કોવિડ-૧૯ના પીપીઇ કીટ પર આઇએસઆઇ માર્કનો ઉપયોગ કરવા માટે દેશનું પહેલું લાઇસન્સ ભારતીય માનક બ્યુરો રાજકોટ શાખા કાર્યાલય અંતર્ગત વેલસ્પન ઇન્ડિયા લિમિટેડ, અંજાર, (કચ્છ)ને આપવામાં આવેલ છે. પરંતુ કોવિડ-૧૯ના દર્દીઓના ઇલાજ કરવાવાળા ડોકટર અને તેમની સાર સંભાળ કરવાવાળા મેડિકલ સ્ટાફ દ્વારા પગથી લઇને માથા સુધી આખા શરીરને કવર કરવા માટે પહેરવામાં આવે છે. આ લાઇસન્સ ઉપરોકત કંપનીને પીપીઇ કીટ ભારતીય માનક બ્યુરો નિર્ધારિત બધી અપેક્ષાઓને પુરી કર્યા પછી ભારતીય માનક બ્યુરો દિલ્હી મુખ્ય કાર્યાલય દ્વારા આપવામાં આવેલ છે.
કંપનીની અંજાર, (કચ્છ) સ્થિર એકમમાં આ ઉત્પાકના નિર્માણ અને પરીક્ષણ માટે બધી આવશ્યક સુવિધાઓ કી ઉપલબ્ધતા, સુનિશ્ર્ચિત કર્યા પછી તેમના ઉત્પાકના પરીક્ષણ મિનિસ્ટ્રી ઓફ ડેકસ્ટાઇલ, ભારત સરકાર મુંબઇ સ્થિત ટેકસ્ટાઇલ લેબોરેટરીમાં કરવામાં આવેલ હતું તેમના નમુના આઇએસ ૧૭૪૨૩: ૨૦૨૦માં નિર્ધારિત અપેક્ષઓ પાસ થયા પછી તેમને આ લાઇસન્સ પોલીસ્ટર વિસ્ક્રોસ બ્લેન્ડ, નોન- વોવન (સ્પનલેસ) અને પોલીથીન કોટેડ ફેબ્રિડથી બનાવેલ પીપીઇ કીટ માટે આપવામાં આવેલ છે.