આર્ટ ઓફ લીવીંગના પ્રશિક્ષક નિકીતા મણીયાર સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા
આર્ટ ઓફ લીવીંગ એટલે જીવન જીવવાની કળા શ્રી શ્રી રવીશંકર દ્વારા આર્ટ ઓફ લીવીંગનાં નેજા હેઠળ પાછલા ઘણા વર્ષોથી સ્ટ્રેટસફૂલ લાઈફ જીવતા લોકોની લાઈફમાં સ્માઈલ લાવવાનું કાર્ય થઈ રહ્યું છે. બેંગલોર ખાતે હેડ કવાર્ટર ધરાવતી આ સંસ્થાનાં વિવિધ પ્રશિસ્ત કેન્દ્રો દેશ વિદેશમાં આવેલ છે. શ્રી શ્રી રવીશંકર શોધેલી ‘સુદર્શનક્રિયા’ નામની પ્રાણાયમની યૌગીક ક્રિયા એ આર્ટ ઓફ લીવીંગ સીવાય બીજે કયાંય શીખવવામા આવતી નથી. માત્ર છ દિવસીય શિબીરમાં આ ક્રિયા શીખી જીંદગીભર તેનો લાભ ઘેર બેઠા જાતે મેળવી શકાય છે.
લયબધ્ધ શ્ર્વાસ-ઉચ્છવાસની માત્ર દસ બાર મીનીટની ક્રિયા પહેલીવાર કરવાથી જ તુરંત તેનું સુનિશ્ર્ચિત પરિણામ આપે છે. આર્ટ ઓફ લીવીંગ દ્વારા પધ્ધતિસરની તાલીમ આપીને શિક્ષકો તૈયાર કરાવવામાં આવે છે. આજની ‘ચાય પે ચર્ચા’માં આવાજ એક પ્રશિક્ષીત યોગ ટીચર નીકીતા મણીયારે આર્ટ ઓફ લીવીંગ વિશે વિશેષ માહિતીની ચર્ચા કરી હતી.
‘અબતક’ના પુછેલા પહેલાજ પ્રશ્ર્ન કે આજનો માનવી તણાવગ્રસ્ત અવસ્થામાં જીવે છે. ત્યારે એ કઈ રીતે દૂર કરી શકાય નો જવાબ આપતા જણાવ્યું કે…
આર્ટ ઓફ લીવીંગની ઓળખ એ સુદર્શનક્રિયા છે. જે યુનિક છે. યોગ, ધ્યાન, પ્રાણાયમ એ બધાને સમન્વય એ આર્ટ ઓફ લીવીંગ છે જે કંપલીટ એવો કોર્ષ છે જે સાચી રીતે જીવન જીવવાની કળા શીખવાડે છે. શારીરીક, માનસીક શકિત વધારવામાં તેમજ આ શકિતનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આર્ટ ઓફ લીવીંગ રસ્તો બતાવે છે.
પાછલા બાવીસ વર્ષથી આર્ટ ઓફ લીવીંગ સાથે જોડાયેલા નિકીતાબેને વધુમાં જણાવ્યું કે હેપ્પીનેસ કોર્ષ કે જેમાં સુદર્શનક્રિયા શિખવવામાં આવે છે, બાળકો માટેના કોર્ષ કે જે મેઘા યોગા તરીકે ઓળખાય છે, અને કિશોરવયનાં બાળકો માટે ઉત્કર્ષ યોગા, ઉપરાંત સીનીયર લેવલનાં લોકો માટે એડવાન્સ કોર્ષ છે સાડાત્રણ દિવસનો કોર્ષ છે જે હું શીખવાડું છું આ ઉપરાંત આ જાન્યુઆરી ૨૦૧૮થી શરૂ થયેલા વેલેનેસ યોગ નામનો નવોકોર્ષ કે જે લોકોને ખુશ રાખતા કરે છે તે શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષ માત્ર દસ થી બાર કલાકનો જ કોર્ષ છે.
