દેશવાસીઓને વિકાસનો અનુભવ કરાવવા મોદી સરકારે લિકવીડિટી લાવવી પડશે

શું લાગે છૈ.. ૨૦૧૯ માં ?આજ-કાલ સામે મળતા વેપારી, રાજકારણી, અર્થશાસ્ત્રી, કે નોકરીયાત સૌ તેમના પરિચીતને આ સવાલ સો વાતચીતની શરૂઆત કરે છે. આ એક સવાલમાં સૌ પોતાને ડંખી રહેલા મુદ્દાની જ વાત કરતા હોય છે! વેપારીને લીક્વીડીટીની સમસ્યા છે, રાજકારણીને ભાજપ જીતશે કે કોંગ્રેસ તેની, નોકરીયાતને મોંઘવારી અને પગાર વધારાની તો ર્અશાીઓને દેશની ઇકોનોમીની! જોકે બુધ્ધિજીવીઓ જાણે છે કે આ ચારેય મુદ્દાઓ એકબીજા સો સંકળાયેલા છે.જેનું કેન્દ્રબિંન્દૂ ચૂંટણીઓ છે.

આગામી એપ્રિલ-મે માસમાં લોકસભાની ચૂંટણીઓ આવશે. મોદીજીની સરકારે વિકાસનાં મુદ્દે મત માગ્યા હતા એટલે અગામી ચૂંટણીમાં વિકાસ દેખાડ્યા વિના ચાલે તેમ નથી.દેશે વિકાસ ક્યાં કર્યો, કેટલો કર્યો અને કેટલી ઝડપે કર્યો તે સરકારને દેખાડવું પડશે. એના માટે આગામી દિવસોમાં લોકોને વિકાસનો અનુભવ કરાવવા લિક્વીડીટી લાવવી પડશે જે વેપારીની સમસ્યાનો ઉકેલ આપશે..! માનવું પડશે કે સરકારે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ એકંદરે કાબુમાં રાખવાના કરેલા પ્રયાસો સફળ થયા છે તેથી નોકરિયાતોનો એક પ્રશ્ન હળવો થયો છે જ્યારે પગાર વધારાનો બીજો પ્રશ્ન લીક્વીડી અને ઇકોનોમી સાથે જોડાયેલો છે.

સાલ-૨૦૧૯ માં ભારતની જ નહીં એશિયાની ટોપ પાંચ ઇકોનોમીનું પર્ફોમન્સ સારૂં રહે એવા સંકેત મળી રહ્યા છે. સરકાર હાલમાં આ દિશામાં જ પ્રયત્નો કરી રહી છે. આરબીઆઈને રિઝર્વ માંથી ભંડોળ આપવા, એનબીએફસી માટેનાં નિયમો હળવા કરવાં, સાલ ૨૦૧૮-૧૯નાં વર્ષ માટે ડિસઇન્વેસ્ટમેન્ટ માટેનાં નક્કી કરાયેલા સરકારી લક્ષ્યાંકને પુરા કરવા,જીડીપીનો દર ઉંચો આવે ડબલ્યુપીઆઈ, કંટ્રોલમાં રહે, ઉપરાંત ખેડૂતોને વળતર સારાં મળે અને નોકરિયાત વર્ગ પરના કરવેરા ઘટે તેવા બહુપાંખિયા પ્રયાસો સરકાર કરી રહી છે. બેશક સાલ-૨૦૧૪માં જનતાને આંબા-આંબલી દેખાડીને સત્તા મેળવી છે તેી હવે સત્તા મેળવવા માટે કાંઇક હાંસલ કર્યુ એવું તો સરકારને દેખાડવું જ પડશે.

