવીને આ કામગીરીમાં ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી દ્વારા લેખિત પરીક્ષા ના પરિણામ બાદ મૌખિક પરીક્ષા અને ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂરી કરીને ગ્રુપ બી ની207 જગ્યાઓ માટે સંયુક્ત જાહેરાત કરવામાં આવી હતી ઓનલાઇન માધ્યમથી1200 થી વધુ અરજીઓ મેળવીને તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેની આ ઝડપી કામગીરીથી કર્મચારીઓના કેરિયર વિકાસ અને રેલ તંત્રમાં પાકદર્શકતા આવશે.