આ ઉપરાંત લોકોનાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, માનસીક તકલીફશે, અને તેના દ્વારા નિષ્પન થતી સામાજીક સમસ્યાઓનાં નિરાકરણ માટે આર્ટ ઓફ લીવીંગ મહત્વપૂર્ણ સાબિત થાય છે.
વેલનેસની ટર્મીનોલોજી (વ્યાખ્યા) શું છે ના જવાબમાં નિકીતાબેને જણાવ્યું હતુ કે વેલનેસ એ કોઈ બિમારી કે શારીરીક ઉણપ નથી પણ શારીરીક, માનસિક, વૈચારીક, બૌધીક, ભાવનાત્મક, સામાજીક, આધ્યાત્મિક, કૌટુંબીક, જેવા દરેક ક્ષેત્રે સજાુલીતતા આપણી છ હજાર વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિ છે કે જે હસ્તલીપીઓમાં સંગ્રહાયેલી છે. અને તેથી જ કોઈ એને નકારી નથી શકયું એ પ્રાચીન પરંપરા એટલે આપણું આયુર્વેદ અને યોગ.
આયુર્વેદ અને યોગ એ આપણી પ્રાચીન પરંપરા છે. જે હવે તો વિદેશીઓએ પણ અપનાવી છે. પરંતુ ભારતીય સમાજમાં હવે રહી રહીને એનું પ્રચલન વધારવાનાં પ્રયાસો શ થયા છે. આમ છતા હજુ આપણે કયાં પાછળ છીએ, કયાં કારણોથી પાછલ છીએ… આવા ‘અબતક’ના સવવાલનાં જવાબમાં નિકીતાબેને જણાવ્યું હતુ કે આ માટે સજાગતા નથી, સાચી સમજણ નથી, શોર્ટકટ અપનાવવામાં આવે છે. આથી આપણે આયુર્વેદ અને યોગમાં તે આપણું હોવા છતા પાછળ હોઈએ તેવું લાગે છે. જો આપણી પૌરાણીક સંસ્કૃતિને વળગી રહ્યા છીએ તો આ ક્ષેત્રે આપણે લીડર હોત આમ છતા અત્યારની લાઈફ સ્ટાઈલ પ્રમાણે એમાં વેલનેસ જેવા કોર્ષની આવશ્યકતાતો જણાતી જ રહેવાની.
કુદરત સાથેની લયબધ્ધીય જાળવી શકીએ તો એજ સાચુ વેલનેસ છે
વેલનેસ લઈને લોક જાગૃતી કેવી અને કયાં પ્રકારની છે. ના એક સવાલના જવાબમાં નિકીતા મણીયારે જણાવ્યું હતુ કે વેલનેસને લઈને થોડી ઘણી જાગકતા તો આવી છે પણ સાચી વેલનેસ કયાંથી મેળવવી એ અંગે એવરનેસનાં અભાવ છે. ખાસ કરીને લોકો એક બીજાની દેખા દેખીને લઈને જીમમાં જાય છે. વગર વિચાર્ય ડાયેટ ફૂડ આરોગે છે. પણ આ બધા કરતા કાયમી વેલનેસ કયાંથી અને કઈ રીતે મેળવી શકાય તે બાબતે અજાણ હોય છે. પણ મારા છેલ્લા બાવીસ વર્ષનાં અનુભવને આધારે હું કહી શકું છુ કે આજથી ૧૯-૨૦ વર્ષ પહેલા જે જાગૃતિ ન હતી તે ધીમે ધીમે વધી છે. અને આર્ટ ઓફ લીવીંગનો ઉતમ અનુભવો લોકો એક બીજા સાથે શેર કરતા થયા છે.તેનાથી જાગૃતીતો વધી છે જે હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું,.
વેલનેસ માટેની તકલીફો જીવન પધ્ધતિમાંથી, તેમજ સ્ટ્રેસફૂલ લાઈફમાંથી આવે છે. આ અંગે માર્ગદર્શન અને શિક્ષણ આપવામાં આવે, સમજણ કેળવવામાં આવે અને તકલીફોનું મુળ શોધવામાંવે તો તેનું નિરાકરણ લાવી શકાય છે.
