૨૬મી ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર વધશે: વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ, બપોરે ગરમી: બેવડી ઋતુનો માહોલ
દર વર્ષની સરખામણીએ આ વર્ષે શિયાળામાં કેટલાક રાજયોમાં ઠંડીનું જોર વધતું જોવા મળ્યું હતું ત્યારે આ સીઝનમાં હજુ અઠવાડિયુ સુધી ટાઢ કંપાવે તેવી શકયતાઓ છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ૧લી માર્ચ સુધી હજી સૌરાષ્ટ્ર સહિત ગુજરાત અને દેશભરમાં ઠંડી રહે તેવી શકયતાઓ વ્યકત કરવામાં આવી છે. ફેબ્રુઆરીમાં ભારતના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનુ પ્રમાણ વધતુ નોંધાયું હતું અને તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાનું માલુમ પડી રહ્યું છે જેને કારણે નોર્થ ઈન્ડિયામાં વાતાવરણમાં પલ્ટો નોંધાયો છે.
આ મહિનાનુ છઠ્ઠુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના કેટલાક વિસ્તારોને અસર કરે છે. જેને કારણે ટાઢ માર્ચ સુધી લંબાશે. ગત ૨ માસમાં નોર્થ અને સેન્ટ્રલ ઈન્ડિયામાં તાપમાનમાં આશ્ચર્યજનક ઘટાડો અને બરફ વર્ષા નોંધાઈ હતી અને આ સીઝનમાં સૌથી વધુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નોંધાયુ છે. આગામી બે દિવસોમાં ઠંડા પવનનું જોર વધશે તેવું હવામાન વિભાગના અધિકારી મહેશ પાલાવતે કહ્યું હતું. જો કે, ફેબ્રુઆરી અંત સુધી શિયાળો તો રહેશે જ પરંતુ ફેબ્રુઆરી એન્ડ અને માર્ચની શ‚આતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કોલ્ડવેવની સંભાવના છે. જેને કારણે ગુજરાત તેમજ સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ રહેશે.