રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટ્ન: વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, રિષભ પંત અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીને આરામ અપાયો

વેસ્ટ ઈન્ડિઝ ટૂર માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. આ દરમિયાન વનડે ટીમની કેપ્ટનશિપ શિખર ધવન સંભાળશે જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ.રાહુલ, રિષભ પંત અને મોહમ્મદ શમી જેવા સીનિયર ખેલાડીને આરામ અપાયો છે.

વેસ્ટ ઈન્ડિઝ સિરીઝની બે ટી-20 મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાશે. આ બંને મેચ 6 અને 7 ઓગસ્ટના રોજ રમાશે. ગુરુવારે જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમ 22 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાનો પ્રવાસ કરશે. ત્યાં 22 થી 27 જુલાઈ દરમિયાન પ્રથમ ત્રણ વનડે રમાશે. ત્યારબાદ 29 જુલાઈથી 7 ઓગસ્ટ વચ્ચે પાંચ ઝ20 મેચ રમાશે.

ભારતીય વનડે ટીમ: શિખર ધવન (કેપ્ટન), રવીંદ્ર જાડેજા(વાઈસ કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટ કીપર), સંજૂ સેમસન (વિકેટ કીપર), શાર્દૂલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.