પાંચમાં તબક્કાની તમામ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસનો પ્રભાવ, ભાજપ માટે કંઈક કરી દેખાડવાનો તબક્કો: સરહદીય અને હરામી તત્ત્વોના પ્રભાવવાળા વિસ્તારનું આજના મતદાનની વ્યવસ્થા તંત્ર માટે પડકારરૂપ
પશ્ચિમ બંગાળ બંગાળમાં આજે પાંચમાં તબક્કાના મતદાનના પ્રારંભથી આઠ તબક્કાની લાંબી ચૂંટણી મજલ મજધારે પહોંચી હોય તેમ 45 વિધાનસભા બેઠકોના એક કરોડથી વધુ મતદારો જે-342 ઉમેદવારોનું ભાવી નક્કી કરશે તેના પર પશ્ર્ચિમ બંગાળ વિધાનસભામાં કોનું રાજ આવશે તે નક્કી થશે. ઉત્તર બંગાળ, દાર્જીલીંગ, ચીનની સરહદીય વિસ્તાર, મ્યાનમાર નજીકના પ્રદેશો ધરાવતી આ 45 બેઠકોની ચૂંટણીમાં હરામી તત્ત્વોની અવળચંડાઈ અને સામેલગીરીની શકયતાને લઈને આજનું મતદાન કઈ રીતે અને કઈ લાઈન પર થાય છે તેના પર પશ્ર્ચિમ બંગાળનું ભાવી નક્કી થશે. પાંચમાં તબક્કાની 45 બેઠકો તૃણમુલ અને ખાસ કરીને મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે. ગત ચૂંટણીમાં ભાજપને આ વિસ્તારમાંથી એક પણ બેઠક મળી ન હતી અને તમામ બેઠકો તૃણમુલે જીતી હતી. આ વખતે પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ અને ભાજપ વચ્ચે ખરાખરીનો ખેલ જેવી ચૂંટણી જામી ચૂકી છે ત્યારે આજનું મતદાન પશ્ર્ચિમ બંગાળના રાજકારણ માટે ભવિષ્ય નક્કી કરનારૂ બની રહેશે.
તૃણમુલ કોંગ્રેસના પ્રભાવવાળા આ વિસ્તારમાં આજે તમામની મીટ મંડાયેલ છે.
આગામી ચાર તબક્કાઓ હવે પછી હિંસક બને તેવી દહેશત પણ વ્યકત કરવામાં આવી છે. પાંચમાં તબક્કામાં આજે સીલીગુડીના મેયર ડાબેરી નેતા અશોક ભટ્ટાચાર્ય, મંત્રી ગૌતમ દેવ, ભ્રતિય બસુ અને ભાજપના સમીક ભટ્ટાચાર્યના ભાવી નક્કી થશે. 15789 મતદાન મથક પર 45 વિધાનસભાની બેઠકમાં 16, ઉત્તર 24 પ્રર્ગણા અને 8-8 પૂર્વ વર્ધમાન, નડીયા અને જલપાઈ ગુડીમાં 7, દાર્જીલીંગમાં 5 અને કલીમપોલ જિલ્લામાં 1 બેઠક પર મતદાન ચાલી રહ્યું છે. આજના તબક્કામાં હરામી તત્ત્વો રંગ દેખાડે તેવી શકયતાને પગલે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે. 2016માં તૃણમુલ કોંગ્રેસે અહીં 32 બેઠકો જીતી હતી. ડાબેરી અને કોંગ્રેસને 10 બેઠકો મળી હતી. સરહદીય વિસ્તાર અને ખાસ કરીને રોહિંગીયાના પ્રભાવવાળા વિસ્તારોને ધ્યાને લઈ અગાઉની હિંસા અને ગોળીબારમાં 5 વ્યક્તિઓના મોતને લઈને પાંચમાં તબક્કામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા નૈતાન કરવામાં આવી છે. સીઆરપીએફની 800 કંપની તૈનાત કરવામાં આવી છે. હવે બાકીના ચાર તબક્કાઓ હિંસક બને તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. રાહુલ ગાંધીએ પણ ઉત્તર બંગાળમાં 2 ચૂંટણીસભાઓ કરી હતી. આઠ તબક્કાના મતદાન બાદ બીજી મે એ ચૂંટણીનું પરિણામ આવશે. હવે પછીના તમામ તબક્કાઓ પ્રવાહી સ્થિતિ સર્જે તેવી દહેશત પ્રવર્તી રહી છે. આજે આ લખાય છે ત્યાં સુધીમાં શાંતિપૂર્ણ મતદાન કડક સુરક્ષાના જાપ્ત વચ્ચે થઈ રહ્યું છે પરંતુ હરામી તત્ત્વોના પ્રભાવવાળા વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.