વિદ્યાર્થી આલમમાં જાણીતો તેમજ ધૃણાસ્પદ કૃત્ય તરીકે પ્રસિધ્ધ થયેલો શબ્દ એટલે રેગીંગ, રેગીંગ એ ભારતીય સંસ્કૃતિ નથી, પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની દેન છે. જે અત્યંત અશોભનીય અને ધૃણાસ્પદ છે. તેમ છતા હજુ પણ કોઈ કોલેજોમાં અથવા હોસ્ટેલોમાં સિનીયર વિદ્યાર્થીઓ દ્વારા જૂનીયર વિદ્યાર્થીઓ સાથે આવી અણછાજતી ઘટનાઓ કયારેક જાહેરમાં તો કયારેક છાના ખૂણે બનતી હોય છે.
આ અમાનવીય ઘટનાઓ વિશે આજે ચાય પે ચર્ચા અંતર્ગત ‘અબતક’ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોવાઈસ ચાન્સેલર ડો. વિજયભાઈ દેશાણી સાથે ચર્ચા કરીશું.
પ્રશ્ન: રેગીંગની વ્યાખ્યા શું છે?
જવાબ: શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ આ શબ્દથી પરિચિત હોય જ છે. રેગીંગ એટલ મેન્ટલ ઓર ફિઝીકલ એબ્યુસ્ડ એટલે કે કોઈ પણ વિદ્યાર્થીનું સ્વમાન ઘવાય તેવી વાત કરવામાં આવે તે દરેક રેગીંગના દાયરામાં આવે છે. અનેક કોલેજોમાં આવી ઘટનાઓ બને છે જે શરમજનક ગણાય.
પ્રશ્ન: માત્ર મેન્ટલી, ફિઝીકલ એબ્યુસ સિવાય રેગીંગના દાયરામાં અન્ય શું શું આવે છે?
જવાબ: ડિજિટલ યુગમાં રેગીંગનો દાયરો વિશાળ છે જેમકે કોઈના દેખાવ અથવા ચાલવાની રીત પર ટીકા-ટીપ્પણ કરવા એ રેગીંગ છે. કોઈની જ્ઞાતિ, કોઈની ભાષા અથવાતો ડિજીટલના માધ્યમ દ્વારા પણ કોઈનું સ્વમાન ઘવાય તેવી વાત કરવામાં આવે તો એ રેગીંગ જ કહેવાય છે.
પ્રશ્ન: રેગીંગ થયાના કારણો શું હોય છે?
જવાબ: ભારતીય સંસ્કૃતિના મૂળમાં રેગીંગ નથી. વેસ્ટર્ન દેશોમાંથી આવેલી છે. મારી સાથે મારા સિનિયરોએ આમ કર્યું હતુ. તો હું પણ કરીશ, નમને પણ હક છેથ જેવી માનસિક વિકૃતિ છે. રેગીંગ આપણીસંસ્કૃતિમાં વેલકમ અને સપોર્ટ આપવાની પધ્ધતિ છે. સરકાર આના માટે કડક કાયદાઓ પણ ઘડયા છે.
પ્રશ્ન: રેગીંગનું પ્રમાણ છોકરાઓમાં વધુ હોય છે? એવું ખરૂ?
જવાબ: હા સાચી વાત છે. છોકરાઓમાં વધુ હોય છે. કયારેક ગર્લ્સ સ્ટુડન્ટમાં પણ આમ બનતું હોય છે. પણ મોટાભાગે છોકરાઓમાં વધુ જોવા મળ છે.
પ્રશ્ન: માતાપિતાની માનસિક સ્થિતિ કેવી હોય છે? રેગીંગને લઈને?
જવાબ: વિદ્યાર્થીકાળમાં આવી પ્રવૃત્તિ થતી હોય છે. ત્યારે પેરેન્ટસને ખૂબ શરમ અનુભવે છે. વિદ્યાર્થીને શોભે એવું વર્તન કરીએ તોકરિયર, સંસ્કાર ક્રેડીટ, ભવિષ્ય સારૂ બને છે. પરિવારે પેરેન્ટસે આપેલા ભોગનો પણ સ્ટુડન્ટસે વિચાર કરવો જોઈએ.
પ્રશ્ન: રેગીંગની ઘટનાઓ પાછળ જવાબદાર કોણ?
જવાબ: વિદ્યાર્થીઓ આને પરંપરા માને છે. પણ એવું ન હોવું જોઈએ દરેક કોલેજોમાં યુનિ.માં વેલકમ ફંકશન રાખવામા આવે તો નવા વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય.
પ્રશ્ન: હાયર એજયુકેશન જેમકે મેડીકલ એન્જીનીયરીંગમાં આનુ પ્રમાણ વધુ જોવા મળે છે. તેવું આપ માનો છો?
