પોર્ટ ઓફ સ્પેઇન ખાતે રમાતા શ્રીલંકા ઇન્ડિઝ વચ્ચેના પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડિઝની ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે અને ત્રીજા દિવસના અંતે 360 રનથી આગળ નીકળી ગઈ છે અને હજુ 6 વિકેટ હાથમાં છે.
વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ દાવમાં 414 રનના જવાબમાં શ્રીલંકાની પ્રથમ ઇંનિંગ 185રનમાં સમાપ્ત થઇ હતી જેમાં સુકાની ચંદીમલના 44 અને ડીકવાળા 31 રન સૌથી વધુ હતા.વેસ્ટ ઇન્ડિઝના બોલરો સમ્રગ ઇંનિંગ દરમિયાન છવાયેલા રહ્યા હતા જેમાં કંઈનસે 3 અને રોસે અને ગેબ્રિએલે બબ્બે વિકેટ ઝડપી હતી.
વેસ્ટ ઈન્ડિઝે બીજા દાવમાં ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે 4 વિકેટના ભોગે 131 રન કરી ઇધા જેમાં કે પોવેલ 64 રને અને પ્રથમ દાવમાં સદી ફટકારનાર દાવરીચ 11 રને દાવમાં છે આજે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 500 રણનો ટાર્ગેટ સેટ કરે તેવું લાગે છે.