વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિ. રાજકોટ ના મંડળ અધ્યક્ષ જીતેન્દ્ર સતાપરા, સહિત બહોળી સંખ્યામાં રેલવે કર્મચારીઓ હાજર રહ્યા
જે એફ આર ઓ પી એસ તથા એ આઈ આર એફ ના મહામંત્રી શીવા ગોપાલ મિશ્રા ના આદેશાનુસાર જૂની પેન્શન ચાલુ કરવાની માંગ માટે વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયન ના મહામંત્રી જે આર ભોંસલે ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ડી આર એમ ઓફીસ મા 08- થી થી 11-જાન્યુઆરી દરમિયાન ચાર દિવસીય ભૂખ હડતાલ કરી રહ્યા છે. આ ભૂખ હડતાલ મા નિખીલ જોષી ઝોનલ સેક્રેટરી એ આઈ આર એફ ,વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયન રાજકોટ ના મંડલ અધ્યક્ષ જીતેન્દ્રભાઈ સતાપરા, મંડલ સચીવ મયુરધ્વજ ગઢવી, મંડલ ઉપાધ્યક્ષ ઘનશ્યામસિંહ જાડેજા અને આર વી મહેતા તથા અતુલ કોઠારી ડબલ્યુ આર ઈ યુ રાજકોટ ની તમામ બ્રાન્ચ ના ચેરમેન સેક્રેટરી તથા ડબલ્યુ આર ઇ યું ના એક્ટીવ મેમ્બર તથા બહોળી સંખ્યા માં રેલવે કર્મચારીઓ ભૂખ હડતાલ માં હાજર રહ્યા.
જૂની પેન્શન યોજના ની માંગ માટે ડબલ્યુ આર ઇ યુ ના પૂર્વ પદાધિકારીઓ નરેન્દ્ર સિંહ જાડેજા, અભિજિત શાહ, ઘનશ્યામસિંહ સોઢા ,માણેક ભાઈ, જયેશ રાવલ, રમણીક લુણાગરીયા તથ અન્ય સાથી હાજર રહી ઓ પી એસ ની માંગ ને બુલંદ બનાવી હતી.