પશ્ચિમ રેલવે દ્વારા કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રેલયાત્રા કરનાર મુસાફરોને અનુરોધ કરવામાં આવ્યો છે. કે તેઓ પોતાના સંબંધિત રાજય દ્વારા બહાર પાડવામાં આવેલા કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય માર્ગદર્શિકાને વાંચીને તેનું પાલન કરે.
રાજકોટ ડિવિઝનના સીનીયર ડીસીએમ અભિનવ જેફ દ્વારા કોવિડ-19ની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાને લઇ કેટલાક રાજયોએ અન્ય રાજયો સાથે ટ્રેનના માધ્યમથી આવનાર મુસાફરો પર વિવિધ પ્રતિબંધો અને શરતો લાગુ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક રાજયોએ પોતાના સંબંધિત રાજયમાં ટ્રેન પહોંચવાની પહેલા 72થી 96 કલાકની અંદર આર.ટી. પીસીઆર ટેસ્ટ કરાવવો અનિવાર્ય કરી દીધો છે. તથા આ તકે એમ પણ નોંધવામાં આવ્યુ છે કે આ દિશા-નિર્દેશોની જાણકારી ન હોવાના કારણે સ્ટેશનો પર મુસાફરોની મુશ્કેલીઓ વધે છે. તેથી મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વિવિધ રાજયો દ્વારા રજૂ કરાયેલ સ્વાસ્થ્ય માર્ગદર્શિકા અને દિશા-નિર્દેશો વિશે જરૂરી માહિતી મેળવીને તેનું પાલન કરે. પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોવિડ-19 સંબંધિત નિર્ધારીત દંડનીય કાર્યવાહી મુજબ જ પોતાની રેલયાત્રા સુનિશ્ર્ચિત કરે.