વૈશ્વીક પરિબળો કહો, સરકારની કુનેહ કહો, કે નસીબ કહો પણ ૨૦૧૮ માં ક્રૂડતેલનાં આસમાને ચડેલા ભાવ ૨૦૧૮ ની સાલ પુરી થાય તે પહેલા જ પટકાયા છે. જો ડબલ્યુટીઆઈ ક્રુડતેલ-૪૫ થી ૫૦ ડોલર અને બ્રન્ડ ક્રુડતેલ ૫૫ ડોલરની સપાટીએ રહે તો ભારતની ઇકોનોમીને મોટો લાભ થઇ શકે છે. જે હાલમાં અનુક્રમે ૪૫ ડોલર અને ૫૩ ડોલર બોલાય છે.જો આ સપાટીએ ભાવ રહે તો ભારતનું ઇમ્પોર્ટ બિલ ઘટે, ડોલરનો વપરાશ ઘટે અને રૂપિયો મજબુત થાય.

બીજીતરફ નવેમ્બર મહિનામાં રીટેલ ઇન્ફલેશન(ફૂગાવો) ૧૭ મહિનાની નીચલી સપાટીએ એટલે કે ૨.૩% આવ્યો છે જે પ્રગતિના સંકેત છે. નવેમ્બરમાં મહિનામાં રૂપિયાનો સુધારો સાબિત કરે છે કે ડોલરની સામે રૂપિયો છેલ્લા સાત વર્ષમાં સૌથી ઝડપે મજબુત થયો છે. જે શેરબજાર માટે પણ પ્રોત્સાહક સાબિત થઇ શકે છે.કન્ઝ્યુંમર ડ્યુરેબલ, ઇન્ડસ્ટ્રી તા ઓટોમોબાઇલ સેક્ટર ૧૬ થી ૨૨ ટકાની ગતિએ સુધર્યા છે.

જોકે મુડીઝે આપેલા વરતારા સાચા પડે તો સાલ ૨૦૧૯માં ભારત નો વૄધ્ધિ દર ૭.૩ ટકા સુધી સિમીત રહેવાની દહેશત છે જે સાલ ૨૦૧૮નાં પ્રમ છ માસિકમાં ૭.૯ ટકા એ હતો, ત્યારબાદ વ્યાજ દરમાં વધારાની અસર હેઠળ ૭.૪ ટકા રહેવાનું અનુમાન છે. જો વ્યાજદર હળવા નાથાય તો ૨૦૨૦માં પણ તે ૭.૩ ટકા જે રહેશે.

રહી વાત રાજકારણની તો દિગ્ગજો માને છે કે સરકાર કોઇની આવે જો સ્થીર આવશૈ તો ભારતનો વિકાસ થશે જ. યાદ રહે ભારત, ઇન્ડોનેશિયા તા ફિલીપાઇન્સ સહિતનાં ઘણા એશિયાઇ દેશોમાં આગામી વર્ષે ચૂંટણીઓ છે તેના પર વિશ્વની નજર છે. જે દેશોમાં ચૂંટણીઓ છે ત્યાં સરકારો પ્રજાને ખુશ રાખવા લિક્વીડીટી લાવશે જ. વ્યાજ દરને સ્થિર રાખવાના પ્રયાસ પણ થશે.

ભારતમાં તો હવે ચૂંટણીના ખર્ચા અને સરકારી જાહેરાતો વચ્ચે રૂપિયા બજારમાં ફરતા શે, કેટલા, ક્યાં અને કેવી રીતે..? આરબીઆઈ રિઝર્વ માંથી, એનબીએસસી તરફી, જીએસટીમાં રાહત, દેવા માફી, આમ જનતાને ટેક્ષ બેનીફીટ કે શૈરબજારમાં વિદેશી રોકાણનાં મહોરાં હેઠળ..? કે પછી આ બધી જ રીતે..? જો ચૂંટણી જીત્યા તો નવા બજેટમાં આકરા કરબોજ સાથે બધુ વસુલ કરી દેવાનું અને જો હાર્યા તો નવી સરકારે જોવાનું છે ને..!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.