બે દિવસ વાદળ છાંયુ વાતાવરણ રહે તેવી સંભાવના: લઘુતમ તાપમાનનો પારો ઉંચકાતા બપોરે પંખા ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ

આ વર્ષ શિયાળાની સિઝન બરાબર જમાવટ કરતી ન હોવાની લોકોની ફરિયાદ હજી ચાલુ છે. વચ્ચે એકાદ સપ્તાહ જોરદાર ઠંડી પડયા બાદ વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર તળે શિયાળો સતત અવરોધાઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર વર્તાતા વાતાવરણમાં પલટો નોંધાયો છે વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે કમૌસમી વરસાદ કે માવઠુ પડવાની સંભાવના ખૂબજ ઓછી છે.

આજે રાજકોટમાં લઘુતમ તાપમાનનો પારો ૧૭.૩ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.હવામાન વિભાગના સુત્રોનાં જણાવ્યાનુસાર આજે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૭.૩ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. ગઈકાલનું મહતમ તાપમાન ૩૧.૭ ડિગ્રી સેલ્સીયસ નોંધાતા બપોરનાં સમયે પંખા ચાલુ રાખવા પડે તેવી સ્થિતિ જોવા મળે છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૧ ટકા અને પવનની સરેરાશ ઝડપ ૧૨ કી.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. સૌરાષ્ટ્રમાં ફરી વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર જોવા મળી છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. અને બપોર બાદ આકાશમાંથી વાદળોનું આવરણ ઘટતાની સાથે જ ફરી ઠંડીનુંજોર વધશે.કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૧.૬ ડીગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૪ ટકા નોંધાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.