વેલનેસ કોર્ષથી જીવનમાં અલગ પ્રકારનાં સકારાત્મક દ્રષ્ટીકોણ વિકસે છે. દરેક સ્થિતિ, પરિસ્થિતિને સારી રીતે મૂલવવાનો ખ્યાલ વિકસે છે. જડમૂળથી ઘર કરી ગયેલી માન્યતાઓમાં બદલાવ આવે છે. વ્યકિત સ્થિતિ સ્થાપક બનવાની સાથે સ્થિતપ્રજ્ઞ બને છે. ખૂલ્લા મનનાં બની શકાય છે. તેમજ વિકાસ તરફનાં નજરીયો કેળવાય છે.
ખાસ કરીને લોકો માને છે કે શરીર એ સ્થૂળ છે. અને મન અસ્થૂળ છે. બંનેને અલગ અલગ રીતે ન મૂલવતા એ બંને પારસ્પરિક જોડાણ ધરાવે છે. એ સમજવું જોઈએ, શરીર કોષો ઉપર ટકેલું છે. અને તેના આધારે જ નભે છે. આ કોર્ષો ઉપર તેના વિકાસ ઉપર મનની સારી નરસી અસરો થતી જ હોય છે. ભાવના લાગણી, પ્રેમ, નફરત, ગુસ્સો, તનાવ, આ બધક્ષ મનમાં ઉદભવતી સ્થિતિ છે. જેની સારી ખરાબ અસર કોષો ઉપર અને કોષો ઉપરથી એની અસર શરીર ઉપર થાય છે. જો શરીરને સ્વસ્થ રાખવું હશે તો માનસીક અવસ્થા સ્વસ્થ રાખવી જરૂરી છે. આમ વેલનેસ પ્રોગ્રામ એના ઉપર આધારીત છે.
આમ કહી નિકીતાબેને શરીરને મનની સાથે સાંકળીને મન, પ્રફૂલીત રાખવા માટે વેલનેસ કોર્ષની અવશ્યકતાનું મહત્વ મૂલવ્યું હતુ અને જણાવ્યુંતુ કે આ માટે વધુ સમય ફાળવવાની પણ જરૂરીયાત નથી કે ખર્ચ કરવાની પણ જરૂરીયાત નથી.
શહેરીકરણનાં કારણે શહેરોનો વ્યાપતો વધ્યો છે. સાથોસાથ શહેરીકરણની સમસ્યાઓ પણ વધી છે. એટલે શહેરો માટે આવા વેલનેસ પ્રોગ્રામની જરીયાત ઉપર ધ્યાન આપવામા આવે છે. પણ છેવાડાનાં ગામડાઓમાં અંતરીયાળ વિસ્તારોમાં ત્યાંની અલગ જ સમસ્યા પ્રશ્ર્ન છે. જે શહેરવાસીઓ કરતા ઘણા વિશાળ પ્રમાણમાં છે તો આવા વેલનેસ પ્રોગ્રામની જરૂરીયાત ગામડાઓમાં અને ખાસ કરીને અંતરીયાળ વિસ્તારોમાં હોવી જરૂરી ખરી? અને તેનું અમલીકરણ કઈ રીતે કરી શકાય એવા ‘અબતક’ના પૂછેલા પ્રશ્ર્નનાંક જવાબમાં નિકીતાબેને જણાવ્યું કે, આર્ટ ઓફ લીવીંગે આ દિશામાં પણ કાર્ય કર્યું છે. જે ખૂબ પ્રભાવી શાબીત થયું છે. ખાસ કરીને આર્ટ ઓફ લીવીંગની ‘નવચેતના’ નામની શિબીર આવા ગ્રામ્ય વિસ્તારો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.
આ શિબીર અંતર્ગત પહેલા તબકકે ગ્રામ્યવાસીઓને આ દિશામાં વિચારણા માટે જાગૃત કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને વેલનેસ શિબીર તરફ લઈ જવાનો પ્રયાસ થાય છે.
