વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયનના સેવાભાવી કાર્યકર રાજેશકુમાર વી. મહેતાએ તેમના પિતાની સાતમી પુણ્યતિથિ નિમિતે ૭મી વખત રકતદાન કર્યુ હતુ. સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડબેંકમાં તેમના મેનેજીંગ ડિરેકટરની હાજરીમાં રકતદાન કરવામાં આવ્યુ હતુ. બ્લડબેંકમાંથી રકતદાન વિશે વોકહાર્ટમાં દાખલ પેશન્ટને બ્લડની તાત્કાલિક જરૂર હોય તે અંગે ફોન કરવામાં આવ્યો હતો. હાલ કોરાના મહામારીમાં રકતની અછતના સમયમાં રકતદાન કરવા બદલ બ્લડબેંકના એમ.ડી.એ. રાજેશભાઇ મહેતાને બિરદાવીને સન્માનિત કર્યા હતા. બ્લડ બેંકમાંથી ફોન આવ્યો કે બી. બ્લડગૃપની ખૂબજ જરૂરીયાત છે ત્યારે રાજેશભાઇ તાત્કાલિક પહોંચી ગયા હતા અને રક્તદાન કરીને ઓપરેશનમાં દર્દીને મદદરૂપ થયા હતા.
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝના પ્રતિનિધિ રાજેશમહેતાએ કર્યુ ૭૦મી વખત રકતદાન
Previous Articleવડોદરામાં આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના બની મદદગાર
Next Article આઇ-વે પ્રોજેકટ શહેરીજનો માટે આશિર્વાદ કે શ્રાપ?