ફાસ્ટ બોલરોના અદભૂત દેખાવથી પ્રથમ ઇનિગ્સમાં ઇગ્લેન્ડને ૨૦૪માં ઓલ આઉટ કર્યુ

ઇગ્લેન્ડ વેસ્ટ ઇન્ડીઝની ટેમ સીરીઝ શરૂ થઇ છે. પહેલી ટેસ્ટ મેચમાં જ વેસ્ટ ઇન્ડિઝએ ઇગ્લેન્ડને માત આપી હતી. વેસ્ટ ઇન્ડીઝના બોલર  અને કેપ્ટન નસોન હોલ્ડરએ સૌથી સારો દેખાવ કર્યો હતો. તેમની તરફથી ઇગ્લેન્ડની છ વિકેટ પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે લીધી હતી. ઓલ રાઉન્ડર હોલ્ડરે પરિસ્થિતિને ઘ્યાને લઇ ૪રમાં ૬ વિકેટ લીધી હતી. જયારે સેનોન ગેબરીલએ ચાર વિકેટ લઇ ઇગ્લેન્ડને ર૦૪માં ઓલ આઉટ કર્યુ હતું.

ઇગ્લેન્ડના કેપ્ટન જોઇ રૂટની ગેરહાજરીમાં બેન સ્ટોકસએ ટીમનું કપ્તાનીત્વ કર્યુ છે.ઇગ્લેનડએ ટોચ જીતીને પ્રથમ બેટીંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે વેસ્ટ ઇન્ડીઝના ફાસ્ટ બોલરો દ્વારા સારો દેખાવ કરવામાં આવ્યો હતો.

વેસ્ટ ઇન્ડીઝએ પ્રથમ બોલીંગ બાદ બેટીંગમાં પણ પોતાની અદભૂત દેખાય કર્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝએ પ૩ રનએ એક વિકેટ જ ગુમાવી રમતમાં પોતાનું અનુસાસન બતાવ્યું હતું. દિવસનાં અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝના જોન કેમ્પબેન ર૮ રનથી આઉટ થયો હતો. છતાં વેસ્ટઇન્ડીઝએ હાલ પોતાની રમત પર કાબુ રાખ્યો છે.

કોરોના વાયરસને કારણે ૧૦૭ દિવસ બાદ ઇગ્લેન્ડએ પ્રથમ વખત આંતર રાષ્ટ્રીય મેચનું યજમાની કરી હતી. ટેસ્ટ સીરીઝમાં લોકોના સ્વાસ્થ્યને ઘ્યાને લઇને પ્રેકસ કોને ગ્રાઉન્ડમાં એન્ટી આપવામાં આવી હતી. તેમજ ખેલાડીઓ અમ્પાયર સ્ટાફ બધાનું રોજે હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે. અને બોલરોએ બોલ ચમકાવવા થુકનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝના બોલરોનો અદભુત દેખાવથી ઇગ્લેન્ડેને ર૦૪ રનમાં જ ઓલઆઉટ કરી દેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝે બેટીંગમાં પણ પોતાની હાજરી સારી બતાવી હતી. કોરોના વાયરસને કારણે છેલ્લા કેટલા સમયથી આંતર રાષ્ટ્રીય ક્રિકેટની રમત બંધ હતી ત્યારે લાંબા સમય બાદ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાને લઇ સ્વાસ્થ્યની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.