જવાબ: મોટાભાગની ઘટનાઓમાં સરકારનાં ધ્યાનમાં આવ્યું એવી એક ઘટનમાં હિમાચલ પ્રદેશની મેડીકલ કોલેજનાં વિદ્યાર્થીપર થયેલા રેગરંગમાં એ વિદ્યાર્થીનું અંતે મૃત્યુ થયું હતુ. ત્યાર પછી સરકાર અને કોર્ટ હરકતમા આવ્યા અને એન્ટી રેગીંગ એકટ 2009 પછી અને તેના આધારે યુનિ. કોલેજોને સરકારે પરિપત્ર આપ્યો અને એન્ટી રેગીંગ કમિટીની રચના કરવાની સૂચના આપી.
પ્રશ્ન: રેગીંગમાં કઈ-કઈ ઘટનાઓ બનતી હોય છે?
જવાબ: સિનીયરો ભેગા થાય અને જૂનિયરો પાસે કેટવોકથી માંડી ત્રાસદાયક ઘટનાઓ ગુજરવામાં આવે છે. જ્ઞાતિકે લુક વિશે મજાક ઉડાવવામા આવે છે. આવી અનેક ઘટનાઓ રેગીંગમાં આવે છે.
પ્રશ્ન: જે વ્યકિત રેગીંગનો શિકાર થયું છે તેની શારીરીક માનસિક હાલત, અથવા સાઈડ ઈફેકટ કેવી હોય છે?
જવાબ: નવા વાતાવરણમાં દરેક વ્યકિત સેટ થવાનો પ્રયત્ન કરે છે. 12 ધોરણ પછી આવતા વિદ્યાર્થીઓ ઘરના વાતાવરણમાંથી હોસ્ટેલમાં આવે છે. ત્યારે તેને સેટ થતા વાર લાગે છે. એવામાં આ વિદ્યાર્થીઓને નહોમ સિકનેસ ન થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ તેના બદલેતેની સાથે રેગીંગની ઘટના બને ત્યારે તેચિંતામાં મૂકાય છે, ડિપ્રેશનમાં આવી જાય છે. અને ઘણી વખત શુસાઈડ પણ કરી લે છે. ઘણા વિદ્યાર્થીઓ આવી ઘટનાના કારણે અભ્યાસ પણ છોડીદે છે.
પ્રશ્ન: એન્ટી રેગીંગ એકટ સિવાય સંસ્થાનોમાં કોઈ બોડી અથવા સેલની રચના કરવામાં આવી છે?
જવાબ: દરેક યુનિ.માં ભવનોમાં, કોલેજોમાં આ કમિટી બનાવવી ફરજીયાત છે. જેમાં એક વડા અને એક સામાન્ય નાગરિક રાખવો પણ ફરજિયાત છે. સક્ષમ પોલિસ અધિકારી, વગેરેની એક કમિટી બનાવીને દર વર્ષે યુજીસીની ગાઈડલાઈન મુજબ પોસ્ટર બનાવીને મોકલવાના હોય છે. એ પોસ્ટર ડિસ્પ્લેમાં રાખવાનો જેમાં હેલ્પલાઈન નંબર રાખેલો હોય છે. આ પછી એન્ટી રેગીંગ કમિટી દ્વારા કાર્યવાહીક કરવામાં આવે છે.
પ્રશ્ન: નાના સેન્ટરોમાં કે કોલેજોમાં આનો અમલ થતો હોય છે કે કેમ?
જવાબ: યુજીસીની ગાઈડલાઈન મુજબ દરેક કોલેજો નોટીસ બોર્ડ પર દરેક ચીજો મૂકે છે. જોકે હવે રેગીંગ નહીંવત થઈ ગયું છે. કોલેજો, યુનિ. સરકારે કડક પગલા લીધા છે. યુજીસીની ગાઈડલાઈન એવી છે કે નવા વિદ્યાર્થીઓ સાથે જૂના વિદ્યાર્થીઓને સાથે બેસાડીને એક સેમીનાર કરીને તેને સમજાવવામાંઆવે છે.
પ્રશ્ન: રેગીંગ અથવા તેના જેવા કિસ્સાઓ અટકાવવા આના સિવાયના કોઈ પગલા લે ખરા?
જવાબ: રેગીંગ એ માનસિક વિકૃતિ છે. સંસ્કારો જાળવવા એ આપણી સંસ્કૃતિ છે. 50 હજારનો દંડ કે જેલની સજા સુધીની જોગવાઈ પણ છે તેથી દરેક વિદ્યાર્થીએ પોતાની નૈતિક ફરજ સમજીને આનાથી દૂર રહેવું જોઈએ.
પ્રશ્ન: મોટાભાગની કિસ્સામાં ઘરમેળે સમાધાન થઈ જાય છે. પણ તો પણ નમૂનારૂપે કંઈક સજાતો થવી જ જોઈએ તેવું આપ માનો છો??
