૨૦,૦૦૦ વોલ્ટની સાઉન્ડ સિસ્ટમના તાલે ૨૦૦૦ ખેલૈયા રમી શકે તેવી વ્યવસ્થા: લાખેણા ઈનામોની વણઝાર.
દરજી સમાજ રાજકોટ તથા સરગમ કલબના સહયોગથી એક દિવસીય વેલકમ નવરાત્રી ૨૦૧૮ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામા આવેલ છે. ડી.એચ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે તા.૮ ને સોમવારના રોજ સાંજે ૬ કલાકે સમાજના ખેલૈયાઓને રમવા માટે ૨૦,૦૦૦ વોલ્ટની સાઉન્ડ સીસ્ટમ તથા ૨૦૦૦ ખેલૈયા સાથે રમી શકે તેમજ ૧૫,૦૦૦ જ્ઞાતીજનો નિહાળીશકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ખ્યાતનામ ઓરકેસ્ટ્રા ગ્રુપ મ્યુઝીકલ મેલોડીઝ, રાજુ ત્રીવેદી, સોનલ ગઢવી, હેમંત પંડયા દ્વારા સુર લહેરાવશે તથા પ્રિન્સ પ્રિન્સેસ, વેલ ડ્રેસ પ્રિન્સ-પ્રિન્સેસ, જૂનીયર પ્રિન્સ-પ્રિન્સેસ ને પણ સમાજના અગ્રણી દ્વારા લાખેણા ઈનામોની વણઝાર આપવામાં આવશે.
જેમાં પ્રમુખ ઉમેશકુમાર (જે.પી.), હરીશભાઈ જંગબારી (પીઠડીયા), મધુસુદનભાઈ પરમાર, ભરતભાઈ દુદકીયા, વિનુભાઈ પીઠડીયા, નિરંજનભાઈ સોલંકી, હર્ષદભાઈ ગોહેલ, તનસુખભાઈ ગોહેલ (એડવોકેટ) સુરેશભાઈ મકવાણા તેમજ સઈ સુથાર જ્ઞાતીના પ્રમુખ દુર્લભજીભાઈ વાઘેલા, ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતીના પ્રમુખ હિતેષભાઈ સોલંકી, ઝાલાવાડી સમાજના પ્રમુખ કલ્પેશભાઈ ગોહેલ, સોરઠીયા સમાજના પ્રમુખ સતીષભાઈ ગોહેલ, વાંઝા સમાજના પ્રમુખ મિલાપભાઈ ચાવડા, ગાંધીગ્રામ વિકાસ મંડળના પ્રમુખ જીતુભાઈ પરમાર, એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઈ પીઠડીયા, તેમજ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન પીઠડીયા, ઉષાબેન ચૌહાણ, શ્રીમતી કાશ્મીરાબેન પરમાર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.તેવું અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતુ.
કાર્યક્રમની વિશેષતા જણાવતા સમાજના આગેવાનોએ કહ્યું હતુ કે વેલકમ નવરાત્રી આયોજનમાં દરેક વર્ગના ખેલૈયાઓને પ્રિન્સ પ્રિન્સેસ બનાવવામાં આવશે કાર્યક્રમમાં દરેક ઉમ્રના લોકો ભાગ લઈ શકશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશભાઈ મકવાણા, જીતેશભાઈ મકવાણા, સંદીપભાઈ ગોહેલ, મનિષભાઈ સોલંકી, એ.જી. પરમાર, અશોકભાઈ પરમાર, રણજીતભાઈ ગોહેલ, યોગેશભાઈ પીઠડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.