વન ડે નવરાત્રી આયોજનમાં રાસ ગરબાની રમઝટ બોલાવશે વિદ્યાર્થીઓ.

સનરાઈઝ સ્કુલ તેમજ ઈલેકટ્રોનીક મીડીયાના સંયુકત ઉપક્રમે તા.૫ ને શુક્રવારે રેસકોર્ષ સ્થિત બાલ ભવન ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે વન ડે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે.

ગ્રાઉન્ડમાં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓ ગરબે ધુમશે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ કે વિદ્યાર્થીઓની તેમજ મહેમાનોની વ્યવસ્થાને ધ્યાનમાં લઈ સહ પરિવાર કાર્યક્રમને માણી શકાય તેવી તકેદારી લેવામાં આવી રહી છે. રાસ ગરબામાં વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમની શોભા વધારવાં ૩૦ હજાર વોટની સાઉન્ડ સીસ્ટમ અને ગરબાના ગાયકો તેમજ બેનમૂન લાઈટીંગની વ્યવસ્થા રાખવામા આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સનરાઈઝ સ્કુલના દાનાભાઈ હુંબલ, અમિતભાઈ ચાવડા, મયુરભાઈ લાઠીગરાના માર્ગદર્શન હેઠળ રવિભાઈ ચાવડા, પાર્થભાઈ લાઠીગરા, ભાર્ગવભાઈ હુંબલ, સંદીપભાઈ હુંબલ, સુકેતુભાઈ અને ધર્મેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.