ગઈકાલે વેસ્ટ ઇન્ડિઝ અને વર્લ્ડ એવાં વચ્ચે રમાયેલા ટી ૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમે વર્લ્ડ ઈલેવનને ૭૨ રને શરમજનક પરાજય આપ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝના ૧૯૯ રનના જવાબમાં વર્લ્ડ ઇલેવન માત્ર ૧૨૭ રન બનાવી શકી હતી વર્લ્ડ ઈલેવનના સુકાની શાહિદ આફ્રિદીએ ટોસ જીતીને પેહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વેસ્ટ ઇન્ડિઝના ઓપનર એન્ડ્રયુ લુઇસે માત્ર ૨૫ બોલમાં પાંચ ચોક્કા અને પાંચ છક્કા સાથે શાનદાર ૫૬ રન ફટકારીને વર્લ્ડ લેવનના બોલરોને કેદ ભાંગી નાંખી હતી.
ક્રિસ ગેઈલે ૧૮ રન કર્યા હતા જયારે સેમ્યુલ ૨૨ બોલમાં ૪૩ અને રામદીને ૨૫ બોલમાં ૪૪ રન ફટકારીને ૨૦ ઓવરના અંતે વેસ્ટ ઇન્ડિઝની ટીમે ૪ વિકેટના ભોગે ૧૯૯ રન ફટકારી દીધા હતા જવાબમાં વર્લ્ડ ઇલેવનની શરૂઆત ભારે હતાશાજનક રહી હતી અને માત્ર ૮ રનના સ્કોર પર તેમના ચાર મહત્વના બેટધરો પેવિલિયન ભેગા થઇ ગયા હતા જેમાં તમીમ ઈકબાલ ૨,રોન્ચી ૦,બિલિંગ ૨ અને દિનેશ કાર્તિક ૦ રનના આઉટ થઇ ગયા હતા જોકે પરેરાએ ૬૧ રન કરીને સ્કોરને ૧૦૦ની પર કુદાવ્યો હતો પણ આખી ટીમ ૧૬.૪ ઓવરમાં ૧૨૭ રન બનાવી શકી હતી