‘અબતકે’ જાણવા માંગ્યુ કે ‘વેલનેસ અને આધ્યાત્મિકતા વચ્ચે શું સંબંદ છે’, તેના જવાબમાં યોગ શિક્ષીકા નિકીતા મણીયારે સ્પષ્ટતા કરી હતી કે વેલનેસ એ ખૂબ સુક્ષમ લેવલનો કોર્ષ છે. જે આજનાં યુગમાં દરેક લોકો માટે જરૂરી ઉપયોગી છે. જે સાધકને સ્થૂળ તરફથી સુક્ષમ તરફ દોરી જાય છે. પતંજલીમાં યોગના પાથમાં નવ અવરોધો વર્ણવ્યા છે. જેમાં પહેલા અવરોધ વ્યાધિ છે. જેનો ઉપાય આયુર્વેદ અને યોગ છે. આધુનિકતાની દૌડમાં વ્યકિત પાસે પૈસો વધ્યો છે. સાથોસાત તનાવ પણ વધ્યો છે. પૈસાથી સુખ ખરીદી શકાતુ નથી. ભૌતિક વસ્તુ ખરીદી શકાય છે. આજના યુવા આ વાત નથી સમજતા પણ ખાસ બાબત એ છે કે વેલનેસ જેવા કોર્ષ માટે યુવાનોને ખૂબ ઝડપથી સમજાવી શકાય છે. જયારે મોટી ઉંમરની વ્યકિતને આવા કોર્ષ માટે સમજાવવા મુશ્કેલ છે. તેઓ તૈયાર થઈ જાય છે. પણ યુવાનોને ખૂબજ ઝડપથી સમજાવી શકાય છે.
જે લોકો અધ્યાતમ તરફ ઢળેલા છે તે ફીટનેશને મહત્વ નથી આપતા અને જે લોકો ફીટનેશ તરફનો ઝોક ધરાવે છે. તે અધ્યાતમ યોગાને મહત્વ નથી આપતા જયારે વેલનેસ કોર્ષ એ આ બંનેનો સુભગ સમન્વય છે. બંનેનાં સુક્ષમ ફાયદાઓ અને બંને વિભાવનાઓનો દરેક સ્તરને વેલનેસ કોર્ષ સમ્મલીત કરે છે. બીજી મહત્વની બાબત એ છેકે લોકોને ફીટનેશ અને અધ્યાતમ જruરી લાગે છે. પણ એ માટે સમયનો અભાવ વર્તાય છે. ત્યારે વેલનેસ કોર્ષમાં માત્ર બે દિવસનાં કૂલ મળીને છથી આઠ કલાકમાં આ કોર્ષમાં બંને જરૂરીયાતોને આવરી લેવામાંવી છે. વળી વેલનેસ કોર્ષ એ આર્ટ ઓફ લીવીંગની મૂખ્ય વિભાવનામાં પ્રવેશવાનું પ્રથમ પગથીયું પણ છે.
‘સૂદર્શન ક્રિયા’ વિશે ફોડ પાડતા નિકીતાબેને જણાવ્યું કે આ ક્રિયા શ્રી શ્રી રવીશંકર દ્વારા ઉદભાવના પામી છે. અને તે મૌલીક છે જેમાં શ્ર્વાસની યૌગીક પ્રક્રિયા દ્વારા મનુષ્યનાં અસ્તિત્વનાં સાત સ્તર શરીર, શ્ર્વાસ, મન, બુધ્ધિ સ્મૃતિ, અહંકાર જેવાનું સમતોલન સાધવામાં આ વેલનેસ કોર્ષ મદદગાર સાબીત થાય છે. સ્વાસ્થ્ય એટલે ‘સ્વ’માં સ્વસ્થ જીવનની ઉત્સાહીત અભિવ્યકિત એજ સાચુ સ્વાસ્થ્ય છે જે સુદર્શન ક્રિયા દ્વારા એકી સાથે મેળવી શકાય છે. શારીરીક અને માનસીક સ્તરનાં દરેક અસ્તિત્વ ઉપર એ કાર્ય કરે છે. વ્યકિતની છૂપી શકિત બહાર આવે છે. સાથોસાથ મન શરીરનો કચરો પણ બહાર આવે છે. અને શરીરની સફાઈનું કાર્ય કરે છે. જન્મ સમયે બાળક જે રીતે શારીરીક માનસીક કચરા વગરનું સ્વસ્થ હોય છે તેવી જ બાળક જેવી અવસ્થા સૂદર્શન ક્રિયાબાદ પ્રાપ્ત થાય છે.
