યુપી, બિહાર, એમપી, ઓરિસ્સા અને ઝારખંડની ટ્રેનો બંધ, અંદાજે ૮ હજાર બંગાળી કારીગરોને વતન પહોચાડવાની કવાયત શરૂ

રાજકોટી આજી પશ્ચિમ બંગાળની ટ્રેનો શરૂ થઇ છે. અત્યાર સુધી ત્યાંની સરકાર દ્વારા મંજૂરી ન મળતા બંગાળી કારીગરો પોતાના વતન જઈ શકતા ન હતા. પરંતુ આજી તેઓને વતન પહોચાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અંદાજે ૮ હજાર કેટલા કારીગરોને તેમના વતન પહોચાડવામાં આવશે.

રાજકોટથી અત્યાર સુધીમાં યુપી, બિહાર, એમપી, ઓરિસ્સા, ઝારખંડ સહિતના રાજ્યોમાં ૧ લાખ થી વધુ શ્રમિકોને મોકલવામાં આવ્યા છે. જો કે અત્યાર સુધી પશ્ચિમ બંગાળ સરકારની પરવાનગી ન મળતા ત્યાંની ટ્રેનો શરૂ થઈ શકી ન હતી. હવે ત્યાંની સરકારે લીલીઝંડી આપતા આજી પશ્ચિમ બંગાળની ટ્રેનો શરૂ થઈ છે. જેમાં આજે બપોરે અને રાત્રે એમ બે ટ્રેનો રવાના થવાની છે. બાદમાં ૩૦મી સુધી પશ્ચિમ બંગાળ સુધી ટ્રેનો દોડાવવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અંદાજે ૮ હજાર જેટલા બંગાળી કારીગરો છે. તેમને ૩૦મી સુધીમાં ટ્રેન મારફત પોતાના વતન જવા રવાના કરી દેવામાં આવનાર છે. હવે અન્ય રાજ્યોના શ્રમિકો અહીં વધ્યા ન હોય માટે બીજા રાજ્યોની ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે. બીજા રાજ્યના જે છુટા છવાયા શ્રમિકો છે તેને હવે પોત- પોતાની રીતે જવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.