૨૦૦૪માં કેરેબિયન ટીમમાંથી સ્મિથે ડેબ્યૂ કર્યું હતુ.
હાર્ડ હિટિગ વેસ્ટ ઈન્ડીઝ બેટસમેન ડવાયન સ્મિથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેણે ૨૦૦૪માં કેરેબિયન ટીમમાંથી ડેબ્યૂ કર્યું હતુ.
વિવ રીચાર્ડઝ અને બ્રાયન લારા પછી ડવાયન સ્મિથ એવો હાર્ડ હિટિંગ બેટસમેન છે જે ગમે તેવા મોટા જુમલાનેપાર પાડી શકે તેમ છે. જેવી ભારતીય ટીમમાં યુવરાજ અને સેહવાગ છે તે જ રીતે ડવાયન સ્મિથનું નામ ધુઆધાર બલ્લેબાજની યાદીમાં સામેલ છે.
ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ઉપરાંત ડવાયન સ્મિથ પ્રાઈવેટ લીગમાં પણ રમતો રહ્યો છે.
જમણેરી બેટસમેન ડવાયન સ્મિથે ડેબ્યૂ મેચમાં જ ૧૦૫ રન ફટકાર્યા હતા. તે વન ડે અને ટવેન્ટી ૨૦નો ‘રાજા’ હતો. તેણે અત્યાર સુધીમાં માત્ર ૧૦ જ ટેસ્ટ મેચ રમી છે. તેણે છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૦૬માં ન્યુઝીલેન્ડ સામે રમી હતી.
તે ૧૦૫ વન ડે રમ્યો છે. કુલ ૧૫૬૦ રન કર્યા છે.તેણે કુલ ૬૧ વિકેટ લીધી છે. જેમાં એક મેચમાં માત્ર ૪૫ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી તેણે ૩૩ ટવેન્ટી ૨૦ રમીને કુલ ૫૮૨ રન ફટકાર્યા છે. તે ઘણી ટી.૨૦ લીગમા પણ રમ્યો છે. અને સા‚ પ્રદર્શન કર્યું છે. ડવાયન સ્મિથની નિવૃતિ બાદ વેસ્ટ ઈન્ડીઝને ધુંઆધાર બલ્લેબાજની ખોટ પડશે તે નકકી છે.