એલોપથીમાં વારંવાર નવા ચેન્જ આવતા રહે છે. પણ આયુર્વેદમાં કયારેય ચેન્જ નથી કેમકે તે પહેલાથી જ પરિપૂર્ણ છે.
શારીરીક સ્વાસ્થ્ય માટે ખોરાકનું મહત્વ છે. પણ એ ખોરાક કેટલો લેવો કયારે લેવો, કેવો લેવો એનું પણ એટલું જ મહત્વ છે. સાથોસાથ શરીરમાં જમા થતા ટોકીસસ દૂર કરવા માટે પૂરતી ઉંધ, રહેણીકરણી જો પ્રોપર હશે તો શરીર સ્વસ્થ રહેશે. તામસી ખોરાક અધયાતમનાં માર્ગમાં અવરોધ છે. એવી જ રીતે મનની શાંતી માટે પણ ખોરાકની પધ્ધતી યોગ્ય હોવી જruરી છે. દરેક વ્યકિતની પ્રકૃતિ અલગ અલગ હોવાથી વ્યકિતએ પોતાની પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. ઋતુ પ્રમાણે, સમય પ્રમાણે બોડી કલોક પ્રમાણે આહાર વિહાર રાખવાથી આંતરીક શાંતી મળી શકે છે.
પરિવારમાં અત્યારે જયારે વૈચારિક મતભેદ વધ્યા છે. ત્યારે જો સમગ્ર પરિવાર વેલનેસ કોર્ષ કરે તો દરેકની વૈચારીક દ્રષ્ટીનું ઐકય વધે અને પારિવારીક સમસ્યા સર્જાવાની જ બંધ થઈ જાય.
અંતમાં નિકીતા મણીયારે વેલનેસ કોર્ષનાં સમયની વાત કરતા માહિતી આપી હતી કે વહેલી સવાર ઉપરાંત બપોરે ખાસ ગૃહિણીઓ માટે તેમજ મોડી સાંજે ધંધો નોકરીયાતો માટેનો સમય રાખવામાં આવે છે કે જેથી કરીને સમાજનાં દરેક વર્ગનાં દરેક ક્ષેત્રનાં લોકો આ અદભૂત કોર્ષનો લાભ મેળવી તેમનું જીવન ખુશહાલ બનાવી શકે. સમાજના દરેક લોકોના મુખ ઉપર હાસ્ય લાવવાનો મકસદ પૂરો થાય એ માટે જ શ્રી શ્રી રવીશંકરજી પ્રયત્નશીલ છે.
આર્ટ ઓફ લીવીંગની આયોજીત થનાર શિબીર વિશે માધ્યમો મારફતે જાહેરાત કરવામાં આવે છે. આ ઉપરાંત અગાઉ શિબીર પૂર્ણ કરી ચૂકેલા લોકો દ્વારા પ્રસાર પ્રચાર કરીને લોકોને આર્ટ ઓફ લીવીંગની વિવિધ શિબિરો વિશે માહિતગાર કરીએ છીએ. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ માહિતી આપીએ છીએ જેમકે ફેસબૂક, વોટસએપ ગ્રુપ દ્વારા અલગ અલગ વય ધરાવતા જૂથોની તેમજ ખાસ પ્રકારની શિબીરોની માહિતી લોકો સુધી પહોચતી કરવામાં આવે છે. વધુમાં આર્ટ ઓફ લીવીંગનાં પ્રશિક્ષીત શિક્ષકો, સ્વયંસેવકોનાં સંપર્ક નંબરો અને જાહેર કર્યા હોય છે.જેમનો સંપર્ક કરીને લોકો સુધી જીવન જીવવાની કળા પહોચાડવાનો પ્રયાસ કરીએ છીએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com