હૈદરાબાદ ખાતે આજથી શરૂ થયેલા ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેના બીજા ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના સુકાનીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ લખાય રહ્યું છે ત્યારે વિન્ડીઝની ટીમે ૧૬ ઓવરમાં ૧ વિકેટના ભોગે ૪૩ રન બનાવી લીધા છે.
ટીમમાં નિયમિત કેપ્ટન જેસન હોલ્ડરની વાપસી થતા વિન્ડીઝ ટીમમાં ઉત્સાહનો સંચાર થયો છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે ઈતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
પ્રથમ ટેસ્ટમાં વિન્ડીઝને ભારતે એક ઈનિંગ અને ૨૭૨ રને કારમો પરાજય આપ્યો હતો. આજથી હૈદરાબાદ ખાતે શરૂ થયેલી બીજી ટેસ્ટ મેચમાં વિન્ડીઝના સુકાની હોલ્ડરે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિન્ડીઝનો સ્કોર ૩૨ રને પહોંચ્યો ત્યારે કેરોન પોવેલ અંગત ૨૨ રને અશ્ર્વિનની બોલીંગમાં જાડેજાને કેચ આપી દીધો હતો.
ભારતે પ્રથમ ટેસ્ટની વિજેતા ટીમને મેદાનમાં ઉતારવાના બદલે એક ફેરફાર કર્યો હતો. સાદુળ ઠાકુરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.