જવાબ: કોઈપણ વિદ્યાર્થીઓ સાથે આવું બને તો તેને આગળ આવીને ફરિયાદ કરવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને ઘર મેળે સમાદાન કરવાથી સંસ્થાને લાંબે ગાળે નુકશાન થાય છે. જેથી આવું કયાંય દેખાય અથવા અનુભવ થાય તો જાણ કરવી જોઈએ.
પ્રશ્ન: આપની પાસે જાહેર અથવા ખાનગી આવી ફરિયાદો આવી છે?
જવાબ: આવી કોઈ પણ ઘટના આવે તો હું ફરિયાદની રાહ જોતો નથી. તાજેતરમાં એક ઘટન સામે આવી. વિદ્યાર્થીઓ સિનીયર જૂનીયર સાથે ચર્ચા કરીને સુલજાવતા હતા. ત્યારે મેં આવી વિગત જાણી તુરંત રાહજોયા વગર ડીન સાથે ટેલીફોનીક તાગ મેળવ્યો અને કાઉન્સેલીંગ કર્યું અને સૂચના આપી.
પ્રશ્ન: આપ રેગીંગના પ્રવચનો આપો છો તેનો સેન્ટ્રલ આઈડીયા કયા પ્રકારનો હોય છે? અને તેના શ્રોતાઓ કયા પ્રકારના હોય છે?
જવાબ: શ્રોતાઓમાં નવા-જૂના વિદ્યાર્થીઓ સાથે મળીને બેસવાનું ચર્ચા કરવાની સિનીયર જુનીયર વિદ્યાર્થી, પોલીસ, મામલતદાર, ડે. કલેકટર સાથે બેસાડી, રેગીંગની ફિલ્મ બતાવીએ તો તેની ગંભીરતા સમજવા તાકિદ કરવામાં આવે છે. અને કેવી કેવી સજાઓ થાય તથા તેનાથી ભવિષ્યમાં શું નુકશાન થશે. તે દરેકને સમજાવવામાં આવે છે. કાયદાની દરેકને સમજાવવામાં આવે છે. કાયદાની દરેક જોગવાઈઓ આ પ્રવચનમાં મૂકવામાં આવે છે. જેથી આવી ઘટનાઓ અટકાવી શકાય.
પ્રશ્ન: આપ પણ ડોકટર છો તો એ સમયે આ દૂષણ કેટલું હતુ?
જવાબ: મેં જે કોલેજમાં અભ્યાસ કર્યો છે. ત્યાં હજુ સુધી આવું કંઈ બન્યું હોય તેવું મારા ધ્યાનમાં નથી. કારણ કે ડિસીપ્લીન મેઈનટેઈન થાય છે. લગભગ રેગીંગતો હોસ્ટેલમાં બને છે.
પ્રશ્ન: હોસ્ટેલના સંચાલકો સાથે સત્રશતા કયા પ્રકારની સૂચનાઓ શેર કરવામાં આવે છે?
જવાબ: સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં ચાર ગર્લ્સ અને ચાર બોયઝ હોસ્ટેલ છે. અત્યાર સુધીમાં ત્યાં આવી કોઈ ઘટનાઓ બની નથી રેકટર દ્વારા સુંદર કામગીરી કરવામાં આવે છે. દરેક નિયમોનું પાલન કરવામાં આવે છે. રાત્રે 9 પછી હોસ્ટેલની બહાર નહીં સૂચનાનું સ્ટીકટ પાલન કરવામાં આવે છે.
પ્રશ્ન: વિદ્યાર્થીઓને અને વાલીઓને આપ શું સંદેશ આપશો?
જવાબ: આમતો વિષય રેગીંગનો છે. પણ અત્યારના સમયમાં વેકસીનેશન ખૂબ અગત્યનું છે. સૌરાષ્ટ્ર યુનિ.એ પોતાના કેમ્પસમાં કોવિડ કેર હોસ્પિટલ બનાવી વિનામૂલ્યે સેવાઓ આપી છે. યુનિ. કેમ્પસમાં ત્યાર પછી 400 બેડની ઓકિસજન સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર કરી ત્યારબાદ આરટીપીસીઆર ટેસ્ટ સેવા શરૂ કરી અને હવે યુનિ. સાથે સાથે સંલગ્ન 240 કોલેજોનાં દોઢ લાખ વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ વેકસીન લેશે. સરકારે પણ આની નોંધ લીધી છે. આજે સૌ વિદ્યાર્થીઓને અપીલ કરૂ છું કે તમે અને તમારો પરિવાર વેકસીન લઈલો વેકસીન જ કોરોના સામે લડવાનું અમોધ શસ્ત્ર છે.